Book Title: Agam Satik Part 03 Suygadanga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 33
________________ ૧/૧/૨/૩૩ થી ૩૬ [૩૬] અહિત આત્મા અને અહિત પ્રજ્ઞાનવાળો તે મૃગ કુટપાશ યુક્ત પ્રદેશમાં આવે છે અથવા કૂટપાશાદિમાં પોતાને પાડે છે ત્યાં પડેલો તે બંધાઈને ઘણી દુઃખી અવસ્થાને પામે છે. બંધનમાં વિનાશ પામે છે. ૫૧ આ દૃષ્ટાંત કહી સૂત્રકાર અજ્ઞાન વિષાક કહે છે. • સૂત્ર-૩૭ થી ૪૦ : આ પ્રમાણે કોઈ મિથ્યાર્દષ્ટિ, અનાર્ય શ્રમણ અશંકનીયમાં શંકા કરે છે અને શંકનીયમાં શંકા કરતા નથી...તે મૂઢ, વિવેકવિકલ, અજ્ઞાની ધર્મપજ્ઞાપનામાં શંકા કરે છે, પણ આરંભ કાર્યોમાં શંકા કરતા નથી...સમસ્ત લોભ, માન, માયા, ક્રોધનો નાશ કરીને જીવકર્મરહિત થાય છે, પણ મૃગ સમાન અજ્ઞાની આ અર્થનો સ્વીકાર કરતા નથી...જે મિથ્યાદષ્ટિ અનાર્યો આ અર્થને નથી જાણતા તેઓ પાશ-બદ્ધ મૃગની માફક અનંતવાર નષ્ટ થશે. • વિવેચન-૩૭ થી ૪૦ : [૩૭] જેમ અજ્ઞાનથી આવૃત્ત મૃગો અનેક અનર્થને પામે છે, તેમ જ પાખંડને આશ્રિત કોઈ મિથ્યાર્દષ્ટિ-અજ્ઞાનવાદી કે નિયતિવાદી તથા - ૪ - અજ્ઞાનતાથી અસત્ અનુષ્ઠાન કરનારા અનાર્યો અશંકનીય એવા સુધર્મના અનુષ્ઠાનાદિમાં શંકા લાવે, તથા બહુ દુઃખ આપનારા એકાંત પક્ષને માને છે તે અશંકી મૃગોની માફક મૂઢ ચિત્તવાળા થઈ એવો આરંભ કરે છે જે અનર્થને માટે થાય છે. હવે શંકનીય-અશંકનીયનો વિપર્યાસ બતાવે છે. [૩૮] ક્ષાંતિ આદિ દશ લક્ષણયુક્ત ધર્મની જે પ્રજ્ઞાપના તેમાં આ અસત્ ધર્મપ્રરૂપણા છે તેવી શંકા લાવે અને જે પાપ ઉપાદાનરૂપ સમારંભ છે તેમાં શંકા ન લાવે. તે કેવા? સહજ સત્ વિવેકરહિત અને સત્ શાસ્ત્રના બોધથી રહિત. આ અજ્ઞાનાવૃત્ત શું પ્રાપ્ત કરે ? [૩૯] જેનો આત્મા સર્વાત્મક છે તે લોભ, વ્યુત્કર્ષ એટલે માન, નૂમ એટલે માયા, અપ્રીતિક તે ક્રોધ એ ચારે કષાયોને દૂર કરીને મોહનીય કર્મરહિત થઈ છેવટે બધાં કર્મ ત્યાગી અકશ બને છે. તે અકર્માંશ વિશિષ્ટ જ્ઞાનથી થાય છે, પણ અજ્ઞાનથી ન થાય તે જ કહે છે કે જાણ્યા વિના તે મૃગ જેવો અજ્ઞાની મોક્ષને તજે છે અથવા વિભક્તિ પરિણામથી મોક્ષાર્થ થકી ભ્રષ્ટ થાય છે - અજ્ઞાનવાદીના દોષ– [૪૦] જે અજ્ઞાન પક્ષનો આશ્રય કરીને કર્મક્ષયનો ઉપાય જાણતા નથી પણ પોતાના અસત્ આગ્રહગ્રસ્ત થઈ મિથ્યાર્દષ્ટિ અનાર્યો એવા તે મૃગ માફક પાશમાં બંધાઈ વિનાશ પામે છે. અનંતવાર જન્મ-મરણના દુઃખ પામે છે. અજ્ઞાનવાદ પૂર્ણ થયો. પોતાના વચનથી બંધાયેલા વાદીઓ ન ચળે-તેનો મત કહે છે– • સૂત્ર-૪૧ - કેટલાંક બ્રાહ્મણ તથા પરિવાજક-શ્રમણ પોતાના જ્ઞાનને સત્ય કહે છે. [તેમના મતે] સંપૂર્ણ લોકમાં તેમના મતથી ભિન્ન પાણી છે, તે કંઈપણ જાણતા નથી. પર સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ • વિવેચન : કેટલાંક બ્રાહ્મણ તથા પરિવ્રાજકો, તેઓ બધા પરસ્પર વિરોધ વડે રહેલ છે, તે પોત-પોતાનું બોલે છે. તેમના માનેલા જ્ઞાનરૂપ તત્વો પરસ્પર વિરોધ વડે સત્ય ન હોય, તેથી અજ્ઞાન જ સારું છે. જ્ઞાનની કલ્પના વડે શું વિશેષ છે ? તેથી બતાવે છે કે - બધાં લોકમાં જે પ્રાણી છે, તે કંઈપણ સમ્યક્ જાણતા નથી - જો કે તેઓમાં ગુરુ પરંપરાથી જ્ઞાન આવેલ છે, તો પણ છિન્નમૂલત્વથી તે સાચું થતું નથી તે કહે છે— • સૂત્ર-૪૨,૪૩ - જેમ કોઈ મ્લેચ્છ, અમ્લેચ્છની વાત કરે છે, પણ તેના હેતુને જાણતા નથી. માત્ર તે કથિતનું અનુકથન કરે છે...એ રીતે અજ્ઞાની પોતપોતાના જ્ઞાનને કહેવા છતાં પણ નિશ્ચયાર્થને નથી જાણતાં. તેઓ મ્લેચ્છોની માફક અબૌધિકઅજ્ઞાની હોય છે. • વિવેચન-૪૨,૪૩ : [૪૨] જેમ આર્યભાષાથી અજાણ-મ્લેચ્છ, મ્લેચ્છ ભાષાને ન જાણતાં આર્યનું જે બોલેલું છે, તે બોલે છે પણ તેના સમ્યક્ અભિપ્રાયને નથી જાણતા કે કઈ અપેક્ષાએ તે કહેલ છે. તેના હેતુને ન જાણે, પણ કેવળ પરમાર્થ શૂન્ય બોલવાની નકલ કરે છે. તે રીતે [૪૩] જેમ મ્લેચ્છ અમ્લેચ્છના પરમાર્થને ન જાણે ફક્ત તેનું બોલેલું બોલે, તેમ અજ્ઞાની-સમ્યજ્ઞાન રહિત શ્રમણ બ્રાહ્મણો બોલવા છતાં પોત-પોતાના જ્ઞાનને પ્રમાણપણે પરસ્પર વિરુદ્ધ અર્થ બોલવાથી નિશ્વયાર્થને જાણતા નથી. તેથી પોતાના તીર્થંકરને સર્વજ્ઞપણે જાણીને તેમના ઉપદેશ વડે ક્રિયામાં પ્રવર્તે પણ સર્વજ્ઞની વિવક્ષા અર્વાક્ દર્શનવાળાથી ગ્રહણ કરવી શક્ય નથી. તેથી કહ્યું છે કે આ સર્વજ્ઞ છે તે - ૪ - ૪ - જ્ઞેય પદાર્થોના વિજ્ઞાનથીરહિત એવા પુરુષો કઈ રીતે જાણે? એ પ્રમાણે - x - ૪ - નિશ્ચય અર્થને ન જાણનારા મ્લેચ્છની માફક બીજાનું બોલેલું બોલે છે, પણ તેઓ બોધરહિત છે. તેથી અજ્ઞાન જ શ્રેય છે. આ પ્રમાણે જેમ જેમ જ્ઞાનની પ્રાપ્તિ થાય તેમ તેમ વધુ-વધુ દોષ સંભવે છે. તેથી કહે છે– જેમ જાણીને કોઈ બીજાના માથાને પગ અડાડે તો તે મહા અપરાધ છે, પણ ભૂલથી પગ અડે તો અપરાધ નથી. એ પ્રમાણે અજ્ઞાન જ મુખ્ય છે, જ્ઞાન નહીં. - હવે અજ્ઞાનવાદીના દૂષણ કહે છે– • સૂત્ર-૪૪ થી ૪૬ -- અજ્ઞાનિકોની મીમાંસા અજ્ઞાનમાં નિશ્ચય કરાવી શકતી નથી. તે પોતાને શિક્ષા દેવા સમર્થ નથી, તો બીજાને શિક્ષા કઈ રીતે આપી શકે? વનમાં કોઈ દિશામૂઢ મનુષ્ય, દિશામૂઢ નેતાને અનુસરે તો તે બંને રસ્તો નહીં જાણવાથી અસહ્ય શોકને પામે છે... જેમ અંધ બીજા અંધને માર્ગે દોરે તો માર્ગથી દૂર કે ઉત્પથમાં લઈ જશે અથવા અન્યત્ર જશે.

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112