Book Title: Agam Satik Part 03 Suygadanga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 55
________________ ૧/૨/૩/૧૫૭,૧૫૮ રહેવાનો ? તથા હજારો માતાપિતા અને સેંકડો પુત્ર-પત્નીઓ પૂર્વ જન્મોમાં કર્યા. કોણ માતા અને કોણ પિતા ? ધન આદિ કશું નરકમાં પડતા શરણ કે રક્ષણરૂપ થતા નથી, રાગ કરનારાને પીડા થતાં, તેને કોઈ બચાવનાર નથી. તે જ કહે છે— ЕЧ • સૂત્ર-૧૫૯,૧૬૦ - દુઃખ આવતા જીવ એકલો જ તે ભોગવે છે, ઉપક્રમથી આયુ નષ્ટ થતાં એકલો જ પરલોકે જાય છે. તેથી વિદ્વાનો કોઈને શરણ માનતા નથી. બધા પ્રાણી સ્વયંસ્કૃત્ કર્મોથી ‘કલ્પિત' છે. અવ્યકત દુઃખથી પીડિત છે. તે શઠ જીવો જન્મ-જરા-મરણના દુઃખો ભોગવે છે અને ભયાકૂળ થઈ સંસાર ચક્રમાં પરિભ્રમણ કરે છે. • વિવેચન-૧૫૯,૧૬૦ - પૂર્વે બાંધેલ અસાતા વેદનીયના ઉદયથી દુઃખ આવે ત્યારે જીવ એકલો જ દુઃખ ભોગવે છે. જ્ઞાતિ કે ધન કંઈ કામ આવતા નથી. કહ્યું છે કે - સ્વજન મધ્યે રહેલ રોગી એકલો જ રોગ ભોગવે છે, સ્વજનો તેનો રોગ ઓછો કે નિર્મૂળ કરી શકતા નથી. અથવા ઉપક્રમથી કે આયુ ક્ષય થતાં મરણ આવતા જીવ એકલો જ જાય છે અથવા બીજેથી આવે છે. તેથી વિવેકી-ચથાવસ્થિત સંસાર સ્વભાવનો જ્ઞાતા, તેઓનું જરાપણ શરણ માનતો નથી. - શા માટે ? - આત્મા પોતે જ પોતાના રક્ષક છે. એકને જ જન્મ, મરણ, શુભાશુભ ગતિ ભવાવર્તમાં થાય છે, તેથી આત્માએ હંમેશાને માટે આત્મહિત કરવું. જીવ એકલો જ કર્મ કરે છે, તેના ફળ પણ એકલો જ ભોગવે છે, એકલો જ જન્મે છે - મરે છે અને પરલોકમાં જાય છે. વળી સર્વે સંસાર ઉદરના વિવરમાં રહેનારા પ્રાણીઓ સંસારમાં ભટકતાં સ્વકૃત જ્ઞાનાવરણીયાદિ કર્મ વડે સૂક્ષ્મ-બાદર પર્યાપ્તક - અપર્યાપ્તક એકેન્દ્રિયાદિ ભેદે રહેલા છે. તે જ કર્મો વડે એકેન્દ્રિયાદિ અવસ્થામાં અવ્યક્ત-મસ્તક શળાદિ, વ્યક્તકોઢ વગેરે રોગોના દુઃખોથી યુક્ત સ્વભાવથી જ પ્રાણીઓ - ૪ - તે જ યોનિમાં ભયાકૂળ બનીને શઠકર્મ કરીને - x - ગર્ભાધાનાદિ દુઃખોથી પીડાય છે. - સૂગ-૧૬૧,૧૬૨ : મેધાવી, આ ક્ષણને જાણે, બોધિની પ્રાપ્તિ સુલભ નથી, એમ વિચારે. એ પ્રમાણે ભગવંત ઋષભદેવ અને અન્ય તીર્થંકરોએ પણ કહ્યું છે. હે ભિક્ષુઓ ! જે તીર્થંકરો પૂર્વે થઈ ગયા અને હવે થશે, તે બધા સુવ્રત પુરુષોએ તથા ભગવંત ઋષભના અનુયાયીઓએ પણ આ ગુણોને મોક્ષનું સાધન બતાવેલ છે. આ પ્રત્યક્ષ, સામે દેખાવાથી કહે છે - આ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, લક્ષણ ક્ષણને જાણીને તેને ઉચિત કર. દ્રવ્ય એટલે ત્રસપણું, પંચેન્દ્રિયત્વ, સુકુલ ઉત્પતિ, મનુષ્યત્વ. ક્ષેત્ર તે સાડા પચીશ આદેશ. અવસર્પિણી કાળનો ચોથો આરો વગેરે - ધર્મ પ્રાપ્તિ લક્ષણ. ભાવ-તે ધર્મશ્રવણ, તેની શ્રદ્ધા, ચારિત્રાવક કર્મના ક્ષયોપશમથી Εξ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ એકાંત હિતકારક વિરતિ લેવાનો ઉત્સાહ છે. આવી ક્ષણ-અવસર જાણીને ધર્મ કર. વળી સમ્યગ્દર્શન પ્રાપ્તિરૂપ બોધિ સુલભ નથી. એવું જિનેશ્વરે કહેલું જાણીને તેની પ્રાપ્તિ માટે તેને અનુરૂપ કાર્ય કર. જેણે ધર્મ કર્યો નથી તેવાને બોધિ દુર્લભ છે. કહ્યું છે કે - મળેલ બોધિમાં ધર્મ ન કરતાં ભાવિ બોધિની પ્રાર્થના કરે છે, તો તને પૂછું છું કે બીજી બોધિ કયા મૂલ્યથી મૂલવીશ ? આ પ્રમાણે ઉત્કૃષ્ટથી અર્ધ પુદ્ગલ પરાવર્ત પ્રમાણ કાળે ફરી બોધિ મળે છે, આવું જાણીને જ્ઞાનાદિ સહિત થઈ બોધિનું દુર્લભત્વ વિચારજે. અથવા કયિામ પાઠ છે - તેથી - ઉદયમાં આવેલા પરીષહોને સમતાથી સહન કરજે. આવું રાગદ્વેષને જિતનાર જિન ઋષભદેવે પોતાના પુત્રોને ઉદ્દેશીને કહ્યું, તથા અન્ય તીર્થંકરોએ પણ કહ્યું છે, તે કહે છે— હે સાધુઓ! સર્વજ્ઞ ભગવંત પોતાના શિષ્યોને કહે છે - પૂર્વે જે જિનેશ્વરો થયા અને ભાવિમાં થશે. તેઓ શોભનવતી છે, તેથી તેમનામાં સુવ્રતપણાથી જ જિનત્વ આવ્યું છે, તે બધાં જિનેશ્વરો. ઉક્ત ગુણોને કહેનારા છે, સર્વજ્ઞોમાં આ વિશે કોઈ મતભેદ નથી - તે બતાવ્યું છે. ઋષભદેવ કે વર્ધમાનસ્વામીના ધર્મને આચરનારા છે, તેથી કહ્યું કે - સમ્યગ્દર્શન જ્ઞાન ચાસ્ત્રિાત્મક એક જ મોક્ષમાર્ગ છે. - ૪ - - સૂત્ર-૧૬૩,૧૬૪ : ત્રિવિધ યોગથી પ્રાણીની હિંસા ન કરે. આત્મહિતમાં રહી અનિદાન બનીને સંવૃત્ત રહે. એ રીતે અનંત જીવ સિદ્ધ થયા છે - થાય છે - થશે. આ પ્રમાણે અનુત્તર જ્ઞાની, અનુત્તરદર્શી, અનુત્તર જ્ઞાનદર્શનધર, અર્હતુ, જ્ઞાતપુત્ર, વૈશાલિક, ભગવંત મહાવીરે કહ્યું - તે હું કહું છું. • વિવેચન-૧૬૩,૧૬૪ : મન, વચન, કાયાથી અથવા કરવા, કરાવવા, અનુમોદવા વડે દશવિધ પ્રાણને ધારણ કર્તા પ્રાણીને ન હણો. આ પ્રથમ મહાવ્રત છે, ઉપલક્ષણથી બીજા મહાવ્રતો પણ લેવા તથા આત્માનું હિત છે, જેને સ્વર્ગાદિની પ્રાપ્તિરૂપ ઇચ્છા નથી, તે અનિદાન છે. તથા ઇન્દ્રિય અને મનથી અથવા મન, વચન, કાયાથી સંવૃત્ત, ત્રણ ગુપ્તિ વડે ગુપ્ત છે. આવા ગુણવાળા અવશ્ય સિદ્ધિ-મોક્ષને પામે છે, તે દર્શાવે છે— પૂર્વોક્ત માર્ગના અનુષ્ઠાનથી અનંતા મનુષ્યો સર્વકર્મક્ષય કરી સિદ્ધ થયા છે અથવા સંવૃત્ત થઈ વિશિષ્ટ સ્થાનના ભાગી થયા છે તથા વર્તમાનકાળે યોગ્ય સમયે સિદ્ધ થાય છે, ભાવિમાં આ માર્ગે ચાલનારા જ સિદ્ધ થશે. બીજો કોઈ સિદ્ધિ માર્ગ નથી. આવું સુધર્માસ્વામી જંબૂસ્વામી આદિ પોતાના શિષ્યોને કહે છે - તે ઋષભસ્વામીએ પોતાના પુત્રોને ઉદ્દેશીને બતાવ્યું. આથી પ્રધાન બીજું કોઈ નથી માટે અનુત્તર છે. તેવા અનુત્તર જ્ઞાની, અનુત્તરદર્શી-સામાન્ય વિશેષ પરિચ્છેદક અવબોધ સ્વભાવ, આ રીતે બૌદ્ધ મતના નિરાસ દ્વારા જ્ઞાનાધાર રૂપ જીવ બતાવવા કહે છે - - અનુત્તર જ્ઞાનદર્શન ધર - કંઈક અંશે ભિન્ન જ્ઞાન દર્શન આધાર. મન્ સુરેન્દ્રાદિથી

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112