Book Title: Agam Satik Part 03 Suygadanga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 73
________________ ૧/૪/૧/રપ૭,૨૫૮ ૧૩૧ જેવી માનીને સ્ત્રીને દૂરથી જ વર્જવી. કેવી સ્ત્રીઓ સાથે ન વિચરવું? તે શંકાનો ખુલાસો કરે છે– • સૂત્ર-૨૫૯ થી ૨૬૨ : ભલે પોતાની પુત્રી, પુત્રવધુ ધાબી કે દાસી હોય, મોટી ઉંમરની કે કુંવારી હોય, પણ સાધુ તેની સાથે પરિચય ન કરે. - સ્ત્રી સાથે એકાંતમાં બેસેલ સાધુને જોઈને તેણીના જ્ઞાતિજનો કે મિત્રોને કદી દુ:ખ થાય છે કે આ સાધુ પણ સ્ત્રીમાં વૃદ્ધા અને આસક્ત છે, [પછી કોધથી તેઓ કહે છે-] તું જ આ સ્ત્રીનો રક્ષણ અને ભરણ-પોષણ કરનાર મનુષ્ય હો તેમ લાગે છે. ઉદાસીન શ્રમણને આવી સ્થિતિમાં જોઈને કોઈ ક્રોધિત થઈ જાય છે. તેઓ રુમીમાં દોષ હોવાની શંકા કરે છે કે - આ સ્ત્રી સાધુને ભોજન આપે છે. સમાધિ ભ્રષ્ટ શ્રમણ જ તે સ્ત્રીઓ સાથે પશ્ચિય કરે છે. તેથી સાધુ આત્મહિત માટે સ્ત્રીની શય્યા નજીક ન જાય. • વિવેચન-૫૯ થી ૨૬૨ : - દીકરી હોય, પુત્રવધૂ હોય, દૂધ પાનારી આદિ પાંચ ધાવમાતાઓ માંની કોઈપણ એક ધાવમાતા હોય કે જે માતા તુલ્ય છે, બીજી સ્ત્રીઓ તો દૂર રહી, પાણી લાવનાર દાસી હોય તો પણ આ બધી સ્ત્રીઓથી દૂર રહે, તેથી સાથે ન વિચરે, ન એકલો બેસે કે ન સંપર્ક કરે. તે મોટી હોય કે નાની, તેની સાથે પરિચય પણ ન કરે, ભલે સાધુને દીકરી, પુત્રવધૂ આદિમાં કુવાસનાદિ નથી થવાના પણ એકાંતમાં સાથે રહેતા બીજાને શંકા ઉત્પન્ન થાય છે, તે ન થાય માટે સ્ત્રી સંપર્કનો ત્યાગ કરવો. - હવે બીજાને કેવી શંકા થાય ? તે કહે છે - એકલી સ્ત્રી સાથે સાધુને જોઈને બીજી સ્ત્રીઓ અથવા તે સ્ત્રીના રવજનાદિને મનમાં દુ:ખ થાય અને તેઓ શંકા કરે છે કે જેમ પ્રાણીઓ ઇચ્છા-મદન-કામથી ગૃદ્ધ છે, તેમ આવો આ શ્રમણ સ્ત્રીના મુખને જોવામાં આસક્ત ચિત થઈને પોતાનો સંયમ વ્યાપાર છોડીને આ સાથે નિર્લજ્જ થઈને રહે છે. કહ્યું છે કે - માથું મુંડાવેલ છે, મોટું ગંધાય છે, ભીખ માગીને પેટ ભરવું છે, શરીર મેલું અને શોભારહિત છે, છતાં આશ્ચર્ય છે કે તેના મનમાં જી કામવાંછા રહેલી છે. તથા અતિ ક્રોધથી બળેલા તેઓ બોલે છે કે - હે સાધુ! તું એનો ધણી થઈને બેઠો છે, માટે તેણીનું રક્ષણ, પોષણ કર અથવા આજ સુધી અમે તેણીના ભરણપોષણની ચિંતા કરી. હવે તું જ તેનો ધણી છે, જેથી તારી સાથે મોકલી સતદિન પડી રહે છે. – વળી તે તપ કરનાર સાધુ, રાગદ્વેષરહિત ઉદાસીન જાણીને, તપથી ગાળેલી કાયાવાળો, વિષયવ્હેપી સાવ હોય અને સ્ત્રી સાથે એકાંતમાં ધર્મની વાતો કરતો હોય, તો પણ કેટલાંક પુરષો તેના પર કોપે છે અથવા સાધુની પોતાની ધર્મપ્રવતિમાં ઉદાસીન અને ગ્રી સાથે વાત કરતો જાણી કેટલાંક પુરષો કોપે છે. તો વિકારવાળા ભાવ જોઈને કેમ ન કોપે ? અથવા તેઓ સીદોષની શંકાવાળા થાય છે, તે આ ૧૩૨ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ પ્રમાણે આ સ્ત્રી સાધુ માટે વિવિધ આહાર બનાવે છે - x - માટે આ સાધુ રોજ અહીં ગૌચરી માટે આવે છે અથવા સસરાને ભોજન પીરસતા જ્યારે સાધુને આવતા જુએ છે ત્યારે સસરાને અડધું આપીને આકુળ વ્યાકુળ થતી એકને બદલે બીજી વસ્તુ આપે છે ત્યારે સસરો વગેરે તે સ્ત્રીને કુલટા માને છે. દષ્ટાંત આપે છે. - કોઈ વહૂ ગામમાં નટના ખેલમાં યાતવાળા હતી. તેણે ધણી અને સસરાને ચોખાને બદલે રાઈકા ગાંધીને પીસ્યા ત્યારે ધણીએ ક્રોધિત થઈ તેણીને ઘણી મારી, કુલટા માની ઘેરથી કાઢી મૂકી. - સમાર્ગમાં વિનરૂપ સ્ત્રીઓ સાથે પરીચય રાખવો - તેના ઘેર વારંવાર જવું, વાતો કરવી, ધારીને જોવું વગેરે મોહના ઉદયે સાધુ કરે છે. તે સાધુ પ્રકર્ષથી ભ્રષ્ટ છે, ધર્મધ્યાન માટે ના મન-વચન-કાયાની પ્રવૃત્તિ થકી ભ્રષ્ટ છે, શીથીલ છે, તેથી જ સ્ત્રી સંસ્તવ કરી સમાધિ યોગથી ભ્રષ્ટ થાય છે. ઉત્તમ સાધુઓ તેવા કુમાર્ગે જતા નથી. • x • સ્ત્રીએ કરેલ માયા કે સ્ત્રીની વસતિમાં આત્મહિતાર્થી સાધુ જતા નથી. તે સ્ત્રીઓ પણ આ લોકમાં નિંદા, પશ્લોકે દુર્ગતિમાંથી બચે છે, તેથી તેણીનું પણ હિત છે. અથવા સ્ત્રી સંસર્ગ અનર્થ માટે છે, માટે હે શ્રમણ ! સ્ત્રીની વસતિ કે તેણીએ કરેલ ભક્તિરૂપ માયાને આત્મહિત માટે તું ત્યજ. શું દીક્ષા લઈને પણ કોઈક સાધુ સ્ત્રીસંબંધ કરે છે ? હા. તે કહે છે– • સુત્ર-૨૬૩ થી ૨૬૬ : કેટલાક સાધુ ગૃહત્યાગ કરવા છતાં મિશ્ર માનું સેવન કરે છે અને તેને જ મોક્ષનો માર્ગ કહે છે, કેમકે કુશીલો બોલવે શૂરા હોય છે. કુશીલ સાધુ સભામાં પોતાને શુદ્ધ બતાવે છે, પણ છૂપી રીતે પાપ કરે છે, જ્ઞાતા પણ જાણી લે છે કે આ માયાવી અને મહાશઠ છે. દ્રવ્યલિંગી જ્ઞાની પૂછવા છતાં પોતાના દુતને કહેતો નથી. પણ આત્મપ્રશંસા કરે છે, મૈથુન ઇચ્છા ન કરો તેમ કહેતા ખેદ પામે છે. જેઓ સ્ત્રીઓનું પોષણ કરી ચૂક્યા છે, સ્ત્રી-વેદ • ખેદના જ્ઞાતા છે. તેમાં કેટલાક બુદ્ધિશાળી હોવા છતાં સ્ત્રીઓને વશીભૂત થઈ જાય છે. • વિવેચન-૨૬૩ થી ૨૬૬ : - કેટલાંક ઘર છોડીને ફરી તેવા મોહોદયથી દ્રવ્યલિંગ માત્ર રાખીને ભાવથી ગૃહસ્થ સમાન એવા મિશ્રભાવ રાખે છે. તેઓ એકાંતે ગૃહસ્થ નથી કે એકાંતે સાધુ નથી, આવા અધર્મી છતાં મોક્ષ કે સંયમના માર્ગને બોલે છે, તે કહે છે કે અમે આરંભેલ મધ્યમ માર્ગ જ શ્રેષ્ઠ છે. કેમકે આમ વર્તવાથી દીક્ષાનો નિવહિ થાય છે. આ તે કુશીલોનું માત્ર વચન-વીર્ય છે, અનુષ્ઠાન કૃત નથી અર્થાત્ તેઓ વાચા માત્રથી જ સાધુ છે, પણ તેઓ સાતા ગૌરવ-વિષય સુખાસક્ત શીતલવિહારી છે, તેમને સદનુષ્ઠાન કરણશક્તિ હોતી નથી. - વળી તે કુશીલ વચનમાત્રથી વીર્ય પ્રગટ કરી, ધર્મ દેશના અવસરે પોતાને

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112