Book Title: Agam Satik Part 03 Suygadanga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 60
________________ ૧/૩/૨/૧૮૩ થી ૧૮૫ ૧૦૫ હે તાતા તારો આજ્ઞાકારી સહોદર-ભાઈ છે, તો પણ તું મને કેમ છોડે છે ? હે મા માતા-પિતાનું પાલન કર, તેથી તારો પરલોક સુધરશે. પોતાના માતા-પિતાનું પાલન કરવું એ લૌકિક આચાર છે. • વિવેચન-૧૮૩ થી ૧૮૫ - માતા-પિતાદિ સ્વજન દીક્ષા લેતા કે દીક્ષા લીધેલાને મળતાં તેને વીંટીને રડે છે કે રડતા દીનવચનો બોલે છે કે અમે તને બાળપણથી પોસ્યો હતો જેથી બુઢાપામાં તું અમારી સેવા કરે, માટે હવે તું અમારું પોષણ કર અથવા કયા કારણથી કે કોના દબાણથી તું અમને છોડીને જાય છે ? તારા વિના અમારું કોઈ રાક નથી. હૈ પણા જ આ તારા પિતા સો વર્ષથી અધિક વૃદ્ધ છે, તારી બહેન અપાત ચૌવના-નાની છે, જો આ તારા સહોદર ભાઈઓ છે; તું અમને શા માટે છોડે છે ?... આ તારી માતા છે, પિતા છે, તેનું તું ભરપોષણ કર. એમ કરવાથી તારું આ લોક અને પરલોકમાં ભલું થશે. હે પુત્ર! આ જ લોકે આચરેલું છે, આ જ લૌકિક માર્ગ છે કે - વૃદ્ધ માતા-પિતાનું પાલન કરવું. કહ્યું છે કે જ્યાં વડીલો પૂજાય છે - ૪ - X - ત્યાં જ હું વસુ છું. • સૂત્ર-૧૮૬ થી ૧૮૯ : હે માં ઉત્તરોત્તર ઉત્પન્ન આ તારા મધુરભાષી, નાના પુત્રો છે. તારી પની નવયૌવના છે, તે ક્યાંક પરપુરુષ પાસે ચાલી ન જાય ? હે પુમા ઘેર ચાલ. ઘરનું કોઈ કામ ન કરશો, અમે કરી લઈશું. તમે એક વખત ઘેરથી નીકળી ગયા, હવે ફરીથી ઘેર આવી જાઓ. હે પુત્ર ! ઘેર આવીને ફરી પાછો જો તેથી કંઈ તું અશ્રમણ નહીં થઈ જય. ગૃહકાર્યોમાં ઇચ્છારહિત રહેતા તમને કોણ રોકી શકે છે ? હે ! તારું જે કંઈ દેતું હતું, તે બધું અમે ઉતારી દીધું છે, વ્યવહાર માટે તારે જેટલું સુવર્ણ-ધન જોઈશે, તે અમે તને આપીશું. - વિવેચન-૧૮૬ થી ૧૮૯ : શ્રેષ્ઠ, અનુક્રમે જન્મેલા, મધુર વચન બોલતા એવા તારા નાના પુત્રો છે. તથા આ તારી નવયૌવના અથવા અભિનવોઢા પત્ની છે. હે પુત્ર! તેનો તું ત્યાગ કરીશ તો ઉન્માર્ગે જનારી થશે, લોકમાં તારો અપવાદ થશે. - હે મા અમે જાણીએ છીએ કે તું કામચોર છે. છતાં ચાલ આપણે ઘેર જઈએ, હાલ તું કંઈ કામ ન કરતો, પછી તારે કંઈ કામ હશે, તો પણ અમે તારા સહાયક થઈશું. એક વખત તું ગૃહકાર્યથી કંટાળી ભાગી ગયો. અમે તને ફરીવાર જોઈશું, અમે તને બનતી મદદ કરશું માટે ચાલ, આપણે ઘેર જઈએ, અમારું આટલું માન. હે પુત્ર ! ઘેર જઈને વજન વર્ગને જોઈને, પાછો આવતો રહેજે. આટલી વાર માત્ર ઘેર આવવાથી તું અશ્રમણ નહીં થઈ જાય. વળી તું ઘરનું કામ કરવા ઇચ્છતો નથી, તો તારી ઇચ્છા મુજબ કરતાં તને કોણ રોકી શકે છે ? અથવા વૃદ્ધાવસ્થામાં મદનઇચ્છા - કામરહિત થઈને સંયમ અનુષ્ઠાનમાં ઉધમ કરતાં યોગ્ય અવસરે કોણ ૧૦૬ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ રોકવાનું છે ? હે પુત્ર ! તે જે કંઈ પણ દેવું કરેલ છે, તે બધું જ અમે સરખે ભાગે વહેંચી લીધું છે અથવા ઉત્કટ એવું દેવું થોડું-થોડું આપવાનું કહીને ગોઠવી દીધેલ છે. વળી જે કંઈ ધન હતું તે વ્યાપારમાં લગાડેલ છે. તથા બીજા પ્રકારે જેમ તને ઉપયોગમાં આવશે તેમ અમે તને આપીશું. હું નિધન છું, એવો ભય તારે ન રાખવો. ઉપસંહારાર્થે કહે છે– • સૂગ-૧૦ : આ પ્રમાણે તેના સ્વજનો કરુણ બનીને વ્યગ્રાહિત કરે છે. ત્યારે જ્ઞાતિજનના સંગથી બંધાયેલો સાધુ પાછો ઘેર ચાલી જાય છે. વિવેચન : પૂર્વોક્ત રીતે માતા-પિતાદિના કરુણ વયનોથી કરણ બનીને અથવા તેઓ દીન બનીને ઉભા રહેતા, દીક્ષા લીધેલ કે દીક્ષા લેતા ને સુજ્ઞાહિત કરે છે, તે અપરિણતધર્મી, અપસવી, ભારે કર્મી માતા, પિતા, પુત્ર, પની આદિથી મોહિત થઈ ઘર તરફ દોડે છે અર્થાત્ દીક્ષા છોડીને ગૃહ-પાશમાં બંધાઈ જાય છે. • સૂત્ર-૧૯૧ થી ૧૯૩ : જેમ જંગલમાં ઉત્પન્ન વૃક્ષને લતા બાંધી લે છે, તેમ સાધુને સ્વજનો ચિતમાં અશાંતિ ઉત્પન્ન કરી કુનેહપાશમાં) બાંધી લે છે. - સ્વજનના નેહમાં બદ્ધ સાધુને નવા પકડેલા હાથીની જેમ સારી રીતે રાખે છે. નવપસૂતા ગાય વાછડા પાસે રહે તેમ સ્વજનો પાસે રહે છે. સ્વજનસંગ મનુષ્ય માટે સાગરની જેમ હુસ્તર છે. જ્ઞાતિજનના સંગમાં મૂર્શિત અસમર્થ પુરુષ કલેશને પામે છે. • વિવેચન-૧૯૧ થી ૧૯૩ : જેમ વૃક્ષ અટવીમાં ઉત્પન્ન થાય, તેને વેલડીઓ વીટે છે, તેમ તે સ્વજનો સાધુને અસમાધિ વડે બાંધે છે. તેઓ એવું કંઈ કરે છે, જેથી સાધુને અસમાધિ થાય છે. કહ્યું છે કે - અમિત્ર મિત્રના વેશમાં કંઠે બઝી ડે છે અને કહે છે - હે મિત્ર ! સુગતિમાં ન જા, સાથે દુર્ગતિમાં જઈશું. માતા-પિતાદિ સંબંધ વડે બદ્ધ-પરવશ થયેલને તેમના સ્વજનો તે અવસરે તેને અનુકૂળ વર્તીને ધૈર્ય ઉપજાવે છે. જેમ નવા પકડેલા હાથીની ધૃતિ ઉપજાવવા શેરડીના કકડા ખવડાવે છે, તેમ સ્વજનો પણ સાધુને સર્વે અનુકૂળ ઉપાયો વડે લલચાવે છે અથવા જેમ નવી વયાએલી ગાય પોતાના દૂધ પીતા વાછડાની નજીક રહેતી પાછળ કરે છે, એમ સ્વજનો પણ દીક્ષા છોડાવવાનું કે છોડેલાને નવા જન્મેલા માફક માનીને તેની પાછળ પડે છે. હવે સંગ-દોષ બતાવવા કહે છે પૂર્વોક્ત સંગી-માતા પિતાદિ સંબંધો કર્મબંધના હેતઓ છે. કેમકે - જેમ તળીયું ન દેખાતું હોવાથી સમુદ્રને દુર કહ્યો છે, તેમ આ સગાનો મોહ અલાસવવાળા દુ:ખે કરીને છોડી શકે છે. કાયર સાધુઓ તે સંગથી અસમર્થ બની કલેશ પામે છે

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112