Book Title: Agam Satik Part 03 Suygadanga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 90
________________ ૧/૬/ભૂમિકા - ૧૬૫ * અધ્યયન-૬ વીરસ્તુતિ કરી ૦ પાંચમું અધ્યયન કહ્યું. ધે છટહુ કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે - અધ્યયન-૫માં નક વિભક્તિ કહી. તે શ્રીમન મહાવીર વર્ધમાનસ્વામીએ કહી છે, તેથી તેમના ગુણોનું કીર્તન કરવા તેમનું અસ્ત્રિ કહે છે. શારા કહેનારની મહાનતાથી જ શાસ્ત્રાની મહાનતા છે. એ સંબંધે આવેલા આ અધ્યયનના ઉપક્રમ આદિ ચાર અનુયોગ દ્વારો છે. તેમાં ઉપકમમાં અર્થ અધિકાર ભગવંત મહાવીરના ગુણ સમૂહના કીતના છે. નિફોપ બે પ્રકારે - ઓઘ નિપન્ન અને નામ નિપજ્ઞ. તેમાં ઓઘનિષજ્ઞ નિક્ષેપ અધ્યયન છે, નામ નિષમાં ‘મહાવીરસ્તવ' છે. તેથી મહતુ, વીર, તવ એ ત્રણેનો નિફોપો કહેવો જોઈએ. તેમાં પણ ‘યથા ઉદ્દેશ તથા નિર્દેશ’ એમ કરીને પહેલા મહતું શબ્દનું નિરૂપણ કરીએ છીએ. અહીં મહતુ શબ્દ બહુર્વ સૂચક છે. જેમકે ‘મહાજન’માં બૃહત્વ છે. જેમ ‘મહાપોષ'માં ‘અતિ' અર્થ છે. ‘મહાભય'માં પ્રાધાન્ય સૂચવે છે. ઇત્યાદિ • x • તેમાં અહીં ‘મહતુ’ શબ્દ પ્રાધાન્ય અર્થમાં છે, તે કહે છે [નિ.૮૩-] ‘મહાવીર સ્તવ'માં અહીં જે મહતુ શબદ છે, તે પ્રાધાન્ય અર્થમાં છે, તે નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ એમ છ ભેદે છે નામ, સ્થાપનાને છોડીને દ્રવ્યપાઘાન્ય કહે છે તે જ્ઞ શરીર, ભવ્યશરીર, તવ્યતિરિક્ત ભેદે છે. વ્યતિકિત સચિવ, અચિત, મિશ્ર ત્રણ ભેદે છે. સચિવ પણ દ્વિપદ, ચતુષદ. માપદ ત્રણ ભેદે છે, તેમાં દ્વિપદમાં તીર્થકર, ચકવર્તી આદિ છે. ચતુષદમાં હાથી, ઘોડા આદિ છે, અપદમાં કલાવૃક્ષાદિ છે. અથવા જે પ્રત્યક્ષ રૂપ-રસ-ગંધ-સ્પર્શથી ઉત્કૃષ્ટ કમળ આદિ પદાર્થો છે, અયિતમાં વૈડૂર્ય આદિ વિવિધ જાતિના મણિઓ છે. મિશ્રપાધાન્યમાં વિભૂષિત તીર્થકર છે. હોમ પ્રાધાન્યમાં સિદ્ધિ લોગ છે, ધર્મચારિત્રના આશ્રયથી મહાવિદેહ છે અને ઉપભોગને આશ્રીને દેવકુર આદિ હોય છે. કાળથી પ્રાધાન્ય એકાંત સુષમ-સુષમાદિ કાળ છે અથવા ધર્મ અને ચરણના સ્વીકારને યોગ્ય જે કાળ હોય તે લેવો. ભાવ પ્રાધાન્ય તે ક્ષાયિક ભાવ છે અથવા તીર્થકર શરીરની અપેક્ષાએ ઔદયિક છે. અહીં આ બંનેનો અધિકાર છે. 'વીર' શબ્દના દ્રવ્ય, ક્ષોત્ર, કાળ, ભાવ ભેદે ચાર નિક્ષેપા છે. તેમાં જ્ઞ શરીર, ભવ્ય શરીર, વ્યતિરિક્તમાં દ્રવ્યવીર તે દ્રવ્યાયેં સંગ્રામ આદિમાં અભૂત કર્મ કરવાથી શૂર છે, અથવા જે કંઈ વીર્યવાળું દ્રવ્ય છે, તે દ્રવ્યવીરમાં ગણાય છે. જેમકે - તીર્થંકર અનંત બલવીર્યવાળા છે, લોકને ડાં માફક અલોકમાં ફેંકવા સમર્થ છે. મેર પર્વતનો દંડ કરીને રનપભા પૃથ્વીને છત્ર માફક ધારણ કરે તયા ચકવર્તી કરતા પણ વધુ બળવાનું છે. તથા વિષ આદિ, મોહન આદિમાં સામર્થ્ય છે. ફોઝ વીર તે જે શોઝમાં અભૂત કર્મ કરનારો અથવા વીર તરીકે જે વર્ણવાય ૧૬૬ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ છે તે જાણવો...આ પ્રમાણે કાળને આશ્રીને જાણવું. ભાવ વીર તે જેનો આત્મા ક્રોધ, માન, માયા, લોભથી અને પરીષહ આદિથી જીતાયો નથી તે છે. કહ્યું છે. ક્રોધ, માન, માયા, લોભ અને પાંચ ઇન્દ્રિયો આત્માને જીતવા મુશ્કેલ છે. આત્મા જીતતા બધું જીત્યું જાણવું. જે સંગ્રામમાં હજારોના હજારો દુર્જયોને જીતે, તે કરતાં એક આત્માને જીતે તે તેનો પરમ જય છે. વિકટ જગમાં પરિભ્રમણ કરતાં એક જિનકેસરી છે, જેણે કંદર્પની દુષ્ટ દાઢોવાળા કામદેવને લીલામાગમાં ચીરી નાંખ્યો છે. આ પ્રમાણે વર્ધમાનસ્વામી જ અનુકૂળ-પ્રતિકૂળ પરીષહઉપસર્ગોથી અપરાજિત થઈ અદભૂત કર્મો કરીને ગુણનિપજ્ઞવથી ભાવ વડે મહાવીર કહેવાયા અથવા દ્રવ્યવીર વ્યતિકિત એકલવિકાદિ છે. ફોમવીર જ્યાં રહે અથવા જ્યાં તેનું વર્ણન થાય છે. કાળથી પણ તેમજ જાણવું. ભાવવીર નોઆગમથી વીરનામગોત્ર કમનું વેદન છે. તે શ્રી વીસ્વમાનસ્વામી જ છે - સ્તવ નિપાર્વે કહે છે [નિ.૮૪] સ્તવના નામાદિ ચાર નિફ્લોપ છે. તેમાં નામ સ્થાપનો પૂર્વવત્ છે. દ્રવ્યસ્તવ તે જ્ઞશરીર, ભવ્યશરીર, વ્યતિરિક્ત છે. વ્યતિરિત જે કટક, કેયૂર, માળા, ચંદનાદિ સચિત-અયિત દ્રવ્યોથી કરાય છે, ભાવ સ્તવ તે ક્યાં જે ગુણો વિધમાન હોય તેનું કીર્તન કરવું છે. હવે પ્રથમ સત્ર સંસ્પર્શથી સંપૂર્ણ અધ્યયન સંબંધી ગાથા કહે છે [નિ.૮૫-] જંબૂસ્વામીએ આર્ય સુધમસ્વિામીને શ્રી મહાવીરસ્વામીના ગણો પડ્યા. સુધમસ્વિામીએ ભગવંત મહાવીરને આવા ગુણવાળા કહ્યા છે અને એ જ પ્રમાણે ભગવંતે સંસાના જયનો ઉપાય કહ્યો છે. તેમ તમે પણ ભણવંતની જેમ સંસારને જીતવા યત્ન કરો. હવે નિક્ષેપ પછી સૂગાનુગમમાં • x • સૂત્ર કહેવું જોઈએ. • x • • સૂp-૩૫૨,૩૫૩ : શ્રમણ, બ્રાહ્મણ, ગૃહસ્થ અને પરતીર્થિઓએ પૂછયું કે જેમણે ઉત્તમ રીતે વિચારીને એકાંત હિતકર અને અનુપમ ધર્મ કહો તે કોણ છે? પૂજ્યા જ્ઞાતપુexનું જ્ઞાન-દર્શન-ચાઢિ કેવું હતું કે ભિક્ષો ! આપ જાણો છો માટે આપે જેવું સાંભળેલ છે, જેનો નિશ્ચય કર્યો છે તે કહો. • વિવેચન-૩૫૨,૩૫૩ : - આ સૂઝનો અનંતર સબ સાથે આ સંબંધ છે - તીર્થકરોપદિષ્ટ માર્ગે સંયમ પાળતો મૃત્યુકાળની ઉપેક્ષા કરે. જેમણે આ માર્ગ ઉપદેશ્યો તે તીર્થકર કેવા છે, એમ સાધુ આદિએ પૂછયું. પરસ્પર સૂત્ર સંબંધ તો “બોધ પામે તેમ પૂર્વે કહ્યું છે. આગળ પણ જે પ્રશ્નોત્તર થશે તે પણ જાણે-બોધ પામે. આ સંબંધથી આવેલ સુરતી સંહિતાદિ ક્રમે વ્યાખ્યા કહે છે. તે આ પ્રમાણે - અનંતર સૂત્રમાં ઘણાં પ્રકારે કહેલ નક વિભક્તિ સાંભળીને સંસાચી ઉદ્વિગ્ન મત વડે પૂછે છે, આ કોણે કહી છે ? એમ સુધમસ્વિામીને પૂછે છે. અથવા જંબૂસ્વામી સુધમસ્વિામીને કહે છે • સંસાને

Loading...

Page Navigation
1 ... 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112