Book Title: Agam Satik Part 03 Suygadanga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 57
________________ ૧/૩/૧/ભૂમિકા કુશીલ સેવનથી. તિર્યંચનો - ભય, દ્વેષ, આહાર, સંતાન રક્ષણથી. આત્મસંવેદન ઘનથી, લેશથી; તે આંગળી વગેરેના સ્પર્શરૂપ, તથા સ્તંભન અને પ્રપાતનથી. અથવા વાત, પિત, શ્લેષ્મ, સંનિપાતથી. આ દિવ્યાદિ ચારે ને ચારે વડે ગુણતાં ૧૬ભેદ થાય. પ્રાપ્ત થતાં - x • આ ઉપસર્ગો સમ્યક્ પ્રકારે સહેવા અંગે - X - પછી કહેશે. EE [નિ.૪૯,૫૦-] પહેલા ઉદ્દેશામાં પ્રતિકૂળ ઉપસર્ગોનું વર્ણન છે, બીજામાં સ્વજનાદિએ કરેલા અનુકૂળ ઉપસર્ગો છે, ત્રીજામાં આત્માનું વિષીદન અને પરવાદીનું વચન છે...ચોથામાં હેત્વાભાસ વડે અન્યતીર્થિકો જૈન સાધુને બહેકાવે અને વ્યામોહિત કરે તો તેમને યથાવસ્થિત અર્થપ્રરૂપણા થકી સ્વસમય પ્રતીત નિપૂણ હેતુઓ વડે બોધ આપેલ છે. અધ્યયન-૩ - ઉપસર્ગપરિજ્ઞા - ઉદ્દેશો-૧ ૦ હવે સૂત્રાનુગમમાં અસ્ખલિતાદિ ગુણયુક્ત સૂત્ર કહે છે— - સૂત્ર-૧૬૫,૧૬૬ - કોઈ વિજેતાનું દર્શન ન થાય, ત્યાં સુધી કાયર પોતાને શૂરવીર સમજે છે. જેમ શિશુપાળ ધર્મી મહારથ કૃષ્ણને યુદ્ધમાં આવતા જોઈને ક્ષોભ પામ્યો...સંગ્રામમાં ઉપસ્થિત, પોતાને શૂર માનનાર યુદ્ધના અગ્રભાગે તો જાય છે, પણ જેમ માતા યુદ્ધ વિક્ષિપ્ત પુત્રનું ભાન ભૂલી જાય છે, તેમ તે પુરુષ વિજયી પુરુષ દ્વારા છેદન-ભેદન થતાં દીન બને છે. • વિવેચન-૧૬૫,૧૬૬ : કોઈ અલ્પબુદ્ધિ સંગ્રામમાં જતાં પોતાને શૂરવીર માને છે, પાણી વિનાનાં કોરા વાદળ માફક આત્મપ્રશંસામાં તત્પર બની વચન ગર્જના કરે છે. જેમકે - શત્રુ સૈન્યમાં મારા જેવો કોઈ લડવૈયો નથી. સામે કોઈ ખુલ્લી તલવારે લડવાવાળો ન આવે ત્યાં સુધી જ બોલે છે. કહ્યું છે - સિંહની ગુફામાંથી પૂછડું પછાડવાનો અવાજ ન સાંભળે, ત્યાં સુધી જ હાથીના મદ ઝરે છે અને અકાળ વૃષ્ટિ માફક ગાજે છે. - x - તેથી દૃષ્ટાંત કહે છે– માદ્રી પુત્ર શિશુપાળ, વાસુદેવના દર્શન પૂર્વે બડાશ હાંકતો હતો પછી જ્યારે શસ્ત્રો ચલાવતો, શત્રુસેના ભંગ કરવામાં સમર્થ, મહારથી નારાયણને લડવા આવતો જોયો ત્યારે બોલવામાં બહાદુર એવો શિશુપાલ પણ ક્ષોભ પામ્યો. આ દૃષ્ટાંતનો સાર સમજવો-યોજવો. ભાવાર્થ માટે કથાનો સાર કહે છે - દમઘોષ રાજા અને વસુદેવની બહેન માદ્રીનો પુત્ર શિશુપાલ, અદ્ભુત બળવાળો અને કલહપ્રિય હતો. આવા અનર્થ પુત્રને જોઈને ભય-હર્ષથી વિલખા મુખવાળી માતા જોશીને પૂછે છે ત્યારે જોશીએ વિચારીને કહ્યું કે - ૪ - તારો પુત્ર લડાઈમાં દુર્જય અને મહાબલી થશે. આ તારા ચતુર્ભુજ પુત્રને, જેના જોવાથી બે ભુજા જ રહેશે, તેનાથી તારા પુત્રને ભય થશે. - ૪ - માતાએ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ કૃષ્ણને દેખાડ્યા ત્યારે શિશુપાલને બે જ ભૂજાઓ રહી. તેથી કૃષ્ણની ફોઈએ શિશુપાલને કૃષ્ણના પગે પાડ્યો. કૃષ્ણે સો અપરાધ ક્ષમા કરીશ તેમ વચન આપ્યું - ૪ - ૪ - જ્યારે શિશુપાલના સો અપરાધ થયા ત્યારે શિશુપાલનું મસ્તક સુદર્શન ચક્ર વડે છંદી નાંખ્યુ. હવે વર્તમાન દૃષ્ટાંત કહે છે— ૧૦૦ જેમ વચન વડે ગાજતા-શૂર બનીને લડાઈના અગ્ર ભાગે અને પોતાને શૂરવીર માનતા સુભટો, તે સંગ્રામમાં ઉપસ્થિત શત્રુ સૈન્યના તલવારના ઘા આવતાં ભયથી સર્વત્ર આકુળ-વ્યાકુળ થતાં હોય ત્યારે કમરેથી પડી ગયેલા બાળકને પણ માતા ભૂલી જાય છે. એ રીતે ભાલા કે તીથી ઘાયલ થઈ કોઈ શૂર બનેલ સુભટ નીચે પડે છે અને કોઈ અલ્પ સત્વવાળો દીન બનીને પલાયન થઈ જાય છે. હવે બોધ આપે છે— - સૂત્ર-૧૬૩,૧૬૮ : એ જ રીતે ઉપસૌથી સૃષ્ટ ન થયેલો, ભિક્ષાચર્યામાં અકુશલ શિષ્ય પોતાને શૂરવીર માને પણ રૃક્ષ સંયમને પાળી શકતો નથી. જેમ હેમંતઋતુમાં ઠંડી બધા અંગોને સ્પર્શે ત્યારે મંદ સાધુઓ રાજ્ય ભ્રષ્ટ ક્ષત્રિયની માફક વિષાદને પામે છે. * વિવેરાન-૧૬૩,૧૬૮ : ઉપર કહ્યા મુજબ પોતાને શૂર માનતો સિંહનાદ કરતો સંગ્રામના મોખરે ઉભો રહેલો, પછી વાસુદેવ કે તેવો બીજો જીતનારને લડતો જોઈને દીનતા ધારણ કરે છે, એ રીતે નવ દીક્ષિતને પરીષહો આવ્યા ન હોય ત્યારે બોલે કે દીક્ષામાં શું દુષ્કર છે ? તે અકુશલ ભિક્ષાર્થે કે અન્યત્ર જતાં સાધુના આચારમાં અપ્રવીણ હોવાથી પોતાને શિશુપાલની જેમ ત્યાં સુધી જ શૂર માને છે, જ્યાં સુધી રૃક્ષ સંયમ ન સ્પર્શે-અશુભ કર્મ ઉદયમાં ન આવે, પણ તેમ થતા તે ઘણા ભારેકર્મી અલ્પ સત્વવાળા દીક્ષા છોડી દે છે - હવે સંયમની રૂક્ષતા કહે છે– હેમંતઋતુ - પોષ અને મહામાં હિમ જેવો વાયુ લાગે, તે અસહ્ય શીત સ્પર્શ લાગે ત્યારે તે જડ, ભારે કર્મી સાધુ રાજ્યભ્રષ્ટ ક્ષત્રિયની માફ્ક દીન-ભાવને ધારણ કરે છે - હવે ઉષ્ણ પરીષહ કહે છે. - સૂત્ર-૧૬૯,૧૭૦ : ગ્રીષ્મઋતુના તીવ્ર તાપથી નવદીક્ષિત સાધુ વિમનસ્ક અને તૃષાતુર થાય છે, ત્યારે જળરહિત મત્સ્યની જેમ તે મંદ વિષાદ પામે છે. દત્ત-એષણા સદા દુઃખરૂપ છે, યાચના દુ:ખેથી ત્યાજ્ય છે, સાધારણ જન એમ કહે છે કે આ દુર્ભાગી પાપકર્મનું ફળ ભોગવી રહેલ છે. • વિવેચન-૧૬૯,૧૭૦ : ગ્રીષ્મ ઋતુ - જેઠ આદિ માસના તાપથી તપેલો વિમનસ્ક, તરસથી અભિભૂત થઈ ઘણી દીનતાને પામે છે - તે બતાવે છે - તે ઉષ્ણ પરીષહના ઉદયથી જડ, અશક્ત સાધુ વિષાદ પામે છે. જેમ પાણીના અભાવે મત્સ્ય વિષાદ પામે છે, બીજે

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112