Book Title: Agam Satik Part 03 Suygadanga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 72
________________ ૧/૪/૧/૨૫૩ થી ૨૫૬ ૧૨૯ • સૂત્ર-૨૫૩ થી ૨૫૬ - સ્ત્રીઓ સાધુના ચિત્તને હરવા અનેક ઉપાય કરે છે, પાસે આવીને કરુણ, વિનીત, મંજુલ ભાષા બોલે છે. ભોગ વશ જાણી હુકમો ચલાવે છે. જેમ શિકારી એકાકી, નિર્ભય વિચરતા સિંહને માંસના પ્રલોભનથી ફસાવે છે, તેમ સ્ત્રીઓ સંવૃત્ત, એકલા સાધુને મોહજાળમાં ફસાવે છે. જેમ થકાર અનુક્રમે પૈડાની ઘૂરીને નમાવે, તેમ સ્ત્રીઓ સાધુને ઝુકાવે છે. પાશમાં બંધાયેલ મૃગની માફક કૂદવા છતાં મુક્ત થતો નથી. વિષ મિશ્રિત ખીર ખાનાર મનુષ્ય માફક પછી તે સાધુ પસ્તાય છે. આ રીતે વિવેક પ્રાપ્ત કરી દ્રવ્ય સાધુ સ્ત્રી સહવાસ ન કરે. • વિવેચન-૨૫૩ થી ૨૫૬ ઃ જેના વડે મન બંધાય તેવા મંજુલ વચનો બોલવા, સ્નેહદૃષ્ટિથી જોવું, અંગોપાંગ પ્રગટ કરવા. તે જ કહ્યું છે - હે નાથ ! પ્રિય કાંત સ્વામી દયિત ! તમે મારા જીવિતથી પણ વહાલા છો, તમે મારા શરીરના માલિક છો. ઇત્યાદિ અનેક પ્રપંચો વડે કરુણાલાપ અને વિનયપૂર્વક સમીપ આવીને મનોહર વચન વિશ્વાસ પમાડવા કે કામ વિકાર જગાડવા બોલે છે. કહ્યું છે - મિત મધુર રિભિત વચનોથી, થોડા કટાક્ષથી હસતી, વિકારો વડે મૃગનેત્રા સ્ત્રીનું હૃદય ઢંકાયેલું છે. તથા રહસ્યાલાપ વડે મૈથુન સંબંધી વચનો વડે સાધુનું ચિત્ત વશ કરી અકાર્ય કરવા પ્રવર્તે છે અને સ્વ વશ જાણી નોકરની માફક આજ્ઞા કરે છે - વળી - જેમ બંધન-વિધિજ્ઞ સિંહને માંસપેશીના પ્રલોભનથી નિર્ભય બનેલા, એકલા વિચરતાને ગલમંત્રાદિથી બાંધે, પછી ઘણી રીતે પજવે તેમ સ્ત્રીઓ વિવિધ ઉપાયોથી મધુર વચનાદિથી કોઈ તેવા મન-વચન-કાયાથી સંવૃત્ત સાધુને સ્વવશ કરે છે. સંવૃત્ત શબ્દ સ્ત્રીના સામર્થ્યને બતાવે છે. જો સંવૃત્ત પણ બંધાય તો અસંવૃત્તનું શું ? વળી પોતાને વશ કર્યા પછી તે સ્ત્રી, સાધુને પોતાની ઇચ્છિત વસ્તુ તક્ નમાવે છે. જેમ સુતાર ચક્રના બાહ્ય ભાગને નમાવે છે, એમ સ્ત્રીઓ પણ સાધુને પોતાના અનુકૂળ કાર્યમાં પ્રવર્તાવ છે. તે સાધુ મૃગની જેમ પાશામાં બંધાઈ મોક્ષ માટે વર્તે, પણ મુક્ત થતો નથી. પછી મૃગની જેમ બદ્ધ તે સાધુ સ્ત્રીના ફંદામાં ફસાઈ કુટુંબ માટે રાત-દિવસ કલેશ પામતો પછી પસ્તાય છે. ગૃહસ્થના ઘેર આટલી બાબતો અવશ્ય સંભવે છે. જેમકે કોણ ક્રોધી કે સમચિત છે ? કોનું ધન લઉં, કોને આપું? કોણે ઉઘાડ્યુ - કોણ લઈ ગયું? કોણ પરણેલો કે કુંવારો છે? આ પ્રમાણે ચિંતામાં પડી જીવ પાપનો ભારો બાંધે છે. તથા મેં કુટુંબ માટે દારુણ કર્મો કર્યા, તેનાથી હું એકલો બળું છું. ફળ ભોગવનારા જતા રહ્યા. આ રીતે ઘણાં પ્રકારે મહા મોહથી કુટુંબ ફંદામાં પડી પસ્તાય છે. - આ વાત દૃષ્ટાંતથી સ્પષ્ટ કરે છે - જેમ કોઈ વિષમિશ્રિત ભોજન જમીને પછી તેના આવેગથી આકુળ થઈને પસ્તાય છે કે - મેં પાપીએ વિના વિચારે, વર્તમાન સુખ 3/9 સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ માટે રસિક બનીને કડવા ફળવાળું ભોજન ખાધું, તેમ તે સાધુ પુત્ર પૌત્ર દોહિત્ર જમાઈ આદિના ભોજન, વસ્ત્ર, પરિણયન, અલંકાર, જન્મ-મરણકર્મ, રોગ ચિકિત્સાની ચિંતામાં આકુળ બની, પોતાના શરીર કર્તવ્ય વીસરીને, આલોક-પરલોકના હિતના અનુષ્ઠાનનો નાશ કરીને, રોજ તે પ્રવૃત્તિમાં આકુળ બની પસ્તાય છે. એ રીતે ઉક્ત રીતે પોતાના અનુષ્ઠાનના વિપાકને પામીને અથવા વિવેક ગ્રહણ કરી, ચાસ્ત્રિમાં વિઘ્નકારી સ્ત્રીઓ સાથે એકત્ર વસતિ કલ્પતી નથી. કોઈ મુક્તિગમન યોગ્ય કે રાગદ્વેષરહિત સાધુને પણ સ્ત્રીઓ સાથેનો સહવાસ સદનુષ્ઠાન વિઘાતકારી છે. સ્ત્રી સંબંધી દોષો બતાવી હવે ઉપસંહાર કરે છે— ૧૩૦ • સૂત્ર-૨૫૭,૨૫૮ 1 સ્ત્રી સંસર્ગ વિષલિપ્ત કાંટા જેવો જાણીને સાધુ તેનો ત્યાગ કરે, સ્ત્રીને વશ, ગૃહસ્થના ઘરમાં એકલા ઉપદેશ દાતા, ત્યાગને ટકાવી ન શકે. જે સાધુ થી સંસર્ગરૂપ નિંદનીય કર્મમાં આસકત છે, તે કુશીલ છે તેથી તે ઉત્તમ તપસ્વી સાધુ હોય તો પણ સ્ત્રી સાથે ન વિચારે. • વિવેચન-૨૫૩,૨૫૮ : સ્ત્રી સાથે સંપર્ક રાખવાથી જે કટુ વિપાક થાય છે, તે કારણથી સ્ત્રીઓ વર્જવી. તેની સાથે વાતો પણ ન કરવી. જેમ વિષ લગાવેલ કાંટો શરીરમાં ભાંગેલો હોય તો પીડા ઉત્પન્ન કરે છે, તેમ સ્ત્રીનું સ્મરણ પણ પીડા આપે છે. તેથી સ્ત્રીઓને વિષલિપ્ત કંટક સમાન જાણી ત્યાગ કરવો. કહ્યું છે - વિષ અને વિષયોમાં ઘણું અંતર છે. વિષ ખાવાથી મારે છે. વિષય સ્મરણ માત્રથી મારે છે. વિષ ખાવું સારું પરંતુ વિષય ભોગ એક વખત પણ સારો નહીં. કેમકે વિષથી એકવાર મરે પણ વિષયના આસ્વાદુ નકમાં પડે છે. તથા એકલો ગૃહસ્થને ઘેર જઈને સ્ત્રીનો વશવર્તી તેણે બોલાવેલા સમયે જઈ તેને અનુકૂળ વર્તતા ધર્મ કહે તો તે સમ્યક્ સાધુ નથી. કેમકે નિષિદ્ધ આચરણના સેવનથી અવશ્ય ત્યાં અપાય સંભવે છે. વળી કોઈ નિમિત્તથી કોઈ વૃદ્ધા આવવા સમર્થ ન હોય, ત્યારે બીજા સાધુની સહાય વિના એકલો જઈને બીજી સ્ત્રીઓ હોય અથવા કોઈ પુરુષ સાથે હોય ત્યારે સ્ત્રી-નિંદા અને વિષય-જુગુપ્સા પ્રધાન વૈરાગ્યજનક ઉપદેશ વિધિપૂર્વક કહેવો - વિધિપૂર્વક ધર્મકથન કરવું. - ૪ - હવે કહે છે - જે મંદબુદ્ધિવાળા છે, સદ્ અનુષ્ઠાન વિસારીને વર્તમાન સુખને જોનારા છે, તેઓ પૂર્વે ધર્મ કહી, પછી તેમાં ગૃદ્ધ બનીને પાસસ્થા કુશીલીયા અવસન્ના સંસક્ત કે યથાચ્છંદ માંના કંઈપણ થઈ સ્ત્રી સંબંધથી કે એકાકી સ્ત્રીને ધર્મકથનાદિ વડે - નિંદનીક કથાથી આહાર લે છે. અથવા સ્ત્રી સાથે કથા કરનાર, દૃષ્ટિ મેળવનાર, પસ્ચિય રાખનાર કે ભક્ત માનનાર રૂપ કુશીલીયા બને છે - દુરાચારી બને છે. તેથી વિકૃષ્ટ તપ કરી કાયા ગાળી નાખી હોય, તેવા સાધુ પણ આત્મહિતને માટે સમાધિમાં શત્રુરૂપ સ્ત્રીઓ સાથે વિચરે નહીં - રહે નહીં બળતા અંગારાના સમૂહ

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112