Book Title: Agam Satik Part 03 Suygadanga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 44
________________ ૧/૨/૧/ભૂમિકા ૪ પ્રમાદ વર્જન કરવો તે બતાવ્યું. * અધ્યયન-૨ “વેતાલિય' ઉદ્દેશો-૧ ૬ o હવે સૂકાતુગમમાં અખલિતાદિ ગુણયુક્ત સૂત્ર કહે છે• સૂત્ર-૮૯,૦ - હે ભવ્યો, સમ્યગ બોધ પામો, કેમ બોધ પામતા નથી ? પરલોકમાં સંબોધિ દુર્લભ છે. વીતેલ રાત્રિ પાછી નથી આવતી, સંયમી જીવન ફરીથી મળવું સુલભ નથી...જેમ બાજ પક્ષી વિતરને ઉપાડી જાય છે, તેમ આ ક્ષય થતાં [જીવ-] તૂટી જાય છે. જુઓ બાહ્ય-વૃદ્ધ કે ગભવિસ્થામાં જ જીવન સુત થઈ જાય છે. • વિવેચન-૮૯,૯૦ : ભગવંત આદિનાથ ભરતે તિરસ્કારેલા પોતાના ૯૮ પુત્રોને ઉદ્દેશીને કહે છે અથવા સુર, અસુર, મનુષ્ય, તિર્યયને ઉદ્દેશીને બોલ્યા કે - તમે જ્ઞાન-દર્શન-ચારિત્ર લક્ષણ ધર્મમાં બોધ પામો કેમકે આવો મળેલો અવસર ફરી મળવો દુર્લભ છે. મનુષ્ય જન્મ, કર્મભૂમિ, આર્યદેશ, સાટુકૂળ, બધી ઇન્દ્રિયોની કુશળતા, શ્રવણ શ્રદ્ધાદિ મળવા છતાં પોતાની બુદ્ધિથી કેમ બોધ પામતા નથી ? આટલી સામગ્રી મળ્યા પછી તુ ભોગો ત્યાગી સદ્ધર્મમાં બોધ પામવો. નિર્વાણાદિ સુખ દેનાર મનુષ્યભવમાં જૈનધર્મ પામીને, વિષય ઇન્દ્રિયોનું ક્ષણિક-અશોભન કામસુખ ભોગવવું ઉચિત નથી. જેમ વૈડૂર્યાદિ રત્નો મળે તો કાચના કકડા લેવા ઉચિત નથી. જેમણે પૂર્વભવે ચા િનથી આરાધ્યતેમને સમ્યગુદર્શનાદિ પ્રાપ્તિરૂપ બોધિ પરલોકમાં નિશે દુર્લભ છે. કેમકે વિષયપ્રમાદ વશ એક વાર ધર્મ આચરણથી ભ્રષ્ટ ને અનંતકાળ સંસાર ભ્રમણ થાય છે. જે સમિઓ ગઈ છે, તે પાછી આવવાની નથી, ગયેલ જુવાની પાછી આવતી નથી. કરોડો ભવે દુર્લભ મનુષ્યવ પામીને મારે પ્રમાદ કેમ થાય? કેમકે ઇન્દ્રનું પણ ગયેલ આયુ ફરી આવતું નથી...સંસારમાં સંયમપ્રધાન જીવિત સુલભ નથી. અથવા તૂટેલ આયુ ફરી સંધાવું શક્ય નથી. સંબોધ [જાગવું) સુતેલાનું થાય છે. સુવાનું નિદ્રાના ઉદયથી થાય. નિદ્રા અને જાગવું તેના ચાર નિક્ષેપ છે. તેમાં નામ, સ્થાપનાને છોડીને દ્રવ્ય-ભાવ નિક્ષેપને નિર્યુક્તિકાર કહે છે [નિર-] આ ગાળામાં દ્રવ્યનિદ્રા અને ભાવ સંબોધ બતાવ્યો છે. આધત્ત ગ્રહણથી ભાવનિદ્રા, દ્રવ્યબોધ પણ સમજી લેવા. તેમાં દ્રવ્યનિદ્રા તે તે નિદ્રાનો અનુભવ છે, તે દર્શનાવરણીય કર્મોદય છે. ભાવનિદ્રા તે જ્ઞાન, દર્શન, ચારિત્ર શૂન્યતા છે. દ્રવ્ય બોધ તે દ્રવ્યનિદ્રામાં સુતેલાનું જાગવું અને ભાવબોધ તે દર્શન, જ્ઞાન, ચાસ્ત્રિ, તપ, સંયમ જાણવા. અહીં ભાવ બોધ અધિકાર છે. • x - | (સૂpકારશ્રી કહે છે-] ભગવંત સર્વ સંસારીનું સોપકમવથી અનિયત આયુ બતાવતા કહે છે - તમે જુઓ કે કેટલાંકનું બાળપણમાં જ મૃત્યુ થાય છે એ રીતે કેટલાંક વૃદ્ધત્વમાં, કેટલાંક ગર્ભમાં મરે છે. - X - X • બધી અવસ્થામાં પ્રાણી સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ પ્રાણોને તજે છે. જેમકે - ત્રણ પલ્યોપમ આયુવાળા પણ પતિ પામી અંતર્મુહૂર્તમાં કોઈ મરણ પામે છે. - x - જેમ બાજ પક્ષી તિતરને મારી નાંખે છે એમ મૃત્યુ પ્રાણીના પ્રાણોને હરે છે. ઉપક્રમના કારણે આયુનો ઉપક્રમ થાય છે તેના અભાવે આયુષ્યનો ક્ષય થતાં જીવોનું જીવન તુટે છે. - તથા - સૂઝ-૧,૨ - કોઈ માતા-પિતાના મોહમાં પડી સંસારમાં ભમે છે, તેવા જીવોને પરલોકમાં સુગતિ સુલભ નથી, માટે સુવતી આ ભયો જોઈને આભથી વિરમે. સંસારમાં જુદા જુદા સ્થાને રહેલ પ્રાણીઓ કર્મો વડે નકાદિ ગતિમાં જાય છે, પોતાના કર્મોનું ફળ ભોગવ્યા વિના છૂટકો નથી. • વિવેચન - કોઈ માતા-પિતાના મોહ અને સ્વજનના સ્નેહથી ધર્મમાં ઉધમ કરતા નથી, તે તે જ માતાપિતાને કારણે સંસારમાં ભમે છે. કહ્યું છે કે- આશ્ચર્ય છે કે ખલ એવા વિધાતાએ જીવોને લોઢા વિનાની માતા, પિતા, ઝ, પની, બંધુનામક સ્નેહની મોટી સાંકળે બાંધ્યા છે તેના સ્નેહાકુલિત માનસથી સ-રસ વિવેકરહિત થઈ સ્વજનના પોષણ માટે ગમે તેવું કૃત્ય કરવાથી અહીં સજ્જનો વડે નિંદાય છે, જન્માંતરે સદ્ગતિ સુલભ થતી નથી. માતાપિતામાં મોહિત મનવાળાને તેમના માટે કલેશ કરતાં અને વિષયસુખ લાલસાથી દુર્ગતિ જ થાય છે. આ પ્રમાણે દુર્ગતિના કારણો જાણીને સાવધ અનુષ્ઠાનથી અટકી શોભન વ્રતવાળા થવું અથવા પાઠાંતરથી સમાધિવાળા રહેવું. તેમ ન કરે તો પોતાના કલ્લા સાવધ અનુષ્ઠાનોથી પૃથ્વી પર જુદા જુદા સ્થાને તેઓ નકાદિમાં પોતાના કરેલ કર્મોથી અને ઈશ્વરાદિની પ્રેરણાથી નહીં, તે રીતે ભમશે. અથવા દુ:ખના હેતુરૂપ કર્મો જે નકાદિમાં જવા યોગ્ય છે, તેને અહીં એકઠાં કરે છે. આમ કહીને કર્મનો હેતુ તથા કર્તાનું સ્વરૂપ બતાવ્યું. આ બાંધેલા કર્મોના વિપાક ભોગવ્યા વિના તે છૂટતો નથી. એટલે કર્મના ઉદયે પ્રાણી તેને ભોગવીને કે તપ દ્વારા અથવા દીક્ષા લઈ ખપાવે છે, તે સિવાય ક દૂર થતાં નથી. - હવે બધાં સ્થાનોની અનિત્યતા બતાવે છે• સૂમ-૬૩,૬૪ - દેવ, ગંધર્વ, રાક્ષસ, અસુર, ભૂમિચર, સરિસૃપ અને રાજ, મનુષ્ય, શ્રેષ્ઠી, બ્રાહ્મણ, તે સર્વે દુઃખી થઈને પોતાના સ્થાનોથી મટે છે. જેમ તાલ-ફળ બંધન તૂટતાં નીચે પડે છે, તેમ કામભોગ અને સંબંધમાં વૃદ્ધ પ્રાણીઓ આયુનો અંત થતાં મૃત્યુ પામી કર્મસહિત જાય છે. • વિવેચન-૯૩,૯૪ : દેવો-જ્યોતિક, સૌધર્માદિ, ગંધર્વ અને રાક્ષસથી આઠે પ્રકારના વ્યંતરો, અસુર-દશ પ્રકારના ભવનપતિઓ, ભૂમિચર અને સરિસૃપાદિ તિર્યયો, રાજા-ચક્રવર્તી, બલદેવ, વાસુદેવાદિ, સામાન્ય મનુષ્યો, શ્રેષ્ઠીઓ, બ્રાહ્મણો આ બઘાં પોતાના સ્થાનોને

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112