Book Title: Agam Satik Part 03 Suygadanga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 66
________________ ૧/૩/૪/૨૨૫ થી ૨૨૮ ૧૧૩ ૧૧૮ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ | [૨૨૮] આ નમી આદિ મહર્ષિઓ પૂર્વકાળમાં મહાપુરષ તરીકે પ્રખ્યાત હતા, રાજર્ષિયે પ્રસિદ્ધ થયેલા, તથા અહીં જૈનદર્શનમાં ષિભાષિત આદિ આગમમાં પણ કેટલાંક સંમત મનાએલા છે. આ પ્રમાણે અન્યતીર્થિકો કે શિથિલ જૈન સાધુ બોલે છે કે - આ બધા સયિત પાણી, બીજ આદિ ખાઈને સિદ્ધ થયા છે, એવું મેં ભારત આદિ પુરાણોમાં સાંભળેલ છે - હવે ઉપસંહારમાં તેનો પરિહાર કરે છે– • સૂત્ર-૨૨૯ - [ઉકત કથનો સાંભળી) અજ્ઞાન સાધુ, ભારથી પીડાતા ગધેડાની માફક સંયમમાં ખેદ પામે છે. અનિના સંભ્રમથી દોડતો પાંગળો અસામર્થ્યથી જેમ નાશ પામે, તેમ સંયમના ભારથી દુઃખી પાછળ જ ચાલે છે, મોક્ષે જતાં નથી. - વિવેચન-૨૨૯ : આ પ્રમાણે કુશ્રુતિ-ઉપસર્ગના ઉદયથી અજ્ઞાની સાધુ ઉક્ત વિવિધ ઉપાય સાધ્ય સિદ્ધિ ગમનને અવધારીને સંયમાનુષ્ઠાનમાં સીદાય છે પણ તે અજ્ઞાની એમ વિચારતા નથી કે તે મહર્ષિઓનું સિદ્ધિગમન કોઈ નિમિત્ત ચકી થયું છે. જેમકે જાતિસ્મરણાદિ જ્ઞાનથી કે અન્ય રીતે સખ્ય દર્શન-જ્ઞાન-ચારિ વડે વકલગીરી આદિ મોહો ગયા છે પણ સર્વવિરતિના પરિણામરૂપ ભાવલિંગ વિના ફક્ત કાચું પાણી, બીજાદિ ઉપભોગથી જીવ હિંસાથી કર્મક્ષયને પામ્યા નથી. હવે ખેદ પામવાનું દષ્ટાંત કહે છે ભાર વહનથી છિa ગધેડાની જેમ સીદાય છે. જેમ ગધેડા ભાર હલકો થતા ચાલવાના માર્ગમાં જ આળોટે છે, તેમ ઢીલા સાધુ સંયમનો ભાર મૂકી શીતલવિહારી બની જાય છે. બીજું દૃષ્ટાંત કહે છે - જેમ પાંગળો માણસ આગ વગેરેના ભયથી • x " નાસતા લોકોની પાછળ દોડે છતાં તેનાથી આગળ નીકળતા નથી, પણ તેઓ ત્યાં જ આગમાં સપડાઈ નાશ પામે છે, તેમ શીતલવિહારી મોક્ષ પ્રતિપવૃત થવા છતાં મોક્ષે પહોંચતા નથી, પણ તે સંસારમાં અનંતકાળ સુધી રહે છે. • સૂઝ-૨૩૦ + કેટલક એમ કહે છે કે - સુખથી જ સુખ મળે છે, આમ કહી જિનેશ્વર દ્વારા પ્રરૂપિત શ્રેષ્ઠ અને કલ્યાણકારી માગનો ત્યાગ કરે છે. • વિવેચન-૨૩૦ : અન્યમતના નિવારણ માટે પૂર્વપક્ષ કહે છે : મોક્ષગમનના વિચારમાં શાક્યાદિઓ કે લોચ આદિથી કંટાળેલા જૈન સાધુઓ - x - એવું બોલે છે કે માને છે - સુખથી જ સુખ મળે છે. કહ્યું છે કે - બધાં જીવો સુખમાં રત છે અને દુ:ખથી કંટાળેલા છે, માટે સુખના અર્થીએ બીજાને સુખ આપવું, સુખ આપનારો સુખ પામે છે. વળી -x• કારણ ને મળતું કાર્ય જ ઉત્પન્ન થાય. જેમકે - શાલિબીજથી શાલિનો જાંકુરો ફૂટે, જવનો ન ફૂટે. તેમ કાયાને સુખ આપતા મુક્તિ સુખ મળે, લોચ આદિ દુ:ખ આપીને સુખ ન મળે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે - મનોજ્ઞ ભોજન, મનોજ્ઞ શયન - આસન, મનોજ્ઞા ઘરમાં બેસી મુનિ મનોજ્ઞ ધ્યાન કરે. વળી શાક્યપુત્ર બુદ્ધ પણ કોમળ શય્યા, પ્રાત:કાળે પાન, બપોરે ભોજન, સાંજે પીણું આદિમાં મોક્ષ જોયો છે. એ રીતે મનોજ્ઞ આહારાદિ ચિત સ્વાથ્યથી સમાધિ આપે છે, તેનાથી મુક્તિ મળે છે માટે સિદ્ધ થાય છે કે સુખથી જ સુખ મળે લોયાદિ કાય કષ્ટથી મોક્ષ ન મળે. મૂઢ મતિવાળા • x • આવું માનીને મોક્ષના વિચારમાં સર્વ દેવધર્મથી દૂર એવા જૈનેન્દ્ર શાસન પ્રતિપાદિત મોક્ષ માર્ગનો ત્યાગ કરે છે. જ્ઞાનાદિ સમાધિ તજીને સંસારે ભમે છે. [હવે જૈનાચાર્યો કહે છે-] “કારણ અનુરૂપ કાર્ય” એવું જે કહ્યું તે એકાંત નથી. કેમકે શીંગડામાંથી શર થાય છે, છાણમાંથી વીંછી થાય છે, ઇત્યાદિ. જો કે મનોજ્ઞ આહારાદિ સુખનું કારણ કહ્યું, પણ તેમાંથી વિચિકાદિનો સંભવ છે. વળી આ વૈષયિક સુખ દુ:ખ પ્રતિકાર હેતુપણે હોવાથી સુખનો આભાસ માત્ર છે, સુખ નથી. કહ્યું છે કે - દુ:ખરૂપ વિષયોમાં સુખનું અભિમાન થાય છે, સુખરૂપ નિયમાદિમાં દુ:ખ બુદ્ધિ થાય છે. કોતરેલા અક્ષરોની પંક્તિ અવળી દેખાય છે, તેમ વિપરીત ગતિના પ્રયોગથી સારા લાગે છે. તે કઈ રીતે પરમ આનંદરૂ૫ આત્યંતિક કાંતિક મોઢા સુખનું કારણ થાય? જો કે લોચ, ભૂમિશચ્યા, ભિક્ષા અટન, પપભિવ, ભૂખ-તસ્સ આદિ દુ:ખના કારણરૂપે તમે બતાવ્યા. તે અત્યંત અસત્વી, પરમાર્થની દષ્ટિ વિનાનાને દુ:ખ લાગે છે. પણ મહાપુરુષોને, સ્વાર્થ માટે અપવર્તેલા તથા પરમાર્થ ચિંતામાં એક તાનને મહાસત્વપણે આ દુ:ખો પણ સુખરૂપે થાય છે કહ્યું છે - ઘાસના સંથારે બેઠેલા, રાગમદ-મોહને નાશ કરનાર મુનિ જે મુક્તિ-સુખ પામે, તેવું સુખ ચક્રવર્તીને પણ ક્યાંથી ? તથા “દુ:ખ દુકૃતના ક્ષયને માટે છે, ક્ષમા વૈરીના વેરનો નાશ કરે છે, કાયામાં અશુચિ વૈરાગ્ય માટે, વૃદ્ધવ સંવેગ માટે, મરણ સર્વ ત્યાગના મહોત્સવ માટે, જન્મ વહાલાની પ્રીતિ માટે છે. આ રીતે આખું જગતુ સંપદા યુક્ત છે, તેમાં વિપત્તિ કયાંથી હોય ?' વળી એકાંતે સુખથી જ સુખ માનતા સંસારની વિચિત્રતાનો અભાવ થશે. સ્વર્ગમાં રહેલા નિત્ય સુખીને ફરી સુખનો અનુભવ લેવા ત્યાંજ ઉત્પન્ન થવું પડે. નારકોને ફરી દુ:ખ ભોગવવા નાશ્તીમાં ઉત્પન્ન થવું પડે. • x • પણ એવું થતું નથી - x - તેથી કહે છે– • સૂત્ર-૨૩૧ : જિનશાસનની અવગણના કરીને, વિષય સુખથી મોક્ષસુખનો નાશ ન કરો. આસવ પક્ષને નહીં છોડો તો લોહવણિકની જેમ પસ્તાશો.. • વિવેચન-૨૩૧ - આ જૈનેન્દ્રપ્રવચન સમ્યગુદર્શન-જ્ઞાન-ચારિત્રાત્મક મોક્ષમાર્ગ પ્રતિપાદક છે. તેને “સુખથી સુખ મળે" આદિ કહી મોહથી મોહિત બની તેને તજતાં વૈષયિક સખથી પરમાર્થ સુખ એવા મોક્ષનો નાશ ન કરો. મનોજ્ઞ હાથી કામોદ્વેગ, તેથી ચિતમાં અશાંતિથી સમાધિ થતી નથી. અસતુ પક્ષના સ્વીકારથી - X - તમે મામ આત્માની કદર્શના કરો છો જેમ લોઢાને ઉપાડનાર માર્ગમાં ચાંદી વગેરેનો લાભ

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112