Book Title: Agam Satik Part 03 Suygadanga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૧/૨/૩/૧૫૧,૧૫૨
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧
હે બીકણ ! ગયેલું પાછું નથી આવતું. આ શરીર પુદ્ગલ સમૂહ માત્ર છે; જેટલો ઇન્દ્રિયોથી અનુભવાય તેટલો જ લોક પુરુષ છે, હે ભદ્રે ! બાકી બધાં શાસ્ત્રો મિથ્યા છે. • x • આ પ્રમાણે આ લોકના સુખાભિલાષી અને પરલોકને ગોપવનારા નાસ્તિકને ઉત્તર આપે છે
સૂત્ર-૧૫૩,૧૫૪ -
હે ધતુલ્ય પુરણ / તું સર્વોકત સિદ્ધાંતમાં શ્રદ્ધા કર, મોહનીય કર્મના પ્રભાવથી અંધ થયેલ દષ્ટિવા જ સિદ્ધાંતની શ્રદ્ધા ન કરે.
દુ:ખીજન વારંવાર મોહને વશ થાય છે, તેથી સાધુ નિંદા અને સ્તુતિથી દૂર રહે, જ્ઞાનાદિ સંપન્ન સાધુ બધાં પાણિને આત્મ સમ જુએ.
• વિવેચન-૧૫૩,૧૫૪ :
દેખે તે દેખતો, ન દેખે તે અંધ. આ અંધ સમાન અર્થાત કાર્ય-અનાર્યના વિવેકથી રહિત તે ધતુરા જાણવો. તેને ઉદ્દેશીને કહે છે - હે સંઘતુચી! તું પ્રત્યક્ષ એકલાને જ માને છે, તેથી કાર્ય-અનાર્યના વિવેકથી અજાણ છે. માટે તું સર્વાના આગમમાં કહેલને પ્રમાણ કર. કેમકે એકલા પ્રત્યક્ષને માનતા સમસ્ત વ્યવહાર વિલોપવાથી હણાયેલો છે, એ રીતે પિતાનો વ્યવહાર પણ સિદ્ધ થશે. હે અસર્વજ્ઞના દર્શનને માનનાર વાદી ! તું, સ્વયં અવગુદર્શી છે, તેવા દર્શનને પ્રમાણ કરવાથી કાર્ય-કાર્યના વિવેકરહિતપણાથી સર્વજ્ઞ વચનને નહીં આદરે તો અંધવત્ બનીશ.
- અથવા તું અદક્ષ-અનિપુણ હો કે દક્ષ-નિપુણ હો, જેવો-તેવા હો કે અચ દર્શનવાળો હો; તો પણ કેવળ-સર્વજ્ઞથી પ્રાપ્ત હિત વયનને માન. તેનો સાર એ કે - નિપુણ કે અનિપુણે સર્વજ્ઞના વચનને માનવું અથવા હે અદટ-અવ દર્શનવાળા ! તું અતીત, અનામત, સૂક્ષ્મપદાર્થોને દેખનારા જ્ઞાનીનું આગમ વચન માન. હે
પ્રદર્શન ! અસર્વજ્ઞ ઉક્ત શાસન અનુયાયી ! પોતાનો દાગ્રહ છોડી સર્વજ્ઞોકત માર્ગની શ્રદ્ધા કર. આવા જીવોનું દર્શન અતિશયથી વિરુદ્ધ છે, તેનો બોધ ટંકાઈ ગયો છે માટે તે સર્વજ્ઞના માર્ગમાં શ્રદ્ધા કરતો નથી.
તેનો બોધ શાથી ઢંકાયેલ છે ? મોહ કરાવે તે મોહનીય-મિથ્યા દર્શનાદિ કે જ્ઞાનાવરણીયાદિ સ્વકૃત કર્મો વડે ઢંકાયેલા દર્શનવાળા પ્રાણી સર્વજ્ઞ કથિત માર્ગની શ્રદ્ધા કરતા નથી, તેથી તેવાને પ્રેરણા કરે છે.
o અસાતા વેદનીયના ઉદયથી કે તેના કારણોથી દુ:ખી થઈ પ્રાણી વારંવાર મોહ પામે છે - સદ્ સિદ્ વિવેકહિત બને છે. અર્થાત દુ:ખને અનુભવતો મૂઢ બનીને ફરી પાપ કરી વારંવાર સંસારસાગરમાં અનંતકાળ ભમે છે. તેથી મોહ છોડીને સમ્યગ રીતે ઉત્થિત થઈ, તિરૂપ આત્મશ્લાઘા અને વસ્ત્રાદિ લામરૂપ પુજનને પરિહરે, એ રીતે વર્તતો સહિત કે જ્ઞાનાદિયુક્ત થઈને દીક્ષા લઈ; બીજા જીવોને સુખના વાંછક તથા દુ:ખના હેપી જાણીને-દરેકને પોતાના આત્મવતુ માની તે પ્રાણીને બચાવે.
• સૂઝ-૧૫૫,૧૫૬ :
ગૃહસ્થપણે રહીને, શ્રાવકધર્મ પાળીને ક્રમશઃ પ્રાણી હિંસાથી જે પુરુષ નિવૃત્ત થાય છે, સર્વ પ્રાણીમાં સમભાવ રાખે છે, તે સુવતી સ્વર્ગે જાય છે.
ભગવંતના આગમને સાંભળીને, તેમાં કહેલ સત્ય-સંયમમાં ઉધમી થવું. કોઈના પર મત્સર ન કરવો અને વિશુદ્ધ ભિક્ષા લાવી વિચરવું.
• વિવેચન-૧૫૫,૧૫૬ :| ગૃહવાસમાં રહેલ મનુષ્ય પણ આનુપૂર્વીએ ગુરુ પાસે ધર્મ શ્રવણ કરે, યથાશક્તિ આદર, સમ્યક્રતયા યતનાથી વર્તી જીવ-ઉપમર્દનથી દૂર રહે - શા માટે ? જે કારણથી પોતાને અને બીજાને સમાન માની યતિ અને ગૃહસ્થમાં સમભાવ રાખે અથવા જિનપ્રવચનાનુસાર એકેન્દ્રિયાદિમાં સમભાવ સખે, આ સમતા વડે ગૃહસ્થ પણ સુવતી થઈ દેવલોકે જાય, તો પછી મહાસત્તપણે પંચમહાવ્રતધારી સાધુ માટે તો કહેવું જ શું ?
વળી જ્ઞાન-ઐશ્વર્યયુક્ત સર્વજ્ઞની આજ્ઞા કે આગમને સાંભળીને તેમના આગમમાં કે તેમના કહેલ સંતપુરને હિતકારી સંયમમાં લઘુકર્મી બની, તેને પાળવામાં ઉધમ કરે. તે માટે સર્વત્ર મસર ત્યાગી, રાગ-દ્વેષ છોડી, ફોમ-વાસ્તુ-ઉપધિ-શરીરનું મમત્વ મકી સાધુ બનીને ૪૨-દોષરહિત આહાર લઈ ભિક્ષા વડે પોતાનો નિર્વાહ કરે. - વળી
• સૂઝ-૧૫૩,૧૫૮ :
ધમ ધાધું શણીને બળ-વીર્ય ગૌપવ્યા વિના સંવર કરે ગુપ્ત અને જ્ઞાનાદિ યુકત બની સદા યતના કરે, મોક્ષનો અભિલાષી થઈ વિચરે.
અજ્ઞાની જન ધન, પશુ અને જ્ઞાતિજનોને શરણ માને છે. તે માને છે કે તેઓ માત્ર છે, હું તેમનો છું, પણ વસ્તુત: તે ગાણ અને શરણ નથી.
• વિવેચન-૧૫૩,૧૫૮ :
આ હેય છે - ઉપાદેય છે, એમ જાણીને સર્વજ્ઞોક્ત સર્વસંવરરૂપ માર્ગનો આશ્રય લે. x • પરમાર્ચથી બીજા અર્થો અનર્થરૂપ જાણીને ધર્મને જ પ્રયોજનરૂપ માને તે ધમર્યાં. તે બળ-વીર્યને ગોપવે નહીં. તથા મન-વચન-કાયાથી ગુપ્ત અર્થાત્ સુપણિહિત યોગવાળા બને. જ્ઞાનાદિથી યુક્ત બની સર્વકાળ આત્મા તથા પરમાં સમભાવે વર્તે - કેવો બનીને ? પરમ એટલે ઉત્કૃષ્ટ અને ઉપાયત એટલે દીર્ધ. પસ્મ આયત એટલે મોક્ષ. તેનો અર્થી-અભિલાષી બનીને પૂર્વોક્ત વિશેષણથી વિશિષ્ટ બને - બીજી રીતે કહે છે
- ધન, ધાન્ય, સુવર્ણાદિ-વિત. હાથી, ઘોડા, ગાય આદિ પશુ. માતા, પિતા, પુત્ર આદિ સ્વજન. આ બધાનું શરણ અજ્ઞાની માને છે - તે બતાવે છે - આ વિત, પશુ, જ્ઞાતિ મારા ઉપયોગમાં આવશે, હું તેના અર્જન-પાલન અને સંરક્ષણાદિ વડે બીજા ઉપદ્રવ દર કરીશ, એવું તે જ્ઞાની માને છે પણ તે જાણતો નથી કે જેને માટે ધનને ઇચ્છે છે, તે શરીર અશાશ્વત છે. વળી - 8દ્ધિ સ્વભાવથી જ ચંચળ છે, રોગ અને વૃદ્ધત્વથી શરીર હણાયેલું છે, બંને જવાના સ્વભાવવાળા છે, તેનો સંબંધ કેટલો કાળ