Book Title: Agam Satik Part 03 Suygadanga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૧/૫/૧/૩૦૭
૧૫૩
વિવેચન :
સુધર્માસ્વામી જંબૂસ્વામીને આ કહે છે - જેમ ભગવંતે આ કહ્યું, તે તમે સાંભળ્યું. વૈતરણી નામે ક્ષાર, ઉષ્ણ લોહીના રંગવાળુ પાણી વહાવતી નદી છે તે દુઃખ ઉત્પાદક છે. તથા જેમ અસ્ત્રો તીક્ષ્ણ છે, તેમ તે નદીનો પ્રવાહ શરીરના અવયવોને કાપનારો છે. તે નારકો તપેલ અંગારા જેવી ભૂમિમાં જળતૃષાથી અભિતપ્ત થઈ, તાપને દૂર કરવા - ૪ - તે વૈતરણી નદીમાં તરે છે - કેવા થયેલા ? બાણ કે પરોણાથી પ્રેરિત, ભાલાથી હણાયેલા તે જ ભયંકર નદીમાં પડે છે.
• સૂત્ર-૩૦૮,૩૦૯ -
તે નાકો નાવની નજીક આવે ત્યારે પરમાધામી તેમને ખીલીથી વીંધે છે. તેઓ સ્મૃતિવિહીન બને છે. બીજા પણ તેને ત્રિશૂલાદિથી વીંધે છે.
કોઈ પરમાધામી ગળામાં શિલા બાંધીને નાકને ઉંડા પાણીમાં ડૂબાડે છે. કોઈ કદંબ પુષ્પ સમાન લાલ ગરમ રેતી અને મુમુર અગ્નિમાં આમતેમ ફેરવીને
પકાવે છે.
• વિવેચન-૩૦૮,૩૦૯ :
તે નાસ્કો વૈતરણી નદીના અતિ ઉષ્ણ, ક્ષારયુક્ત, દુર્ગંધી જળથી કંટાળીને લોઢાના ખીલાવાળી નાવ પર ચડવા જતાં પૂર્વે ચડેલા પરમાધામીઓ ગળામાં તેમને વીંધે છે, વીંધાવાથી કલકલાયમાન સર્વસોત વડે વૈતરણી જળ વડે સંજ્ઞા નષ્ટ થવા છતાં પોતાના કર્તવ્યનો વિવેક ભૂલેલા બને છે. બીજા પરમાધામી નાસ્કો સાથે ક્રીડા કરતા, નાસતા એવા નાસ્કને ત્રિશૂલ અને શૂલ વડે વિસ્તાથી વીંધીને નીચે ભૂમિમાં લટકાવે છે.
વળી કેટલાંક નારકોના ગળામાં પરમાધામીઓ મોટી શિલા બાંધીને ઉંડા
પાણીમાં ડૂબાડે છે, ફરી પાછા તેમને ખેંચીને વૈતરણી નદીમાં કલંબુકા વાલુકા તથા મુર્મુર અગ્નિમાં ઘણી તપેલી રેતીમાં ચણા માફક ચારે બાજુથી રોકે છે. તથા બીજા નરકાવાસમાં, સ્વકર્મ ફાંસામાં ફસેલા જીવોને સુંઠક પરોવેલા માંસની પેશી માફક
પકાવે છે.
• સૂત્ર-૩૧૦ થી ૩૧૨ :
મહાસંતાપકારી, અંધકાર આચ્છાદિત, દુપાર તથા સુવિશાલ અસૂર્ય નરક છે, ત્યાં ઉર્ધ્વ, અધો, તિર્થી દિશાઓમાં પ્રચંડ આગ જલતી રહે છે.
પાપકર્મને ન જાણનાર, બુદ્ધિહીન નાક, જે ગુફામાં રહેલ અગ્નિમાં પડે છે અને બળે છે, તે નકભૂમિ કરુણાજનક તેમજ દુઃખનું સ્થાન-દુ:ખપદ છે. જેમ જીવતી માછલી આગમાં પડતાં સંતપ્ત થાય છે, તેમ છતાં બીજે જઈ શકતી નથી. તેમ પરમાધામી ચોતરફ અગ્નિ જલાવીને અજ્ઞાનીને બાળે છે. • વિવેચન-૩૧૦ થી ૩૧૨ :
જે સૂર્ય વિધમાન નથી તે અસૂર્ય-નક, તે ઘણાં અંધકારવાળી, કુંભિકા આકારે છે. ત્યાં બધાં જ નાવાસો અસૂર્ય નામે ઓળખાય છે. તે આવા મહાતાપ,
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧
અંધતમસ, દુØત્તર, વિશાળ નરકમાં મહાપાપના ઉદયથી જીવો જાય છે. તે નકમાં ઉંચે-નીચે-તીર્ઘ સર્વ દિશામાં સ્થાપેલો અગ્નિ બળે છે. કહે છે કે - જ્યાં નાકીમાં બરોબર ઉંચે રહેલો અગ્નિ બળે છે, ત્યાં તેવા નરકમાં બિચારા જીવો જાય છે. - વળી -
૧૫૪
જે નકમાં ગયેલો જીવ ઉંટળીના આકારવાળી નકમાં પ્રવેશીને અગ્નિમાં અતિ વેદનાથી પીડાતો સ્વકૃત્ દુશ્વસ્ત્રિને ન જાણતો, અવધિ વિવેક ચાલી જવાથી બળે છે. તથા સર્વકાળ કરુણપ્રાય કે સકલ ઉષ્ણસ્થાન છે, તે સ્થાને પાપ કરેલા નારકીઓને તે લઈ જાય છે. તે જ વાત વિશેષથી કહે છે - જ્યાં અતિ દુઃખરૂપ સ્વભાવ છે, નિમિષ માત્ર પણ દુઃખનો વિશ્રામ નથી. કહ્યું છે - આંખ ફરકવા માત્ર પણ કાળ સુખ નથી, પણ માત્ર દુઃખ જ છે તેથી નાસ્કીમાં નસ્ક જીવો રાત-દિવસ પીડાતાં હોય છે.
ચારે દિશામાં અગ્નિ સળગાવીને જે નકાવાસમાં પરમાધામીઓ મુખ્યત્વે તપાવે છે - પકાવે છે, [કોને ?] પૂર્વકૃત્ દુશ્રુત્રિવાળા અજ્ઞાની નારકોને. આ રીતે પીડાતા, સ્વકર્મ બેડીથી બંધાયેલા, ઘણો કાળ મહાદુઃખથી આકુળ થઈને નરકમાં રહે છે. તેનું દૃષ્ટાંત કહે છે - જેમ જીવતા માછલા અગ્નિ સમીપ હોય ત્યારે પરવશ થઈને બીજે જવાં અસમર્થ થઈ ત્યાં જ રહે છે, તેમ નારકો પણ પરવશપણે દુઃખ ભોગવે છે. - ૪ - ૪ -
♦ સૂત્ર-૩૧૩,૩૧૪ :
સંતક્ષણ નામક એક મહાભિતપ્ત નરક છે. ત્યાં પરમાધામીઓ હાથમાં કુહાડી લઇ, નારકના હાથ-પગ બાંધી લાકડાંની જેમ છોલે છે...લોહી કાઢીને લોઢાની ગરમ કડાઈમાં નાંખી જીવતી માછલી માફક તળે છે, નારકોને ઉંચાનીચા કરી પકાવે છે, પછી તેના શરીરને મસળે છે, મસ્તકના ચૂરેચૂરા કરે છે. • વિવેચન-૩૧૩,૩૧૪ :
એકી ભાવથી છોલવું તે 'સન્નક્ષળ', નામ શબ્દ સંભાવના અર્થે છે. આ સંતક્ષણ બધાં પ્રાણીને મહાદુઃખ આપનાર સંભવે છે. પરમાધામીઓ સ્વ ભવનથી નકાવાસમાં આવીને, તે કુકર્મી, અનુકંપારહિત, હાથમાં કુહાડો લઈને અત્રાણ એવા નાસ્કોના હાથ-પગ બાંધીને લાકડાના ટુકડા માફક છોલીને પાતળા કરે છે - વળી -
તે પરમાધામીઓ તે નાસ્કોના લોહી કાઢીને તપેલી કડાઈમાં નાંખીને પકાવે
છે. વળી મળપ્રધાન એવાં આંતરડા કે ઉપસેલાં અંગોને તથા તેના મસ્તકનો ચૂરો કરીને પકાવે છે - કેવી રીતે ? ઉંચા કે નીચા મુખવાળા કરી આમ તેમ તરફડતા આત્માને જેમ જીવતા માછલાને કડાઈમાં તો તેમ તે નારકીજીવોને તળે છે
પકાવે છે.
• સૂત્ર-૩૧૫ થી ૩૧૭ :
-
તે નારકીજીવો ત્યાં રાખ થતા નથી કે તીવ્ર વેદનાથી મરતા નથી. પણ