Book Title: Agam Satik Part 03 Suygadanga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 76
________________ ૧/૪/૨૭૫ થી ૨૭૭ ૧૩ ૧૩૮ અસમર્થ થઈ ચિત્તની વ્યાકુળતા પામે છે, હવે હું શું કરું ? એમ તે જડ વારંવાર મુંઝાય છે. - X - X - અધ્યયન-૪ “સ્ત્રીપરિજ્ઞા'' ઉદ્દેશા-૧નો મુનિ દીપરત્નસાગરે કરેલો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ક અધ્યયન-૪ “સ્ત્રીપરિજ્ઞા” ઉદ્દેશો-૨ o પહેલો ઉદ્દેશો કહ્યો. હવે બીજો આરંભ કરે છે - તેનો સંબંધ આ પ્રમાણે - આ પૂર્વોક્ત ઉદ્દેશામાં “શ્રીના પરિચયથી ચારિત્ર ખલન” મે કહ્યું. ખલિત શીલવાળાની જે અવસ્થા અહીં થાય છે. તેના દ્વારા થતાં કર્મબંધને અહીં જણાવે છે. આ સંબંધે આવેલા આ ઉદ્દેશાનું સૂત્ર આ પ્રમાણે • સત્ર-૨૩૮ - સાધુ, મીમાં રાગ ન કરે, ભોગની ઈચ્છા થાય તો ફરી વિરકત બને. છતાં કેટલાંક સાધુ ભોગ ભોગવે છે, તે શ્રમણોના ભોગ તમે સાંભળો. • વિવેચન-૨૩૮ - આ સૂત્રનો પૂર્વના સૂત્ર સાથે આ સંબંધ છે - વિષયપાશથી બંધાયેલો મોહ પામે છે, જેથી એક-રાગદ્વેષરહિત બનીને સ્ત્રીમાં રામ ન કરે અને પરંપર સૂગ સંબંધ છે કે . જોવાલાયક સાઘને જોઈને કોઈ સ્ત્રી સારા અશનાદિ નીવાકલાના બહાને સાધુને ઠગે, તો તેમાં પડીને રાગી ન થાય. હવે મોન નું સ્વરૂપ કહે છે - દ્રવ્ય ઓજ તે પરમાણુ છે અને ભાવઓજ તે રાગદ્વેષ રહિતતા છે. સ્ત્રીઓમાં સગ કરવાથી આ લોકમાં જ હવે કહેવાનાર નીતિ પ્રમાણે વિવિધ વિડંબનાઓ થાય છે, તે સંબંધી કર્મબંધ થાય છે અને તેના વિપાકથી નરકાદિમાં તીવ્ર વેદના થાય છે. તેથી આ પ્રમાણે સમજીને ‘ભાવઓજ' બનીને સર્વકાળ તે અનર્થની ખાણરૂપ માં ગ ન પામે. કદાચ મોહના ઉદયે ભોગનો અભિલાષી થાય તો પણ આલોક-પરલોકના અપાયોને વિચારીને પુનઃ તે ભોગોથી વિરક્ત બને. ઉક્ત કથનનો સાર એ કે - કર્મોદયથી યિત તેમાં પ્રવૃત થાય, તો પણ હેયઉપાદેયના પર્યાલોચનથી જ્ઞાનાંકુશ વડે તેનાથી દૂર થાય. તથા [તપ વડે શ્રમણ સેવે તેથી શ્રમણ છે, તેમના ભોગ પણ તમે સાંભળો. કહે છે કે - ગૃહસ્થોને પણ ભોગો પ્રાયઃ વિડંબનારૂપ છે, તો સાધુને તો વિડંબના રૂપ જ છે. તો પછી તે ભોગવવાથી કેવી દશા થાય? તે પૂર્વે કહ્યું છે - જે કોઈ વેષ વિડંબક ધર્મરહિત સાધુ વિડંબના પ્રાયઃ ભોગોને ભોગવે છે, તે જ ઉદ્દેશાના સૂત્રથી હવે પછી બતાવશે, બીજા પણ કહે છે - દુબળો, કાણો, ખંજ, કાનરહિત, પૂંછડા વગરનો, ભૂખથી થાકેલો, વૃદ્ધ, હાંડલામાં ખાવા મોટું ઘાલતા તેનો કાંઠલો ગળામાં રહેલો છે, ઘામાંથી નીકળતા પર અને શરીરમાં હજારો કીડાથી પીડા પામતો છતાં કૂતરી આવતી જાણીને તેની પાસે દોડે છે - એમ કામ હણાયેલાને પણ હણે છે. સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ હવે ભોગીઓની વિડંબના બતાવવા કહે છે– • સૂત્ર-૨૩૯ થી ૨૮૧ - ચાથિી ભષ્ટ, સ્ત્રીમાં મૂર્ષિ, કામમાં અતિ પ્રવૃત્ત સાધુને પોતાના વશમાં જાણીને છી પણ વડે સાધુના મસ્તક પર સ્ત્રી પ્રહાર કરે છે. મી કહે છે . છે મારા વાળને કારણે તમે મારી સાથે વિહરણ ન કરતા હો તો હું લોચ કરી દઈશ, પણ તમે મને છોડીને બીજે ન જશો. જ્યારે તે સાધુ વશમાં આવી જાય ત્યારે તે સ્ત્રી તેને અહીં-તહીં કામ કરવા મોકલે છે, કહે છે કે - તુંબડી કાપવા છરી લાવો, ફળ લાવો. - વિવેચન-૨૭૯ થી ૨૮૧ - - સ્ત્રીના સંસ્તવ પછી તે સાધુ શીલભેદ-વ્યાત્રિ ખલન પામીને સ્ત્રીમાં વૃદ્ધ બને છે, તે જ વાતને વિશેષ જણાવે છે . જેની ઇચ્છા-મદનરૂપ કામમાં બદ્ધિ કે મનની પ્રવૃત્તિ છે તે કામનો અભિલાષક છે, તેને આવો કામી જાણીને, ધોળામાં કાળુ સ્વીકારનાર છે એમ સમજીને, પોતાને વશ થયો જાણીને, પોતાનું તથા તેનું કરેલું કહી બતાવે છે, તે કહે છે હે સાધુ! તારું માથું મુંડાવેલું છે, પરસેવાના મેલથી દુર્ગધ નીકળે છે, તારા બગલ-છાતી-ગુપ્ત ભાગ ગુપ્તનીય છે, છતાં મેં તને કુળ, શીલ, મયદા, લજ્જા, ધર્માદિ તજીને મારું શરીર આપ્યું, પણ તું તો ગણતરી વિનાનો છે, આ પ્રમાણે કોપાયમાન થઈને તે સ્ત્રી આ વિષયમૂર્ષિત સાધુને મનાવવા તેના પગમાં પડે છે. કહ્યું છે - કેસરા ફૂલાવેલા, મોટા માથાવાળા સિંહો, દાન મદના પાણીથી જેના કપોલ ઉપર પાતળી રેખા પડેલી છે તેવા હાથીઓ તથા મેધાવી પુરષો, શૂરવીરો સ્ત્રી પાસે કાપુરષ બની જાય છે તેથી વિષયમાં એકાંત વૃદ્ધ જાણીને પછી પોતાના ડાબા પગને ઉંચો કરીને તે સ્ત્રી, તેના માથામાં લાત મારે છે, આ પ્રમાણે તે વિડંબણા પામે છે. – હવે તે સ્ત્રી કહે છે - હે સાધુ! જો વાળવાળી એવી પત્ની સાથે તું ન વિયરે, વાળવાળી સ્ત્રી સાથે ભોગ ભોગવતા તને શરમ આવતી હોય તો તારા સંગને ઇચ્છતી એવી હું વાળનો પણ લોય કરી દૂર કરી દઈશ. પછી બીજા અલંકારાદિની તો વાત જ ક્યાં રહી ? ઉપલક્ષણથી બીજું પણ જે કંઈ દુકર વિદેશગમન આદિમાં હોય, તે બધું જ હું કરીશ. પણ મને છોડીને બીજે ક્યાંય ન જઈશ. અર્થાત મારા વિના તમારે એક ક્ષણ પણ ન રહેવું. એ જ તમને મારી પ્રાર્થના છે. હું પણ તમે જે આજ્ઞા કરશો, તે-તે કરીશ. - આ પ્રમાણે અતિ મનોહર, વિશ્વાસ્ય, અકાળ માટે સુંદર વચનો વડે વિશ્વાસ પમાડીને પછી તે સ્ત્રી શું કરે છે, તે કહે છે - વિશ્વાસના વયનો જ્યારે આ સાધુ મારે વશ થયો છે, તેમ આકૃતિથી કે ચેષ્ટા લક્ષણથી સ્ત્રીઓ જાણી લે છે, પછી તે કપટનાટકની નાયિકા સ્ત્રીઓ સાધનો અભિપ્રાય જાણીને પછી અનચિત કર્મ વ્યાપારમાં તે સાધુને યોજે છે. અથવા તેવા સાધુના વેષમાં જ તેની પાસે જે કામ કરાવે છે, તે બતાવે છે–

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112