Book Title: Agam Satik Part 03 Suygadanga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 49
________________ ૧/૨/ર/૧૧૯,૧૨૦ • વિવેચન-૧૧૯,૧૨૦ : શ્રત અને સાત્રિ ધર્મનો પાર પામનારો-સિદ્ધાંત પારગામી કે સમ્યક ચારિત્ર અનુષ્ઠાયી છે. ચાત્રિને આશ્રીને કહે છે - સાવધ અનુષ્ઠાનના અભાવરૂપે સ્થિત છે મુનિ છે. જે પાપારંભને નથી છોડતા તે અધર્મી છે. તેઓ મરણ સમયે કે દુ:ખ આવતા શોક કરે છે. અથવા ઇષ્ટ વ્યક્તિના મરણમાં કે ધન નાશ થતાં તે મારા હતા કે હું તે ધનનો માલિક હતો એમ શોક કરે છે. આવી રીતે વિલાપ કરવા છતાં પોતાના આત્મા સમાન ગણી ગ્રહણ કરેલ પરિગ્રહ-સોનું, ચાંદી આદિ કે ઇટ સ્વજનાદિ નષ્ટ કે મૃત થતાં પાછા મળતા નથી. અથવા ધર્મના પાણ મતિ આભથી દૂર થયેલ હોય, તેને માતા-પિતાદિ | મળતા નેહાળ બનીને તેને પાછો મેળવવા વિલાપ કરે છે, તો પણ તે આભાર્થી સાધુને ગૃહસ્થપણે બનાવી શકતા નથી. અહીં નાગાર્જુનીયા કહે છે - તે મુનિને આવેલા સાંભલી કેટલાંક સંસારી સગાં તેને ઉત્તમ ધર્મમાં વિપ્ત કરવા તૈયાર થાય તો પણ પંડિત સાધુ તેમના ફંદામાં ન ફસાય. આ જ લોકમાં સુવર્ણ, સ્વજનાદિ દુ:ખદાયી છે તે વિદ્વાને જાણવું જોઈએ. તે કહે છે - ધન મેળવવામાં દુ:ખ, પછી રક્ષણમાં દુ:ખ, આવક અને ખર્ચમાં દુ:ખ છે. આવા દુ:ખભાજન ધનને ધિક્કાર છે. વળી કહે છે - નિર્મળ પાણી, કોમળ ઘાસ અને ચાટવી સમીપ શાંત ઝાડીમાં રહેવાનું છતાં સ્વકુળને છોડીને હાથણીના વશમાં જઈ દુખ આવતા શા માટે છે છે? કેમકે સ્નેહ એ અનર્થ પરંપરાનું મુખ્ય બંધન છે. આ લોક માફક પરલોકમાં પણ દુઃખ છે, પરિગ્રહ-મમત્વથી બંધાયેલ કર્મથી દુ:ખ ભોગવે છે • x - કદાચ ધન-સ્વજન મળી જાય તો પણ તે નાશ થવાના સ્વભાવવાળું છે, એમ જાણીને કયો વિદ્વાન્ ગૃહવાસમાં રહે અથવા ગૃહ પાસમાં બંધાય? કહ્યું છે કે - સ્ત્રી પરિભવકારા છે, બંધુજન બંધન છે, વિષયો વિષ છે. છતાં લોકોને આ કેવો મોહ છે ? શત્રુને મિત્ર માને છે. • સૂત્ર-૧૨૧,૧૨૨ - સંસારી સાથેનો પરિચય મહાન કીચડ છે, તેમ જાણીને વંદન-પૂજન પ્રાપ્ત થતાં દુરદ્ધર એવા સૂક્ષ્મ શરારૂપ ગર્વ ન કરતાં તે વિદ્વાન મુનિ ગૃહસ્થ પરિચયનો ત્યાગ કરે..સાધુ એકલા વિચરે, એકલા કાયોત્સર્ગ કરે, એકલા શસ્યા સેવે અને ધર્મધ્યાન કરે, તપમાં પરાક્રમ કરે તેમજ મન-વરીનનું ગોપન કરે. • વિવેચન-૧૨૧,૧૨૨ : સંસારીઓને દુ:ખથી ત્યજાય તેવા હોવાથી મહાનું અથવા સંરંભથી પરિગોષણા થાય તે પરિગોપ-દ્રવ્યથી કાદવ આદિ અને ભાવથી રોગ છે. તેનું સ્વરૂપ કે વિપાક જાણીને જે દીક્ષા લે, તેને રાજા આદિ કાયા વડે વંદન અને વસ્ત્ર, પગાદિથી પૂજન કરે તો પણ આ લોકમાં કે ભગવંતની આજ્ઞામાં રહેલ મુનિ તેને કર્મ ઉપશમનું ફળ છે તેમ જાણી ગર્વ ન કરે. કેમકે ગર્વ એ સૂક્ષ્મ શલ્ય છે, જે દુ:ખેથી ઉદ્ધરી શકાય છે. માટે સ0-ચાર વિવેકનો જ્ઞાતા ગૃહસ્થના પરિચયનો ત્યાગ કરે. સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ અહીં નાગાર્જનીયા કહે છે કે - સ્વાધ્યાય, ધ્યાન તત્પર, એકાંતસ્પૃહા હિત સાધુને જે બીજા વડે વંદન, પૂજનાદિ થાય તે સદનુષ્ઠાન કે સુગતિમાં મહાન વિદના છે • x • તે જાણીને તથા સૂક્ષ્મ શરા દુરદ્ધર હોવાથી તેને પણ પંડિત સાધુ દૂર કરે. તે દૂર કરવાનો ઉપાય બતાવે છે– એકલા દ્રવ્યથી એકલવિહારી, ભાવથી રાગદ્વેષરહિત થઈ વિચરે. તથા એકલા જ કાયોત્સર્ગ કરે, ગદ્વેષરહિત થઈ આસને બેસે - સુવે, ધર્મધ્યાનાદિ યુકત રહે અર્થાતુ બધી અવસ્થામાં - ચારિત્રપાલન, સ્થાન, આસન, શયનાદિમાં રાગદ્વેષરહિત સમતાવાળો જ થાય. તથા ભિક્ષાથી નિર્વાહ કરનાર તથા યથાશક્તિ તપ કરનારો થાય. સારી રીતે વિચારીને બોલનારો તથા [અધ્યાત્મ મન વડે સંવૃત ભિક્ષુ થાય. - વળી - • સૂઝ-૧૨૩,૧૨૪ - સાધુ શુન્ય ઘરનું દ્વાર ન ખોલે, ન બંધ કરે, કોઈ પૂછે તો ઉત્તર આપે નહીં, ઘરનું પરિમાર્જન ન કરે, ન તૃણ સંથારો કરે...જ્યાં સુપ્તિ થાય ત્યાં રોકાઈ જાય, સમ-વિષમ પરીષહો સહન કરે. ત્યાં રહેલ મુનિ ‘ચક’ કે ‘મૈરવ' કે “સરીસૃપ” [ના પરીષહ સહન કરd] ત્યાં જ રહે. • વિવેચન-૧૨૩,૧૨૪ : કોઈ સાધુ શયનાદિ નિમિતે શૂન્યગૃહમાં રહે તો ત્યાં બારણાને ન ખોલે - ન બંધ કરે - ન હલાવે. ત્યાં રહેતા કે બીજે સ્થાને, કોઈ ધર્મ કે માર્ગ પૂછે તો સાવધ ભાષા ન બોલે અને આભિગ્રહિક જિનકલ્પિકાદિ નિરવધ ભાષા પણ ન બોલે. વૃણા કે કચરો બહાર ન કાઢે, અભિગ્રહિક હોય તો સૂવા માટે ઘાસનો સંથારો પણ ન કરે, તો કંબલાદિની વાત જ ક્યાં રહી? બીજા સાધુ પોલું ઘાસ પણ ન પાથરે. વિહાર કરતા જ્યાં સૂર્યાસ્ત થાય ત્યાં જ કાયાન્સ રહે. સમુદ્રમાંથી મગર અાદિ ઉપસર્ગ કરે તો આકૂળ ન થાય, અનુકૂળ-પ્રતિકૂળ શયન, આસન હોય તો યથાવસ્થિત સંસાર સ્વભાવ જાણનાર મુનિ તેને રાગદ્વેષરહિત થઈ સહન કરે. તે શૂન્યગૃહાદિમાં રહેલ સાધુ દંશમશકાદિ કે સિંહાદિ કે સરીસૃપ હોય તો તેના ઉપસર્ગો પણ સારી રીતે સહન કરે. હવે ત્રણ પ્રકારના ઉપગ સહન કરવાનું બતાવે છે સુઝ-૧૫,૧૨૬ - શૂન્યગૃહમાં સ્થિત મહામુનિ તિર્યચ, મનુષ્ય, દેવસંબંધી ત્રિવિધ ઉપસર્ગો સહન કરે, પણ ભયથી રોમાંચિત ન થાય...તે ભિક્ષુ જીવનની આકાંક્ષા ન કરે, પૂજનનો પ્રાણી ન બને. શૂન્યગૃહમાં રહેતા ભિક્ષુ ભયંકર ઉપસM સહન કરવાને અભ્યસ્ત થઈ જાય છે. • વિવેચન-૧૫,૧૨૬ - સિંહ, વાઘ આદિ તિર્યચકૃત, મનુષ્યકૃત, અનુકૂળ-પ્રતિકૂળ અર્થાત્ સકાર પુરસ્કાર-દંડ શાતનાદિ જાનિત, વ્યંતરાદિ એ હાસ્ય-દ્વેષથી કરેલ એ ત્રણે પ્રકારના ઉપસર્ગો સાધુ નિર્વિકારપણે સહે, તે બતાવે છે - ભયથી રુંવાડું પણ ન ફસ્કે અથવા

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112