Book Title: Agam Satik Part 03 Suygadanga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 51
________________ ૧/૨/J૧૩૩,૩૪ ન જીતાય, પણ પોતે જીતે અને જીત્યા પછી તે એક-કલિ, બે-દ્વાપર, બણ-ગિક ના લેતાં ચોકડા-કડ વડે રમે છે તે રીતે - જેમ જુગારી જીત્યા પછી સર્વોત્તમ દીવ્ય ચતુકને જ ગ્રહણ કરે છે, તેમ મનુષ્યલોકમાં ગાયી અર્થાત્ સર્વજ્ઞ કહેલ આ ક્ષાંતિ આદિ લક્ષણ કે શ્રુત-ચારિત્ર નામક ધર્મથી ઉત્તર [અધિક] કોઈ ન હોવાથી અનુત્તર ધર્મ છે. તેને એકાંત હિતકારી અને સર્વોત્તમ માનીને આકાંક્ષા રહિત સ્વીકારે. વળી નિગમન માટે તે જ દૃષ્ટાંત બતાવે છે . જેમ કોઈ જુગારી એકાદિ છોડીને કૃતયુગચતુક લે છે, તેમ પંડિત સાધુ પણ ગૃહસ્થ, કુપવાની, પાસાદિનો ભાવ છોડીને સર્વોત્તમ ઘમને ગ્રહણ કરે, • સમ-૧૩૫,૧૩૬ : ગ્રામઘમ-મૈથુનસેવન મનુષ્યો માટે દુર્ભય છે, એવું મેં સાંભળેલ છે. તેનાથી નિવૃત્ત અને સંયમમાં પ્રવૃત્ત જ ભગવંત ઋષભના અનુયાયી છે. જે મહાન, મહર્ષિ, જ્ઞાતા મહાવીર દ્વારા કથિત ધર્મનું આચરણ કરે છે તેઓ જ ઉસ્થિત, સમુસ્થિત છે, એક-બીજાને ધર્મમાં પ્રવૃત્ત કરે છે. • વિવેચન-૧૩૫,૧૩૬ - દુ:ખે કરીને જીતાય તેથી પ્રધાન છે. કોનાથી ? બધાથી, પણ ઉપદેશ યોગ્ય માત્ર મનુષ્યો હોવાથી તેમને લીધા. - x• શું દુર્જય છે? ગ્રામધર્મશદાદિ વિષય કે મૈથુન, એવું સર્વજ્ઞ કહ્યું કે જે મેં પછી સાંભળ્યું છે. આ બધું પૂર્વે કહેલ કે હવે કહેવાનાર બધું આદિ તીર્થકર ઋષભદેવે પોતાના પુત્રોને કહ્યું જે પરંપરાએ સુધમસ્વિામી ગણધર સુધી કહેવાયું, તે મેં પણ સાંભળ્યું. માટે અનવધ છે. તેથી આ ઇન્દ્રિયોના દુર્જય વિષયોથી વિરત બની સમ્યક સંયમ પાળવા તૈયાર થયેલા છે. તેઓ કહષભદેવ કે વર્ધમાનસ્વામીના ધર્મને અનુસરનારા છે, તે જ તીર્થંકરપ્રણીત ધર્મના અનુષ્ઠાયી થાય છે . વળી . જે મનુષ્યો-ગ્રામધર્મ વિરતિ કે જેને જ્ઞાતપુત્ર, જ્ઞાન વડે મહાનું છે તેણે તથા અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગને સહેનાર મહર્ષિ વર્ધમાન સ્વામીએ કહ્યો છે - તે ધર્મને આદરશે, તે જ સંયમમાર્ગમાં ઉધત થયેલા, કુતીર્થી અને નિકૂવાદિને ત્યાગીને તથા કુમાર્ગ-દેશના ત્યાગ વડે ઉત્થિત જાણવા. પણ કુપાવચનિક જમાલિ આદિને ન લેવા. ઉપર બતાવેલા ચણોદ્ધ ધર્મ અનુષ્ઠાથી પરસ્પરથી ધર્મ આશ્રીને અથવા ધર્મથી પતિત થતો હોય તેને પ્રેરણા કરીને સારા ધર્મમાં જોડે. • સત્ર-૧૩,૧૩૮ - પહેલાં ભોગવેલાં શબ્દાદિ વિષયોનું સ્મરણ ન કરવું. કર્મોને નિવારણ ઇચ્છા કરવી, જે વિષયો પતિ આસક્ત નથી, તે સમાધિને જાણે છે. સંયત પુરષ ‘કાથિક', “પ્રાનિક’ અને ‘સંપસાક’ ન બને, અનુત્તર ધર્મને જાણીને કોઈ વસ્તુ પર મમતા ન કરે. • વિવેચન-૧૩,૧૩૮ :દુર્ગતિ કે સંસાર પ્રતિ જીવોને જે નમાવે છે તે પ્રણામક શબ્દાદિ વિષયો જે ૮૮ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ પૂર્વે ભોગવેલ છે, તેનું સ્મરણ ન કર, તે સ્મરણ મહા અનર્થને માટે થાય છે, તથા ન ભોગવેલા વિષયની આકાંક્ષા ન કર. વારંવાર ચારિત્રને યોગ્ય અનુષ્ઠાન કર. શા માટે ? દુર્ગતિ તરફ જીવને લઈ જાય તે ઉપધિ એટલે માયા કે આઠ પ્રકારના કર્મ, તેને હણવા તૈયાર થજે. તથા જે દુષ્ટ ધર્મ પ્રતિ લીન છે, કુમાર્ગ અનુષ્ઠાયી છે, તે અન્યતીથિ અથવા ઉપતાપકારી જે શબ્દાદિ વિષયો છે, તેમાં મહાસત્વવાળી સાધુ નમી જતા નથી. તેનું આચરણ કરનારા થતાં નથી, પણ સન્માર્ગ અનુષ્ઠાયી, ધર્મધ્યાન રત રહે છે. દીક્ષિત-સાધુએ ગૌચરી વખતે કથા ન કરવી અથવા ધર્મવિરુદ્ધ, નિંદા કરનારી કે સ્ત્રી આદિ કથા ન કરવી તથા રાજાદિના નિમિતિયા રૂપે કે દર્પણાદિ પ્રશ્ન નિમિત્તરૂપ પ્રાનિક ન થવું તથા વૃષ્ટિ, ધન આદિ કથાના સંપસાસ્ક ન થવું. અનુત્તર શ્રુત, ચામિ ધર્મ સમજીને વિકથા અને નિમિત્તનો ત્યાગ કરી સમ્યક્ ક્રિયાવાનું બનેતે બતાવે છે-સંયમ અનુષ્ઠાનની ક્રિયા કરનાર તે કૃતક્રિય છે, તેવો સાધુ-આ મારું છે અને હું તેનો સ્વામી છું એવો પરિગ્રહ-આગ્રહી ન બને. • સૂત્ર-૧૩૯,૧૪o - મુનિ માયા, લોભ, માન અને ક્રોધ ન કરે જેણે કર્મોનો નાશ કરી, સંયમનું સારી રીતે સેવન કરેલ છે, તેમનો જ સુવિવેક જગતમાં પ્રસિદ્ધ છે. મુનિ અનાસકત, સ્વહિત, સુસંવૃત, ધમથિી, તપમાં પરાક્રમી અને સંયત ઈન્દ્રિય થઈને વિચરે કેમકે આત્મહિત દુઃખથી પ્રાપ્ત થાય છે. • વિવેચન-૧૩૯,૧૪o : ‘છત્ર' એટલે માયા, કેમકે પોતાના અભિપ્રાયને ઢાંકે છે, તે માયા ન કરવી બધાથી પ્રશંસાય-બધા તેનો એક સરખો આદર કરે તે પ્રશસ્ય એટલે લોભ, તે ન કરવો જાતિ આદિ મદ સ્થાનોથી ખેંચે તે ઉત્કર્ષ એટલે માન, તે ન કરવું. - x - મુખ, દૃષ્ટિ, ભ્રકુટી વિકારથી પ્રકાશમાં આવે તે ક્રોધ, તે સાધુ ન કરે. તે કષાયોનો જે મહાત્માએ ત્યાગ કર્યો છે, તે જ ધર્મ પ્રતિ પ્રણત છે. અથવા તે જ સત્પયોનો વિવેક પરિજ્ઞાનરૂપે પ્રસિદ્ધિ પામ્યો છે. તેઓ જ ધર્મમાં પ્રણત છે કે જે મહાસવી પુરષોએ આઠ પ્રકારનાં કર્મ ધોનાર સંયમાનુષ્ઠાનને સેવેલ છે અથવા જે સદનુષ્ઠાયીએ -x - કર્મનો નાશ કર્યો છે તેમને ધર્મમાં પ્રણત જાણવા. જેનાથી લેપાય તે સ્નેહ, તે સ્નેહરહિત અર્થાત્ સર્વત્ર મમવરહિત. અથવા પરીષહ-ઉપસર્ગથી ન હણાય તે અનિહ અર્થાતુ ઉપસર્ગોથી અપરાજિત. પાઠાંતરમાં ‘અUTદ' છે. એટલે ‘અનઘ’-નિરવધ અનુષ્ઠાયી. હિત સાથે વર્તે તે સહિત અથવા જ્ઞાનાદિ યુક્ત. સ્વહિત કે આત્મહિત સદનુષ્ઠાન પ્રવૃતિથી થાય, તે બતાવે છે - સુસંવૃત્ત તે ઇન્દ્રિય અને મનથી આકાંક્ષા રહિત બને. • x - શ્રુત ચાસ્ત્રિરૂપ - X • ધર્મનો અર્થી બને કેમકે સજ્જનો તે ધર્મને જ વાંછે છે તથા તપમાં પરાક્રમી બની સંયમાનુષ્ઠાન કરે, તે સંયત ઇન્દ્રિય છે. કેમકે આત્મહિત તો સંસારમાં ભટકતા ધર્મ

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112