Book Title: Agam Satik Part 03 Suygadanga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 42
________________ ૧/૧/૪/૮૨,૮૩ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ વ્યય-ધ્રૌવ્ય યુક્તત્વથી નિર્વિભાગ જ પ્રવર્તે છે. અન્યથા આકાશના કમળ માફક વસ્તુ પોતાનું વસ્તુપણું છોડી દે. તથા અંતવાળો લોક સાતદ્વીપવાળો માનેલો છે, • x • તે વ્યર્થ છે. તેના ગ્રાહક પ્રમાણના અભાવે પ્રેક્ષાપૂર્વક વિચારનારા તમારી વાત નહીં માને. પુનીયાને લોક નથી તે કથન પણ ખોટું છે, શું પણ હોવા માત્રથી વિશિષ્ટ લોકની પ્રાપ્તિ થાય ? કે તે જીવના ઉત્તમ કૃત્યોથી થાય? જો સંતાનથી જ સ્વર્ગ માનો તો ભૂંડ માત્ર સ્વર્ગે જાય. * * બે પુત્ર હોય, તેમાં એકે સારું અનુષ્ઠાન કર્યું અને બીજાને ખરાબ કર્યું તો તે બાપની શી દશા થાય? - ૪ - તથા ‘શાન’ યક્ષ છે, તે યુતિ-વિરોધી વચન છે. ‘અપરિમાણને જાણે' કહ્યું, તે પણ ખોટું છે. જો અપરિમિત જ્ઞાન છતાં તે સર્વજ્ઞ ન હોય તો હેય-ઉપાદેય ઉપદેશ દાનના વિકલપણાથી તેને બુદ્ધિવાનો ન સ્વીકારે. વળી કીટક સંખ્યા પરિજ્ઞાન અન્યત્ર પણ અજ્ઞાન હશે તેવી શંકા જન્માવે છે. • x - એ સર્વ રીતે સર્વાપણું ઇચ્છવા યોગ્ય છે. તથા તમે કહ્યું સ્વાપ-બ્બોધ-વિભાગથી પરિમિત જાણે, આ બાબત સર્વજન સામાન્ય હોવાથી કંઈ વિશેષ નથી. • x - સર્વચા બધા જગતની ઉત્પત્તિ અને પાછો વિનાશ થાય તેવું નથી. કેમકે “આવું ગત કદાપી ન હતું” એ વચન પ્રસિદ્ધ છે. આ પ્રમાણે અનંત આદિ લોકવાદને પરિહરીને જેવું હોય તેવો લોક પાછલી અડધી ગાથા વડે કહે છે– જે કોઈ બસ કે સ્થાવર આ સંસારમાં સ્વકર્મ પરિણતિ અનુસાર રહે છે, તે પર્યાય અને વ્યભિચારી પર્યાય વડે સ્વકર્મ પરિણતિથી ત્રસ જીવ સ્થાવરરૂપે, સ્થાવર જીવો ત્રસરૂપે પણ ઉત્પન્ન થાય છે, તો કોઈ ત્રણ ત્રસરૂપે જ અને સ્થાવર-સ્થાવરરૂપે જ ઉત્પન્ન થાય છે, પણ જેવો આ ભવમાં છે, તેવો જ બીજા ભવમાં થાય એવો નિયમ નથી. - દૃષ્ટાંત કહે છે • સૂત્ર-૮૪,૮૫ - દારિક શરીરવાળા પ્રાણી ગર્ભ આદિ અવસ્થાઓથી ભિન્ન ભાલ, કુમાર આદિ અવસ્થા પ્રાપ્ત કરે છે. બધાંને દુઃખ અપિય છે, માટે કોઈની હિંસા ન કરવી. જ્ઞાની હોવાનો સાર એ છે કે કોઈની હિંસા ન કરે અને સમતા એ જ અહિંસા છે, તે જાણવું જોઈએ. • વિવેચન-૮૪,૮૫ - ઔદારિક પ્રાણી સમૂહની ચેષ્ટા તે ‘કાન નાત નો.' દારિક શરીરી પ્રાણીની પૂર્વાવસ્થા ગર્ભ-કલલ-અબુદરૂપ હોય, તેથી વિપર્યાયભૂત તે બાળ-કુમારચૌવનાદિ છે અર્થાત્ ઔદારિક શરીરી મનુષ્યાદિ બાળ, કુમાર આદિ કાલાદિ કૃત અવસ્થા વિશેષ જુદી જુદી રીતે પ્રત્યક્ષ દેખાય છે. પણ પૂર્વે હોય તેવો સર્વદા ન રહે. એમ બધાં સ્થાવર, બસ માટે જાણવું. વળી બધાં પ્રાણીઓ શરીર, મન આદિના દુઃખથી આક્રાંત થઈને જુદી જુદી અવસ્થાને પામે છે, તેથી સર્વે પ્રાણીઓ ન મરે તેમ મનુષ્ય આચરવું અથવા બધાં પ્રાણીને દુ:ખ અપ્રિય અને સુખ પ્રિય છે, તેથી બધાને દુ:ખ ન દેવું એ પ્રમાણે ઉપદેશ પણ આયો. શા માટે જીવોને ન હણવા ? - જ્ઞાની અર્થાત્ વિશિષ્ટ વિવેકવાનો ન્યાય છે કે કોઈ સ્થાવર કે બસ પ્રાણીને દુ:ખ ન દેવું. ઉપલક્ષણથી જાણવું કે - જૂઠું ન બોલવું, ચોરી ન કરવી, અન્ના ન સેવવું, પરિગ્રહ ન રાખવો, રાત્રિભોજન ન કરવું. આ બધું જ્ઞાનીનું કર્તવ્ય સમજીને આશ્રવકર્મમાં ન પ્રવર્તે. વળી અહિંસા વડે સમતાને આ રીતે જાણે - જેમ મને મારું મરણ અને દુ:ખ અપ્રિય છે, તેમ બીજા પ્રાણીને પણ છે, તેથી જ્ઞાની સાધુઓ પ્રાણિમાને પરિતાપના અપદ્રાવણાદિ દુ:ખ ન દેવું. - મૂલગુણ કહ્યા હવે ઉત્તગુણ કહે છે– • સૂત્ર-૮૬ થી ૮૮ - તે સાધુ સમાચારીમાં સ્થિત રહે, ગૃદ્ધિ રહિત બને, આત્માનું સંરક્ષણ કરે. ચય, આસન, શય્યા, આહાર, પાણીમાં સદા ઉપયોગ રાખે. ઈ-આદાનનિક્ષેપ-એષા સમિતિ, આ ત્રણે સ્થાનોમાં મુનિ સતત સંયમ રાખે ક્રોધ-માન-માયા-લોભનો ત્યાગ કરે. સાધુ સમિતિથી યુકત, પાંચ સંવરથી સંવૃત્ત, ગૃહસ્થોમાં આસક્તિ ન રાખનાર; મોક્ષપ્રાપ્તિ સુધી સંયમનું પાલન કરે - એમ હું કહું છું. • વિવેચન-૮૬ થી ૮૮ : અનેક પ્રકારે દશવિધ ચકવાલ સામાચારીમાં સ્થિત, આહારાદિમાં વૃદ્ધિ ન રાખનાર સાધુ -x - મોક્ષ પામે છે. તેના કારણ જ્ઞાન, દર્શન, ચારિત્ર એ ત્રણેને સારી રીતે રક્ષે - પાળે, તે ત્રણેની વૃદ્ધિ થાય તેમ કરે. તે ચારિત્ર કઈ રીતે પાળે - તે કહે છે : ચર્ચા અર્થાત્ ગમન-પ્રયોજન હોય તો જ યુગ માત્ર દૈષ્ટિએ ચાલે તથા સુપચુપેક્ષિત સુપમાર્જિત આસને બેસવું તથા શય્યા એટલે વસતિ કે સંથારો જોઈપૂજીને સ્થાનાદિ કરે તથા ગોચરી, પાણીમાં સમ્યક્ ઉપયોગવાળા થવું અર્થાતુ - ઈય, ભાષા, એષણા, આદાનનિક્ષેપ, પારિઠાપના સમિતિમાં ઉપયોગપણે રહેવું. * * * વળી ચાાિની શુદ્ધિ માટે ગુણોનો અધિકાર કહે છે - ઉક્ત ત્રણ સ્થાન - ૧, ઇર્ષા સમિતિ, ૨. આસન, શસ્યા વડે આદાન-ભાંડ મમ નિક્ષેપણા સમિતિ, 3, ભક્ત પાન એષણા સમિતિ, તથા ગૌચરી જતા બોલવાની સંભાવનાથી ભાષા સમિતિ કહી. આહાર કરતા ઉચ્ચાર-પ્રસવણ સંભવ હોવાથી પારિઠાપના સમિતિ લીધી. આ ત્રણે સ્થાને સમ્યગુ ચાલનાર તે સંયત, મોક્ષને માટે વર્તે તથા નિરંતર સમ્યક યથાવસ્થિત ત્રણ જગતનો જાણકાર હોય. આત્માને અહંકાર થાય તે માન, આત્મા કે ચાગ્નિને બાળે તે ક્રોધ, ગહન-માયા, • x • સંસારમાં જીવોને મધ્યમાં આવે તે લોભ. આ ચારે કષાયોના વિપાકોને મુનિ જાણે, આત્માથી તેને જુદો કરે. આગમમાં - x • ક્રોધ પહેલાં છે, અહીં માન કેમ પહેલા લીધું ?- માન હોય

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112