Book Title: Agam Satik Part 03 Suygadanga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૧/૩/૧/૧૬૯,૧૩૦
૧૦૧
૧૦૨
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧
ન જઈ શકતા મરણ પામે છે, તેમ સત્વના અભાવે સાધુ સંયમથી ભ્રષ્ટ થાય છે અતિ ગ્રીમના તાપથી અલા ઉદકને કારણે તાપથી માછલા તરડે છે, તેમ અલાસવવાળા ચારિ લઈને પરસેવો, મેલ આદિથી ગંધાતા ગાત્રયી, બાહ્ય ઉણતાથી તપ્ત થઈ, શીતળ જળની જલધારા કે ચંદનાદિ વિલેપનરૂપ ઉણ પ્રતિકારક વસ્તુને યાદ કરે છે અને વ્યાકુળ ચિત્તથી સંયમ અનુષ્ઠાનમાં ખેદ પામે છે.
Q યાચના પરીષહ કહે છે - સાધુએ સર્વદા દાંતખોતરણી આદિ પણ બીજા દ્વારા આપેલ લેવાનું છે. ઉત્પાદાદિ એષણા દોષરહિત ભોગવવું જોઈએ, તેથી ક્ષુધાદિ વેદનાથી પીડાયેલને જીવનપર્યન્ત બીજાએ આપેલ વસ્તુની એષણાનું દુ:ખ હોય છે. યાયના પરીષહ અ૫સત્વી દખેચી તજી શકે છે - કહ્યું છે - “મને આપો' એમ બીજાને કહેતા મુખનું લાવણ્ય ક્ષય પામે છે, કંઠ મધ્યે વાયા લથડે છે, હૃદય થરથરે છે. ગતિ-ભ્રંશ-મુખની દીનતા-શરીરે પરસેવો-રંગ ફીકો પડવો આદિ મરણ સમયે જીવના જે ચિન્હો થાય, તે ચિન્હો યાચકના થાય છે.
આ રીતે દુ:ખે કરીને ત્યાજ્ય એવો યાચના પરીષહ જીતીને, અભિમાન રહિત, મહાસત્વી, જ્ઞાનાદિ વૃદ્ધિ માટે, મહાપુરુષ સેવિત માર્ગે ચાલે.
પાછલા અર્ધશ્લોકથી આક્રોશ પરીષહ કહ્યો - અનાર્ય - સાધારણ ન આ પ્રમાણે કહે છે - આ સાધુઓ પરસેવાથી મેલા શરીરવાળા, મુંડીયા, શુઘા આદિ વેદનાથી પીડાયેલા, પૂર્વકૃત કર્મથી દુઃખી થાય છે. અથવા ખેતી આદિથી કંટાળીને સાધુ બન્યા છે, અથવા આ અભાગીયાને સ્ત્રી, પુત્રોએ ઘરમાંથી કાઢી મૂક્યો માટે સાધુ બની ગયો છે.
• સૂગ-૧૦૧,૧૭૨ -
જેમ કાયર પુરુષ સંગ્રામમાં વિષાદ પામે છે, તેમ ગામ કે નગરમાં પૂવક્ત શબ્દોને સહન કરવામાં અસમર્થ મંદમતિ સાધુ પણ વિષાદ પામે છે.
કોઈ કૂર કૂતરો સુધિત ભિક્ષુને કરડે તો તે મંદમતિ સાધુ અગ્નિથી દDલ • ગભરાયેલા પાણીની જેમ દુઃખી થાય છે - વિષાદ પામે છે.
• વિવેચન-૧૦૧,૧૩ર :
પૂર્વોક્ત આક્રોશરૂપ તથા ચૌર-ચારિકાદિ રૂપ શબ્દોને સહન કરવાને અસમર્થ સાધુ ગામ, નગર કે માર્ગમાં વિચરતા તે આક્રોશ થતાં અજ્ઞ, મંદસવવાળા સાધુ વિલખા થઈ સંયમથી ભ્રષ્ટ થાય છે. જેમ સંગ્રામમાં ગયેલ કાયર પુરષ શગુના ચક, ભાલા, તલવાર, તીર આદિથી વ્યાકુળ તથા પહ, શંખ, ઝલ્લરીના નાદથી સમાકુલ થઈ, પૌરવ ત્યાગીને અપયશનો ડાઘ લઈને ભાગે છે. આકોદાદિ શબ્દ સાંભળીને અલાસવવાળા સાધુ સંયમમાં વિષાદ પામે છે - હવે વધુ પરીષહ કહે છે
- x • ભિક્ષા માટે ફરતા ભિક્ષુને કોઈ કૂતરો દાંત વડે તેના અંગને વિદારે ત્યારે • x - જ્ઞાન, અપસવથી દિનતા પામે છે જેમ અગ્નિ વડે બળતા પ્રાણી પીડાથી પીડાય છે, આર્તધ્યાનથી ઉપહત થાય છે, તેમ સાધુ પણ ક્રૂર પ્રાણીથી કરડાતાં સંયમથી ભ્રષ્ટ થાય છે.
• સૂત્ર-૧૭૩,૧૭૪ :
કોઈ કોઈ સાધુના પીઓ સાધુને જોઈને કહે છે કે • ભિક્ષા માગીને જીવનનિર્વાહ કરનારા આ લોકો પોતાના પૂર્વ કર્મોનું ફળ ભોગવે છે.
કોઈ કોઈ પરષ જિનકથી આદિને જઈને કહે છે . આ નગ્ન છે, પરપિંડયાથ, મુંડી, લુખસના રોગથી સડી ગયેલા અંગવાળા, ગંદા, અશોભનીય છે.
• વિવેચન-૧૩,૧૭૪ -
કેટલાંક ધર્મહીન, પુણ્યક, સાધુધર્મના નિંદકો, અનાર્યો માર્ગમાં સાધુને જોઈને એમ બોલે છે કે આ સાધુઓએ પૂર્વે અશુભ આચર્યું છે કે તે કર્મના ફળ હવે ભોગવે છે, ઘેર ઘેર ભટકે છે, લુખુ સૂકું ખાય છે, કોઈને દાન આપતા નથી, મારો લોચ કરીને, સર્વ ભોગ સુખથી રહિત થઈ દુ:ખી થઈને જીવે છે - વળી -
કેટલાંક કુગતિમાં જનારા અનાર્યો બોલે છે - આ જિનકભિ આદિ મુનિ નાગા છે, બીજાના ભોજનને માંગનાર, અધમ, મેલથી મલિન, માથું મુંડાવેલા છે તથા ખરજ આવતા ખણવાથી શરીર પર રેખા પડતાં કે ખંડિત અંગથી વિરૂપ શરીરવાળા કે રોગની દવા ન કરવાથી વિનષ્ટ અંગવાળા, પરસેવાથી ભરેલા તથા બીભત્સ કે દુષ્ટ બીજા લોકોને પણ અસમાધિ ઉત્પન્ન કરે છે.
હવે આવું બોલનારના વિપાક કહે છે• સૂગ-૧૫ :
આ પ્રમાણે વિપતિપ અને સ્વયં અજ્ઞાની, મોહથી વેષ્ટિત મૂર્મો અંધકારથી નીકળી અંધકારમાં જાય છે - કુમાર્ગગામી થાય છે.
• વિવેચન -
ઉક્ત પુણહીનો, સાધુના સખ્તામાર્ગના વેષી, પોતે અજ્ઞાન છતાં, બીજા વિવેકી પુરપનું કહ્યું ન માનીને અજ્ઞાનરૂપી અંધકારથી ગહન અંધકારમાં જાય છે અથવા નીચેથી પણ નીચી ગતિમાં જાય છે. જેમકે જ્ઞાનાવરણીયથી વક-જડ બનેલા અને મિથ્યાદર્શનથી આચ્છાદિત થઈ ખિજ્ઞ પ્રાય, સાધુના વિદ્વેષથી કુમાર્ગે જનારા થાય છે. કહ્યું છે કે - સહજ, નિર્મલ વિવેક એ એક ચક્ષુ છે, તેવા ગુણજ્ઞાની સંગતિ એ બીજું ચક્ષુ છે. આ બંને જેને નથી, તે તત્વથી અંધ છે, તે અવળે માર્ગે ચાલે, તેમાં તેનો શું દોષ ?
• સૂત્ર-૧૬,૧૭ :
દંશ, મચ્છરથી પીડિત તથા તૃણાસ્પતિ સહન કરવામાં અસમર્થ સાધુ વિચારે છે કે મેં પરલોક તો જોયો નથી, પણ આ કષ્ટથી મરણ પ્રત્યક્ષ છે.
કેશલોચથી સતત અને બહાચર્યથી પરાજિત મૂર્ણ મનુષ્ય જાળમાં ફસાયેલી માછલીની જેમ વિષાદ પામે છે.
• વિવેચન-૧૬,૧૭૩ :સિંધ, તામલિત, કોંકણાદિ દેશમાં અધિક ડાંસ, મચ્છરો હોય છે, ત્યાં સાધુ