Book Title: Agam Satik Part 03 Suygadanga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 40
________________ ૧/૧/૩/૭૨,૭૩ ૬૫ પોતાના અનુષ્ઠાન-દીક્ષા, ગૂચરણ સેવાદિમાં જ સર્વથા સંસાર પ્રપંચરહિત થવાનું બોલનારા કહે છે કે અન્ય કોઈ રીતે સિદ્ધિ ન થાય. શૈવદીક્ષાથી જ મોક્ષ થાય, એક દંડી ૨૫-તત્વના જ્ઞાનથી મોક્ષ માને છે, વેદાંતિકો ધ્યાનાદિથી મોક્ષ માને છે. બીજા પણ પોતાના મંતવ્યથી મોક્ષ માને છે - x - જ્યાં સુધી સિદ્ધિ પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી અહીં જ સંસારમાં અમારા મત મુજબના અનુષ્ઠાન કરવાથી ઐશ્વર્યનો સદ્ભાવ થાય છે તે કહે છે - ઇન્દ્રિય કબ્જો રાખનાર તે વશવર્તી. તે સંસારી શોભા વડે પરાભવ ન પામે. - X - તેના સર્વે મનોરથો સિદ્ધ થાય છે. - ૪ - ૪ - એ રીતે ઉક્ત આઠ ગુણ ઐશ્વર્યવાળી સિદ્ધિ અમારા અનુષ્ઠાનથી આ લોકમાં થાય અને મોક્ષરૂપ સિદ્ધિ પરભવે થાય તે બતાવે છે– • સૂત્ર-૭૪,૭૫ ઃ કોઈ વાદી કહે છે - [અમારા મતનું અનુષ્ઠાન કરનાર) સિદ્ધ અને નિરોગી થઈ જાય છે, તેઓ સિદ્ધિને મુખ્ય માનીને પોતાના દર્શનમાં ગ્રથિત છે. તે અસંવૃત્ત મનુષ્ય અનાદિ સંસારમાં વારંવાર ભમે છે અને લાંબા કાળ સુધી આસુર અને કિલ્બિર્ષિક સ્થાનોમાં જાય છે - તેમ હું કહું છું. • વિવેચન : ઉક્ત વાદીઓનું અનુષ્ઠાન કરનારને આ જન્મમાં ઐશ્વર્યરૂપ સિદ્ધિ પામીને પછી વિશિષ્ટ સમાધિયોગથી શરીર ત્યાગ કરીને સર્વદ્વંદ્વરહિત થઈ રોગરહિત થાય છે. શરીર-મનના અભાવે કોઈ દુઃખ પામતા નથી. આ લોકમાં કે સિદ્ધિના વિચારમાં શૈવ આદિએ કહેલું છે, તે શૈવ આદિ મુક્તિને જ આગળ કરીને પોતાના મતમાં ક્ત બનીને અનુકૂળ યુક્તિનું પ્રતિપાદન કરે છે. તે શાસ્ત્રબોધરહિત સામાન્ય પુરુષ પોતાનું ઇચ્છિત સાધવાને યુક્તિ બતાવે છે. એ રીતે પોતાને પંડિત માનતા, પરમાર્થથી અજ્ઞાન સ્વઆગ્રહ સાધક યુક્તિ બતાવે છે. - X - X - હવે તેમના અનર્થને બતાવવા સાથે દૂષણો કહે છે - તે પાખંડીઓ મોક્ષની વાંછાવાળા છતાં ઇન્દ્રિય અને મનથી અસંયત બની, તેમાં પણ લાભ છે એમ બતાવી વિષય ભોગ કરે છે. એ રીતે મુક્તિ બતાવે છે. આ રીતે ભોળા લોકોને ઠગીને અનાદિ સંસાર કાંતારમાં ભમશે. સ્વ દુશ્ર્ચયસ્ત્રિથી કર્મ જાળમાં બંધાઈને નકાદિ પીડા સ્થાનમાં ઉત્પન્ન થશે. ઇન્દ્રિય કાબૂ રહિતતાથી અશેષ દ્વન્દ્વ વિનાશરૂપ સિદ્ધિ નહીં પામે. જે અણિમાદિ સિદ્ધિ બતાવી છે, તે પણ - ૪ - દંભ માત્ર છે. તેઓની બાલતપ-અનુષ્ઠાનાદિથી સ્વર્ગ પ્રાપ્તિ બતાવી તે પણ એવી જ છે, તેઓ દીર્ધકાળ સુધી અસુરકુમાર આદિમાં - ૪ - તથા કિલ્બિષિક-નોકર જેવા અલ્પ ઋદ્ધિ, અલ્પભોગવાળા - ૪ - દેવ થાયછે. - તેમ હું કહું છું. 3/5 અધ્યયન-૧ સમય'' ઉદ્દેશા-૩નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ૬૬ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ અધ્યયન-૧, ઉદ્દેશો-૪ ૦ ત્રીજો ઉદ્દેશો કહ્યો, હવે ચોથો કહે છે, તેનો સંબંધ-પૂર્વ ઉદ્દેશામાં સ્વસમયપરસમય અધિકાર કહ્યો, અહીં પણ તે જ કહે છે. અથવા પૂર્વે અન્યતીર્થિકના કુત્સિત આચાર કહ્યા, તે જ કહે છે. - ૪ - x + • સૂત્ર-૭૬,૭૭ : હે શિષ્ય ! [પરીષહ-ઉપસર્ગથી જિતાયેલા આ જ્ઞાની પોતાને પંડિત માને છે, તે [વારે] શરણરૂપ નથી. તે પૂર્વ સંયોગને છોડ્યા પછી પણ ગૃહસ્થ કર્તવ્યના ઉપદેશક છે..વિદ્વાન ભિક્ષુ તેમને જાણીને તેમાં મૂર્છા ન કરે. પણ અભિમાન અને આસક્તિ રહિત થઈ મુનિ માધ્યસ્થભાવથી વિચરે. • વિવેચન : અનંતર સૂત્ર સાથેનો સંબંધ - પૂર્વ સૂત્રમાં કહ્યું કે - અન્યતીર્થિકો અસુરસ્થાનમાં કિલ્બિર્ષિક થાય. શા માટે ? કેમકે તેઓ પરીષહ-ઉપસર્ગોથી જિતાયેલા છે. પરંપર સૂત્ર સંબંધ - આરંભે કહ્યું કે કર્મ કેમ બંધાય અને તુટે તે જાણે, જેમકે - આ પંચભૂતાદિ વાદીઓ અને ગોશાલકમતાનુયાયી પરીષહ-ઉપસર્ગથી અને કામ, ક્રોધ, લોભ, માન, મોહ, મદ એ છ શત્રુથી જિતાયેલા છે, ઇત્યાદિ. આ સૂત્રની વ્યાખ્યા - પંચભૂત આદિ - ૪ - વાદીઓ રાગદ્વેષથી હણાયેલા, શબ્દાદિ વિષયમાં ક્ત, પ્રબળ-મહામોહોત્ય અજ્ઞાનથી હે શિષ્ય! તેઓ બાળક જેવા, વિવેકહીન, વ્યર્થ બોલનારા આ અન્યતીર્થિકો અસમ્યગ્ ઉપદેશથી કોઈને શરણ યોગ્ય થવા સમર્થ નથી. તથા તેઓ સ્વયં અજ્ઞાની હોવાથી બીજાને પણ મુગ્ધ કરે છે. તેઓ પોતાને પંડિત માને છે. બીજા પાઠ મુજબ અજ્ઞાનમાં રાચી સીદાય છે. દુઃખમાં રહેલા તે બીજાના રક્ષણને માટે થતાં નથી. - ૪ - પૂર્વના ધન, ધાન્ય, સ્વજનાદિ ગૃહસ્થ સંયોગોનો ત્યાગ કરીને અમે નિઃસંગ થઈ દીક્ષા લીધી છે એમ કહેનારા ફરી આરંભ, પરીગ્રહમાં આસક્ત બની ગૃહસ્થના પચન-પાયન આદિ જીવઘાતના કૃત્યો કરે છે અને તેનો જ ઉપદેશ આપે છે અથવા સાવધ અનુષ્ઠાનરૂપ સંરંભ, સમારંભ, આરંભનો ઉપદેશ આપી; દીક્ષિત હોવા છતાં ગૃહસ્થી જુદા પડતા નથી. - ૪ - ૪ - આવા તીર્થિકો પ્રતિ ભિક્ષુનું કર્તવ્ય બતાવે છે - તે પાખંડિકને અસત્ ઉપદેશદાનાભિરત જાણીને સમજવું કે આ મિથ્યાત્વથી હણાયેલા ચિત્તવાળા, વિવેકશૂન્ય પોતાનું કે બીજાનું હિત પણ કરવા સમર્થ નથી, એમ વિચારીને ભાવભિક્ષુ, સંયત વિદિત વેધ તેમનામાં આરાક્તિ ન કરે. તેઓની સાથે સંપર્ક પણ ન કરે. - ૪ - આઠ મદના સ્થાનમાં ક્યાંય અહંકાર ન કરે. અતીર્થિક, ગૃહસ્થ કે પાસસ્થાદિ સાથે સંબંધ છોડીને રાગદ્વેષના મધ્યમાં રહીને મુનિ ત્રણ જગા જ્ઞાતા થઈ આત્માનો નિર્વાહ કરે અર્થાત્ તેવા સાથે સંબંધ થાય તો અહંકાર ત્યાગી - ૪ - તેમની નિંદા ન કરીને પોતાની પ્રશંસા ત્યાગી મુનિએ આત્મામાં સ્થિર થવું. તે અન્યતીર્થિઓ રક્ષણને માટે કેમ થતાં નથી, તે કહે છે

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112