Book Title: Agam Satik Part 03 Suygadanga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 47
________________ ૧/૨/૧/૧૦૭,૧૦૮ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ અમે તારા માટે અથવા પોષકના અભાવે અત્યંત દુ:ખી છીએ. તું તો બરોબર જોનારો-સૂમદર્શી છે, હોંશીયાર છે. માટે અમારું પોષણ કર અન્યથા પ્રવજયા લઈને તેં આ લોક બગાડ્યો છે, અમારું પાલન ન કરીને તું પરલોક પણ બગાડીશ. દુ:ખી સ્નેહીને પાળવાથી તને પુણ્ય થશે. • xx • એ રીતે તેમના દ્વારા ઉપસર્ગ પામીને કેટલાક કાયર આવું કરે કેટલાંક અલા સત્વવાળા સાધુ માતાપિતાદિથી ભરમાઈને સમ્યગ્ગદર્શનાદિ સિવાય શરીરાદિ બદું જુદું છે તે ન જાણવાથી અસંવૃત થઈ સારા અનુષ્ઠાનમાં મુંઝાય છે અને સંસાગમનના એક માત્ર હેતુભૂત અસંયમ, તેને અસંયતો ઉન્માર્ગમાં પ્રવૃત્ત થઈ - x + આદરે છે • x • અનાદિ ભવ અભ્યાસથી દુષેધ એવા વિષમયઅસંયમમાં વર્તે છે તેઓ આવા કર્મોમાં પુનઃ પ્રવૃત્ત થઈ ધૃષ્ટ બની પાપકર્મ કરતા લજાતા નથી. • સૂત્ર-૧૦૯,૧૧૦ - હે પંડિતા તેથી તમે રાગદ્વેષરહિત બની વિચારો, પાપથી વિરમો, શાંત થાઓ. વીર પુરુષો જ ધુવ એવા મહામારૂપ મોક્ષમાર્ગને પામે છે. મન, વચન, કાયાણી સંવૃત્ત કર્મવિદારણ માર્ગે પ્રવેશે છે. ધન, વજન અને આરંભનો ત્યાગ કરી, સુસંવૃત્ત થઈ વિચરે • તેમ હું કહું છું. • વિવેચન-૧૦૯,૧૧૦ - જે માતા-પિતાદિના મોહથી પાપકર્મમાં પ્રવૃત થાય, તે કર્મના વિપાક વિચારીને તું મુક્તિગમન યોગ્ય ભવ્ય બનીને કે રાગદ્વેષરહિત થઈ છે. તથા સત વિવેકયુક્ત બનીને અસત અનુષ્ઠાનરૂપ પાપકર્મથી નિવૃત્ત થઈ ક્રોધાદિત્યાગી શાંત થા તથા વિનયવાન, કર્મવિદારણ સમર્થ બની મહામાર્ગ એવા જ્ઞાનાદિ મોક્ષમાર્ગ તથા મોક્ષ પ્રતિ ધવ-નિર્દોષ જાણીને તે જ માર્ગ આદર, પણ અસતુ અનુષ્ઠાનવાળા નિર્લજ ન થવું. હવે ઉપદેશદાન પૂર્વક ઉપસંહાર કરે છે - કર્મ વિદારણ માર્ગમાં આવીને - x - મન-વચન-કાયાથી સંવૃત થઈ, દ્રવ્ય અને સ્વજનો અર્થે થતાં સાવધ આરંભ ત્યાગીને, ઇન્દ્રિયોને સંવરી, સંયમ અનુષ્ઠાનમાં વર્તે. - x • અધ્યયન-૨ “વેયાલીય” ઉદ્દેશા-૧નો | મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ • સૂઝ-૧૧૧,૧૧૨ - સર્ષ પોતાની કાંચળી છોડી દે, તેમ સાધુ કમરૂપી રજને છોડી દે. એમ જાણીને મુનિ મદ ન કરે, બીજાની નિંદા ન કરે કેમકે પરાનિંદા અશેયર છે. જે બીજાની અવજ્ઞા કરે છે, તે સંસારમાં ઘણું પરિભ્રમણ કરે છે, પણ સિંઘ પાપનું કારણ છે, એવું જાણીને મુનિ મદ ન કરે. • વિવેચન-૧૧૧,૧૧૨ : જેમ સાપ અવશ્ય ત્યાજ્ય કાંચળીને તજે છે, તેમ સાધુ આઠ પ્રકારની કર્મજ અકષાયી બની તજે છે. આ રીતે કપાયનો અભાવ જ કર્મ અભાવનું કારણ છે, આવું જાણીને કાલરાય વેદી મુનિ મદ ન કરે. મદના કારણ કહે છે - જેમકે કાશ્યપ ગોગાદિ. ગોગની માફક બીજા મદસ્થાનો ગ્રહણ કરવા. વિદ્વાનુ-વિવેકી સાધુ જાતિ, કુલ, લાભાદિથી મદ ન કરે. પોતે માત્ર મદ જ ન કરે પણ બીજાની દુશંછા પણ ન કરે તે કહે છે - પાપકારી પરનિંદા પણ ન કરવી, મુનિ મદ ન કરે - તે નિયુક્તિની બે ગાળામાં કહે છે. [નિ.૪૩,૪૪-] તપ, સંયમ, જ્ઞાનમાં પોતાને ઉત્તમ માનતા માન ઉત્પન્ન થાય, તે પણ મહામુનિઓએ ત્યાગવા યોગ્ય છે, તો પરનિંદાને ત્યાગવાનું તો પૂછવું શું ? મોક્ષગમન એક હેતુ તે નિર્જરાનો મદ પણ અરિહંતોએ નિષેધ્યો છે, તેથી જાતિ, કુળ આદિ મદોને ખાસ તજવા. હવે પરવિંદાના દોષ બતાવે છે . જે કોઈ અવિવેકી પોતાના સિવાય બીજા માણસનું અપમાન કરે છે, તે તે કૃત્યથી બાંધેલ કમોં વડે ચાર ગતિરૂપ સંસારમાં • x- અત્યર્થ મહાંત કાળ ભમે છે. પાઠાંતરમાં ઉત્તર શબ્દ પણ છે. • x • પરનિંદાથી સંસાર વધે છે, પરનિંદા દોષરૂપ જ છે. અથવા સ્વસ્થાનથી અધમ સ્થાને પાડનારી છે. તેમાં આ જન્મમાં સુધરનું દૃષ્ટાંત છે, પરલોક સંબંધમાં પુરોહિતનું દૃષ્ટાંત છે, જેનાથી શ્વાનાદિમાં તેની ઉત્પત્તિ થઈ. • x-x - પરિઝંદા દોષવાળી જાણી મુનિઓએ જાતિ આદિ મદ ન કરવો. • x • મદના અભાવે શું કરવું ? તે કહે છે– • સૂઝ-૧૧૩,૧૧૪ : ભલે કોઈ ચક્રવર્તી હોય કે દાસનો દાસ, પણ દીein ધારણ કરી છે, તેણે લજાનો ત્યાગ કરી સદા સમભાવથી વ્યવહાર કરવો. શ્રમણ સંયમમાં સ્થિત રહી સમતામાં ઉઘુક્ત થાય, સમાહિત પંડિત મૃત્યુકાળ પત્ત યાવત કથા મુજબ સંયમારાધન કરે. • વિવેચન-૧૧૩,૧૧૪ : સામાન્ય પુરપ તો ઠીક, પણ જેનો કોઈ નાયક નથી એવા સ્વયં પ્રભુ ચક્રવર્તી આદિ હોય અને નોકરનો નોકર હોય, આ બંને જેણે સંયમ-દીક્ષા અંગીકાર કરેલ હોય, તેઓ લજ્જા ન ધરતાં, ગર્વ કર્યા વિના પરસ્પર વંદન - પ્રતિવંદનાદિ ક્રિયા કરે અતિ ચક્રવર્તી પણ સાધુ થયા પછી પોતાના દાસ એવા સાધુને વંદન કરતા લજ્જા ન પામે, પણ સમભાવે વિયરે-સંયમમાં ઉધુત બને - હવે કયા લજ્જા-મદ ન અધ્યયન-૨ ઉદ્દેશો-૨ o પહેલા પછી હવે બીજો ઉદ્દેશો કહે છે - તેનો સંબંધ આ પ્રમાણે - પૂર્વ ઉદ્દેશામાં ભગવંતે પોતાના પુત્રને ધમદિશના કહી, અહીં પણ તે જ અધ્યયન અધિકાર છે. સૂરનો સૂત્ર સાથે સંબંધ-છેલ્લા સૂત્રમાં બાહ્ય દ્રવ્ય, સ્વજન, આરંભનો ત્યાગ કહ્યો. અહીં પણ “માન ત્યાગ’ અધિકાર છે. હવે સૂગ

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112