Book Title: Agam Satik Part 03 Suygadanga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૧/૪/૧/ર૬૩ થી ૨૬૬
૧૩૩
૧૩૪
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧
દોષરહિત કે નિર્દોષ અનુષ્ઠાનવાળા કહે છે અને એકાંતમાં પાપ કે અસત્ અનુષ્ઠાન કરે છે, તે તેના દુકૃત્યોને છૂપાવવા છતાં, તેની ચેષ્ટા આદિના જ્ઞાતા-નિપુણો અથવા સર્વજ્ઞો તે જાણી લે છે અર્થાત તેના અકર્તવ્યને કદાચ સામાન્યજન ન જાણે પણ સર્વજ્ઞો તો જાણે જ છે, • x • અથવા વિદ્વાનો જાણે છે કે આ માયાવી, મહાશઠ છે, તે રાગાંઘ એવું માને છે કે મારા પ્રચ્છન્ન કાર્યો કોઈ જાણતું નથી, પણ તે પાપને પણ વિચક્ષણો જાણી લે છે. કહ્યું છે કે - લવણ ખારું નથી કે ઘી-તેલ ચોળાતું નથી તેમ કોઈ બોલે તો પણ અનુભવનારને છેતરી ન શકે, તેમ કલ્યાણ અનુભવતા આત્માને કઈ રીતે છેતરી શકાય?
- વળી પોતે કરેલા છૂપા પાપો સંબંધી આચાર્યાદિ પૂછે તો તે બોલતો નથી કે મેં અકાર્ય કર્યું છે. કદાચ તે માયાવી પોતાના પાપ ન કહે ત્યારે બીજા કોઈ પ્રેરણા કરે તો તે અજ્ઞાની કે રાગદ્વેષથી ભરેલો પોતાની પ્રશંસા કરી પાપને છૂપાવે છે અને ધૃષ્ટતાથી કહે છે કે - હું આવું અકાર્ય કઈ રીતે કરી શકું ? વળી કોઈ પુનઃ પ્રેરણા કરે કે- આવો પુરષ વેદોદયને અનુકૂળ મૈથુન અભિલાષ ન કરીશ, ત્યારે તે ગ્લાનિ પામી આંખ આડા કાન કરે છે અથવા મર્મવિદ્ધ થઈ ખેદથી કહે છે કે - હું પાપી છું તે ઠીક છે, હું જો અપાપી હોઉં તો મારાથી શું થાય ? કેમકે વિષરહિત સાપને લોકો પણ પીડા કરે છે.
- સ્ત્રીને પોષે તે સ્ત્રી પોષક - અનુષ્ઠાન વિશેષમાં રહેલા અર્થાત્ ભુતભોગી મનુષ્યો તથા સ્ત્રીવેદ-માયાથી ભરેલી સ્ત્રી છે, તેવું પોતાની ઔત્પાતિકી આદિ બુદ્ધિથી જાણનાર નિપુણો પણ, કોઈક મહામોહાંધ ચિત્તથી, સંસારમાં અવતરાવનાર માગી સમાન સ્ત્રીઓને વશ થઈ, તેણીની નિકટ જાય છે અને તેણી - X - જે કંઈ કાર્યઅકાર્ય કહે, તે-તે કરે છે, પણ એમ જાણતા નથી કે આ કાર્ય કરાવનાર આવી છે. જેમકે - [પોતાનું કામ કઢાવવા] આ હસે છે, ડે છે, વિશ્વાસ પમાડે છે, પણ પોતે પુરુષનો વિશ્વાસ કરતી નથી. માટે કુશીલયુક્ત પુરુષે સ્ત્રીઓને શ્મશાનમાં લઈ ગયેલા ઘડા માફક તજી દેવી.
સ્ત્રીઓ સમુદ્રના તરંગ જેવી ચંચળ છે, સંધ્યાના વાદળ સમ ક્ષણિક રાગવાળી છે. કાર્ય પૂર્ણ થતાં અલતાના રંગને ધોઈ નાંખે તેમ પુરુષને નિરર્થક પાણી છોડી દે છે. સ્ત્રી સ્વભાવનું દટાં
યુવક કામશાસ્ત્ર ભણવા પાટલી પુત્ર ગયો. રસ્તામાં બીજા કોઈ ગામમાં કોઈ સ્ત્રીએ કહ્યું - હે સુકુમાર સોહામણા પુરુષ! તું ક્યાં જાય છે ? યુવકે ખરી વાત કહી, તે સ્ત્રી બોલી-ભણીને મારી પાસે આવજે. પછી ભણીને તે ત્યાં આવ્યો. તે સ્ત્રીએ તેને સ્નાનાદિથી તૃપ્ત કરી, તેને વશ કરતાં, તે પક્ષે સ્ત્રીને હાથ વડે ગ્રહણ કરી. તે સ્ત્રી ચીસો પાડવા લાગી, લોકો આવતા પુરષ પર પાણીનો ઘડો ફેંક્યો. પછી લોકોને ગમે તે સમજાવી દૂર કર્યા. પછી એ યુવકને પૂછયું કે તેં કામશાસ્ત્રમાં
સ્ત્રી સ્વભાવનું જ્ઞાન મેળવ્યું છે ? - [આ રીતે ઉપદેશ આપે છે કે-] સ્ત્રીનું ચત્રિ દુર્વિજ્ઞોય છે માટે તેમાં આસ્થા ન કQી. કહ્યું છે કે - હદયમાં અન્ય, વયનમાં અન્ય,
કર્મમાં અન્ય આગળ અન્ય, પાછળ અન્ય ઇત્યાદિ સ્ત્રીઓને બધું અન્ય છે [માટે તે અવિશ્વાસ્ય છે.]
હવે આ લોકમાં જ સ્ત્રીસંબંધી વિપાકને બતાવે છે– • સૂત્ર-૨૬૭,૨૬૮ ,
પરી સેવન કરનારના હાથ, પણ છેદીને આગમાં સેકે છે, અથવા માંસ, ચામડી કાપીને, તેના શરીરને ક્ષારથી સિંચે છે.
પાપથી સંતપ્ત પરષો આ લોકમાં કાન, નાક અને કંઠનું છેદન સહન કરે છે, પણ એવો નિશ્ચય નથી કરતાં કે હવે આ પાપ નહીં કરીએ.
• વિવેચન-૨૬૭,૨૬૮ :
સ્ત્રીનો સંગ જ સગીને હાથ-પગના છેદન માટે થાય છે. અર્થાત્ આ મોહાતુરને આ સંબંધથી હાથ-પગનું છેદનાદિ થાય છે. અથવા તે પરદાદા સેવીના માંસાદિને કાપીને અગ્નિથી તેમને જીવતા રોકે છે, રીના સંબંધીઓના કહેવાથી રાજપુરષો તે પરદાસ સેવીને ત્રાસ આપે છે, વાંસડાથી છોલીને તેના ઉપર ક્ષારવાળું પાણી નાંખે છે.
વળી તે પાપીઓ સ્વકૃત દોષથી કાન, નાક તથા કંઠનું છેદન સહન કરે છે. આ પ્રમાણે ઘણી વિડંબણા મનુષ્ય જન્મમાં પાપકર્મથી પામીને નરકથી અધિક વેદનાને અનુભવે છે. “હવે અમે આવા પાપ કરી નહીં કરીએ” એવું બોલે છે - વિચારે છે. આ લોક-પરલોક સંબંધી ઘણી દુ:ખ વિડંબના સહે છે, પણ તે પાપથી નિવૃત થતા નથી.
સૂત્ર-૨૯,૨eo -
આ લોક કૃતિ છે અને સ્ત્રી-વેદમાં પણ સુકથિત છે કે સ્ત્રીઓ કહેલી વાતનું કાર્ય દ્વારા પાલન કરતી નથી...સ્ત્રીઓ મનમાં કંઈક જુદુ વિચારે છે, વાણીથી જુદુ કહે છે અને કાર્ય કંઈક જુદુ જ કરે છે, તેથી સાધુ સ્ત્રીઓને ઘણી માયાવી જાણી તેણીનો વિશ્વાસ ન કરે.
• વિવેચન-૨૬૬,૨૩૦ :
ગુરુ પાસેથી અથવા લોકથી સાંભળેલું છે કે સ્ત્રીઓનું ચિત ઘણું ગૂઢ છે, તેનો સંગ કડવા વિપાકવાળો છે, સ્ત્રીઓ ચલ સ્વભાવવાળી છે, દુષ્પચિારા અને ટૂંકી દષ્ટિવાળી છે, સ્વભાવે તુચ્છ અને અહંકારી છે એવું કોઈએ સારી રીતે કહ્યું છે અથવા ઘણા કાળથી લોકશ્રુતિ પરંપરા થકી જાણેલું છે તથા સ્ત્રી સ્વભાવ જણાવનાર શાસ્ત્રમાંથી કે સ્ત્રીના આ સ્વભાવને તેના સંબંધના વિપાકથી આ વાત જણાય છે.
કહ્યું છે કે - સ્ત્રીનું હૃદય ઘણું ગૂઢ છે. તેણીનું મુખ દર્પણમાં રહેલું છે. તેના ભાવ જાણવા પર્વત માર્ગમાં રહેલ દુર્ગ જેવા વિષમ છે. તેણીનું ચિત્ત કમળ x ઉપર પાણી જેવું ચંચળ છે, સ્થિર રહેતું નથી. સ્ત્રીઓ વેલડી માફક વિષના અંકુરા જેવા દોષો વડે વધેલી છે.
સારી રીતે જીતેલી, પ્રીત કરેલી, અસર કરેલી હોય, તો પણ સ્ત્રીનો વિશ્વાસ ન કરવો. સ્ત્રીની કામના કરતા જેણે દુઃખ ન ભોગવ્યા હોય તેવો કોઈ પુરુષ