Book Title: Agam Satik Part 03 Suygadanga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 68
________________ ૧/૩/૪/૨૩૭ બચ્ચાને વળગે છે તેમ તેઓ પણ છે અહીં કથાનક બતાવે છે— જેમ બધા પશુના બચ્ચાને સૂકા કૂવામાં સ્નેહ પરીક્ષાર્થે ફેંક્યા ત્યારે બીજી પશુ સ્ત્રી કૂવાના કાંઠે રડતી ઉભી રહે છે, પણ ઘેટી સંતાનના સ્નેહમાં અંધ બનીને પરિણામને વિચાર્યા વિના પોતે કૂવામાં પડે છે, માટે બીજા કરતા ઘેટી પોતાના સંતાનમાં વધુ સ્નેહ ધરાવે છે. - X - કામ આસક્તને દોષો બતાવવા કહે છે— • સૂત્ર-૨૩૮,૨૩૯ : જેઓ ભવિષ્ય તરફ ન જોતાં, વર્તમાન સુખની જ શોધમાં આસક્ત રહે છે, તે સૌતન અને આયુ ક્ષીણ થતાં પશ્ચાત્તાપ કરે છે. જેમણે ધર્મોપાર્જનના સમયે ધર્મોપાર્જન કર્યું છે, તે પછીથી પસ્તાવો કરતા નથી, તે બંધનમુક્ત ધીર પુરુષો અસંયમી જીવનની ઇચ્છા ન કરે. • વિવેચન-૨૩૮,૨૩૯ : ૧૨૧ ભાવિ કામ-ભોગેચ્છાથી અનિવૃત્તને નકાદિ યાતના સ્થાનોમાં ઘણું દુઃખ પડે છે તે ન વિચારતા તથા વર્તમાન વૈષયિક સુખાભાસને જોતાં વિવિધ ઉપાયોથી ભોગોની પ્રાર્થના કરતા તેઓ પોતાનું આયુષ્ય ક્ષીણ થતાં સંવેગ પામીને અથવા યૌવન દૂર થતાં વિષયતૃષ્ણા શાંત ન થવાથી શોક કરે છે કહ્યું છે કે - [તે શોક કરે છે કે-] મુઠ્ઠીઓ વડે મેં ફક્ત આકાશને હણ્યું અને ફોતરાં જ ખાંડ્યા છે, કેમકે મેં મનુષ્ય જન્મ પામીને સત્ અર્થ માટે આદર ન કર્યો તથા સંસારનો વૈભવ અને યૌવનના મદથી સુકૃતો ન કર્યા હોય, તે બધાં વૃદ્ધાવસ્થામાં યાદ આવતા હૃદયમાં ખટકે છે. – પરંતુ જેઓ ઉત્તમ સત્વથી પહેલેથી જ તપ અને ચાસ્ત્રમાં ઉધમ કરે છે, તેમને પછીથી પસ્તાવો થતો નથી - તે બતાવે છે - આત્મહિત કરનારા ધર્મ પ્રાપ્તિના અવસરે જેણે ઇન્દ્રિયો તથા કષાયોનો પરાજય કરવામાં ઉધમ કર્યો છે, તેઓ મરણ કાળે કે વૃદ્ધાવસ્થામાં શોકાકુલ થતા નથી. ધર્મ પ્રાપ્ત કરવાનો અવસર વિવેકીઓને પ્રાયઃ સદાને માટે હોય છે. તે જ પુરુષાર્થ પ્રધાન છે. પ્રાયે તે જ કરવો ઉચિત છે. તેથી તેઓ બાળપણાથી સમજીને વિષય અભિલાષ છોડીને, તપ અને સંયમ આચરીને કર્મના વિદારણમાં સમર્થ સ્નેહાત્મક બંધનથી સર્વથા મુક્ત થઈને અસંયમ જીવિત ઇચ્છતા નથી અથવા જીવન-મરણમાં નિસ્પૃહ બની સંયમમાં ઉદ્યમ કરે છે. • સૂત્ર-૨૪૦,૨૪૧ : જેમ તીવ્ર વેગથી વહેતી અને વિષમ તટવાળી વૈતરણી દુસ્તર છે, તેમ વિવેકહીન પુરુષો માટે લોકમાં સ્ત્રીઓ દુસ્તર છે. જેમણે સ્ત્રી સંસર્ગ અને કામશૃંગાર છોડ્યા છે, તે સર્વે ઉપસર્ગોને જીતી સંવરૂપ સમાધિમાં સ્થિત થાય છે. • વિવેચન-૨૪૦,૨૪૧ : ઉદાહરણ - જેમ વૈતરણી નદી મધ્ય ભાગે ઘણાં વેગવાળી અને વિષમતટ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ હોવાથી દુસ્તર છે તેમ આ લોકમાં નારીઓને વિવેકરહિત અને હીન સત્વવાળા પુરુષો દુઃખેથી છોડી શકે છે. તેણી હાવભાવોથી વિદ્વાન પુરુષોને પણ વશ કરે છે. કહ્યું છે કે - જ્યાં સુધી લીલાવાળી સ્ત્રીના નીલ પાંખવાળા કટાક્ષ બાણો - x - પુરુષના હૃદયની ધીરજને ચોરનારાં છે, તે લાગ્યા નથી, ત્યાં સુધી તે સન્માર્ગમાં રહે છે, લજ્જા અને વિનયને સાચવે છે અને ઇન્દ્રિયોને વશમાં રાખે છે, માટે જ વૈતરણી નદી માફ્ક નારીના ફંદામાંથી છૂટવું મુશ્કેલ છે - વળી - જે સ્ત્રી સંગના વિપાકને જાણનારા ઉત્તમ પુરુષોએ અંત સુધી નારીના સંયોગને તજેલ છે. તથા તેની સાથે જ વસ્ત્ર, અલંકાર, માળાથી પોતાની કામ વિભૂષાને તજેલા છે તથા સ્ત્રીના સંગ સંબંધી સર્વે કૃત્યો તથા ભૂખ, તરસ વગેરે પ્રતિકૂળ ઉપસર્ગોના સમૂહને છોડીને, જે મહાપુરુષ સેવિત માર્ગ પ્રતિ પ્રવૃત્ત થયા છે, તે જ સ્વસ્થ ચિત્તવૃત્તિરૂપે રહેલા છે તેઓ અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગોથી ક્ષોભ પામતા નથી, પણ વિષયાસક્ત, સ્ત્રી આદિ પરીષહથી પરાજિત, અંગારા ઉપર પડેલા મીણ માફ્ક રાગરૂપ અગ્નિ વડે બળતા અસમાધિએ રહે છે હવે સ્ત્રી આદિ પરીપ પરાજિતના કુલ કહે છે— - સૂત્ર-૨૪૨,૨૪૩,૨૪૪ [અધુરું-] : જ્યાં પાણી સ્વકર્માનુસાર વિષાસીન કૃત્ય કરે છે, તે દુઃખી થાય છે અને કામજથી પુરુષ સમુદ્રને પાર કરતા વેપારી માફક સંસાર તરી જાય છે. સુવ્રતી ભિક્ષુ ઉકત કથનને જાણીને સમિતિ પૂર્વક વિચરે, મૃષાવાદનો ત્યાગ કરે, અદત્તાદાનનું પણ વિસર્જન કરે ઉર્ધ્વ, અધો, તિર્દી દિશામાં જે ત્રસ-સ્થાવર જીવો છે, તેની વિરતી કરે. • વિવેચન-૨૪૨,૨૪૩,૨૪૪ [અધુરું-] : ઉક્ત અનુકૂલ-પ્રતિકૂળ ઉપસર્ગને જિતનારા સર્વે દુસ્તર સંસાર તરશે. દ્રવ્ય ઓઘદૃષ્ટાંત-જેમ લવણસમુદ્રને વેપારીઓ યાન પાત્ર વડે તરે છે. તેમ ભાવ ઓઘરૂપ સંસાર સંયમરૂપી નાવ વડે સાધુઓ તરે છે, તર્યા છે, તરશે. હવે ભાવ ઓઘ જે સંસાર છે, તેમાં સ્ત્રી સંગથી ખેદ પામી, સ્ત્રી સંગથી બીજા જીવોને પીડે છે, તેઓ પોતાના પાપથી અસાતા વેદનીય બાંધે છે. ૧૨૨ હવે ઉપસંહાર કરતા ઉપદેશ આપે છે - ઉપર કહ્યું કે જેમ નારીઓ વૈતરણી નદી માફક દુસ્તર છે, તે જેણે પરિત્યાગી છે, તેઓ સમાધિપૂર્વક સંસાર તરે છે, સ્ત્રીસંગી સંસારમાં સ્વકૃત કર્મોથી જ દુઃખ પામશે. ભિક્ષુઓ આ બધું જાણીને, હૈયઉપાદેયપણે ઓળખી શોભન વ્રતવાળો બની, પાંય સમિતિએ સમિત થઈ વિયરે આમ કહી મૂળ-ઉત્તરગુણ કહ્યા. આવો બની સંયમાનુષ્ઠાન કરે. અસત્ય વચન વિશેષથી વર્ષે. દંતશોધન માત્ર પણ અદત્ત ન લે. આદિ ગ્રહણથી મૈથુન, પરિગ્રહ લેવા. તે મૈથુન આદિ યાવજ્જીવન આત્મહિત માનતો પરિહરે. ઉક્ત વ્રતોમાં અહિંસાની વૃત્તિ હોવાથી તેનું પ્રાધાન્ય બતાવવા કહે છે - ઉર્ધ્વ, અધો, તિર્થા લેવાથી ક્ષેત્ર પ્રાણાતિપાત લીધો. તેમાં જે કોઈ ત્રાસ પામે તે ત્રા - બે,

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112