Book Title: Agam Satik Part 03 Suygadanga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 70
________________ ૧/૪/ભૂમિકા ૧૨૫ કર્મપુરપ-કર્મકર, ભોગથી પ્રધાન તે ભોગ-પુરષચક્રવર્તી આદિ. કસરત, બળ, વૈર્ય, સવ આદિથી પ્રધાન તે ગુણપુરુષ. ભાવપુરુષ તે પુરુષ વેદના ઉદયે વર્તતો તે વેદવા યોગ્ય કર્મોને અનુભવે છે. આ પ્રમાણે પ્રપ શબ્દના ૧૦-નિક્ષેપ છે. હવે પૂર્વે બતાવેલા ઉદ્દેશાના અધિકાને કહે છે [નિ.૫૮] પહેલા ઉદ્દેશામાં કહ્યું છે - સ્ત્રી સાથે પશ્ચિયથી, ભિન્ન કથા આદિ આલાપથી, સ્ત્રીના અંગોપાંગની કામ અભિલાષ ચેષ્ટાને જોવાથી અલ્પ સવવાળા પુરુષને ચાસ્ત્રિની ખલના કે ભંગ થાય છે. બીજ ઉદ્દેશામાં કહ્યું છે - શીલથી ભ્રષ્ટ સાધુને આ જન્મમાં સ્વપક્ષ અને પરપક્ષ તરફથી તિરસ્કારાદિ અને તે સંબંધી કર્મબંધ થાય છે. તેથી સંસાસાગરમાં ભમણ થાય છે. શું સ્ત્રીઓએ કોઈને શીલભ્રષ્ટ કરી પોતાને વશ કર્યો છે, કે તમારે આવો બોધ આપવો પડે છે ? - હા, - તે કહે છે. [નિ.૫૯-] અભયકુમાર, ચંડuધોત, ફૂલવાલક આદિ પોતાને શૂર માનતા પુરષોને સદભાવરહિત સ્ત્રીઓએ માયા-કપટ વડે પોતાને વશ કર્યા છે, કોઈક રાજય ભ્રષ્ટ થયા. આ ત્રણના દષ્ટાંત લેવાનું કારણ - અભયમાં બુદ્ધિ, પ્રધોતમાં શૂરવીરતા અને કૂલવાલકમાં તપસ્વીત્વ હતું. [નિ.૬૦] સ્ત્રીઓને સુગતિના માર્ગમાં અર્ગલા સમાન તથા કપટમાં નિપુણ જાણીને તેનો કદાપી વિશ્વાસ ન કરવો. તેના દોષો પહેલા ઉદ્દેશામાં તથા બીજામાં પણ કહ્યા છે. તે વિચારી આત્મહિતેચ્છુઓએ વિશ્વાસ ન કરવો. [નિ૬૧-] શત્રને જીતવામાં સારી રીતે સમર્થ છતાં સ્ત્રીઓએ પુરુષોને સ્વવશ કર્યા છે, નેત્ર કટાક્ષથી બીકણ બનાવ્યા છે. અા સવવાળા તેઓ સ્ત્રીઓના પગે પડીને, ખુશામત કરી નિઃસાર બને છે તથા પોતાને શર માનતા પુરુષો પણ સ્ત્રીને વશ થઈ દીનતાવાળા થતાં પ્રત્યક્ષ દેખાય છે, તે ખરેખર શૂર નથી. તેથી સિદ્ધ થયું કે સ્ત્રીઓ અવિશ્વાસ્ય છે. કહ્યું છે - કપટથી ભરેલી, દુ:ખે સમજાવાય તેવી, ક્ષણમાં રક્ત કે વિરક્ત બનતી સ્ત્રીમાં કોણ વિશ્વાસ કરે. સ્ત્રીના હદયને ધિક્કાર થાઓ. અન્ય સાથે વાત કરે, અન્ય સાથે બેસે, અન્યને હૃદયમાં સખે અને જે મનમાં ધારે તે કરે. તે કોણ જાણી શકે કે વેબની લતાના ગુચ્છાથી ગાઢ હૃદયવાળી સ્ત્રીના ભાવ શું છે ? કે જે ભાવ ભગ્ન આશાવાળીને બોલે. સ્ત્રી જ્યાં આસક્ત થાય તો તેની વાણી શેરડીના કકડા કે સાકરના ગાંગડા જેવી મીઠી હોય, પણ જો રીસાય તો તેની વાણી લીંમડાના અંકરા જેવી કડવી થાય છે. બધું આપી દે, કામ કરી આપે, મારી નાંખે, સ્થાને સ્થાપી દે, પ્રસન્ન થાય તો જીવાડે કે રૂઠે તો ઠગે. સુકૃતનું રક્ષણ ના કરે, સ્નેહ ન કરે, દાન-સન્માન ન કરે કૂળ, પૂર્વજ, ભાવિ, શીલ એ બધું સ્ત્રીના સહવાસમાં નાશ પામે છે. કપટથી ભરેલ, સ્નેહ અને દયાવીરહિત, જૂઠું બોલનારી, એવી સ્ત્રીઓનો હદયથી વિશ્વાસ ન કરવો. જીવતા પતિને મારી નાંખે, લોકમાં વખણાવા કોઈ પતિ ૧૨૬ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ પાછળ મરી જાય, સાંપની માફક સ્ત્રીઓનું ચરિત્ર વાંકાથી પણ વાંકુ છે. ગંગાની રેતી, સમુદ્રનું જલ અને હિમવતનું પરિમાણ બુદ્ધિમાનો જાણે છે, પણ તેવા બુદ્ધિવાળા, સ્ત્રીના હૃદયને જાણતા નથી. રોવડાવે તથા રૂવે, ખોટું બોલે, પ્રતીતિ કરાવે, કપટથી વિષભક્ષણ કરી મરી જાય પણ તેના અંદરના સાચા ભાવને કોઈ જાણતું નથી. મનમાં અન્ય કાર્ય ચિંતવે બહારથી અન્ય કામ સ્થાપે, અન્ય બોલે, આરંભ જુદો કરે - કાર્ય જુદુ કરે, માટે સ્ત્રીઓ માયાનો સમૂહ અને નિકૃતિનો સાર છે. લોકમાં નિંદનીક એવા અસતનો આરંભ કરનારી તથા પરલોકમાં વૈરી સમાન કારણરૂપ સ્ત્રી જ છે. અથવા સ્વભાવથી કુટિલ એવા યુવાન સ્ત્રીઓના ચઅિને કોણ જાણે છે ? દોષોની ખાણ જેવી તેણીના શરીરમાં કામદેવ વસે છે - એમ જાણ. વળી તેણી દુષ્ટ આચરણોનું મૂળ છે, નરકની વિપુલ વતની છે, મોક્ષમાં વિના છે, બધી રીતે વર્જવા યોગ્ય છે. તે શ્રેષ્ઠ પુરુષોને ધન્યવાદ છે, જેમણે પોતાની સ્ત્રીઓ ત્યાગી, દીક્ષા લઈને વ્રતાદિ પાળી અચળ, અનુત્તર એવા શિવ સ્થાને પહોંચ્યા છે. હવે શૂર પુરુષ કેવો હોય ? તે બતાવે છે [નિ.૬૨- શ્રુત-ચા»િ ધર્મમાં જેની નિશ્ચલ મતિ છે, તેવો ઇન્દ્રિયો અને મનના શગુને જીતવાથી શૂર છે, તે જ મહાસત્વયુક્ત છે, સ્વકર્મના વિદારણમાં સમર્થ છે. કેમકે - સદનુષ્ઠાનમાં નિરુધમી જો સપુરુષ આચરીત માર્ગથી ભ્રષ્ટ થાય તો તે ગમે તેવો બળવાન હોય પણ શૂર ન કહેવાય. હવે પુરુષના સંબંધથી સ્ત્રીને થતાં દોષ કહે છે– [નિ.૬૩-] પૂર્વે જે શીલનાશ આદિ દોષો સ્ત્રી પરિચય આદિથી પુરુષોને બતાવ્યા, એટલા જ દોષો પુરપથી સ્ત્રીઓને પણ થાય છે. તેથી વિરાગમાર્ગે પ્રવૃત્ત સ્ત્રીઓએ પુરુષ પરિચયાદિ પરિહાર લક્ષણ અપમાદ જ શ્રેષ્ઠ છે. આ રીતે ‘શ્રીપરિજ્ઞા' શબ્દ પુરુષોત્તમ ધર્મ પ્રતિપાદનાર્થે છે. અન્યથા પુરુષપરિજ્ઞા એમ કહ્યું હોત. * અધ્યયન-૪ “ીપરિજ્ઞા” ઉદ્દેશો-૧ ર્ક o હવે સૂકાનુગમમાં અખલિતાદિ ગુણવાળું સૂત્ર કહે છે• સૂત્ર-૨૪,૨૪૮ : [જે એમ વિચારે છે કે-] હું માતા, પિતાદિ પૂર્વ સંબંધને છોડીને તથા મૈથુનથી વિરત થઈ, એકલો એકાંતમાં વિચરીશ...અવિવેકી ઓ છળથી તે સાધુ પાસે આવી કપટપૂર્વક એવા ઉપાયો જાણે છે • કરે છે, કે જેથી કોઈક સાધુઓ તેણીનો સંગ કરી લે છે. • વિવેચન-૨૪,૨૪૮ :આનો પૂર્વના સૂત્ર સાથે આ સંબંધ છે - પૂર્વ સૂત્રમાં કહ્યું કે - મોક્ષ માટે

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112