Book Title: Agam Satik Part 03 Suygadanga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 36
________________ ૧/૧/૨/૫૫ દ્વેષરહિત ખાવા છતાં તે સંયત છે [કર્મથી લેપાતો નથી તેમ ગૃહસ્થ કે ભિક્ષુ શુદ્ધ આશયથી માંસ ખાવા છતાં પાપકર્મોથી લેપાતો નથી. જેમ પિતા પુત્રને રાગદ્વેષરહિત મારે તો કર્મબંધ ન થાય તેમ રાગદ્વેષરહિત મનથી પ્રાણિવધ થવા છતાં બીજાને કર્મબંધ ન થાય. • સૂત્ર-૫૬ થી ૫૯ : [અન્યતીર્થીનું ઉકત પ્શન ખોટું છે કેમકે જે મનથી રાગ-દ્વેષ કરે છે, તેનું મન શુદ્ધ નથી હોતું અને અશુદ્ધ મનવાળા સંવરમાં પ્રવૃત્તિ ન કરે. પૂર્વોક્ત અન્ય દર્શનીઓ સુખભોગ અને મોટાઈમાં આસક્ત થઈ રહ્યા છે તથા પોતાના દર્શનને જ શરણરૂપ માની પાપકર્મને સેવે છે. ૫૭ જેમ કોઈ જન્માંધ પુરુષ છિદ્રવાળી નૌકા પર આરૂઢ થઈને પાર જવા ઇચ્છે તો પણ તે વચ્ચે જ ડૂબી જાય છે...તેમ મિથ્યાર્દષ્ટિ, અનાર્ય શ્રમણ સંસાર પાર જવાને ઇચ્છે તો પણ તે સંસારમાં ભમે છે . તેમ હું કહું છું. • વિવેચન : જે કંઈક નિમિત્તથી મનથી દ્વેષ કરે તે વધ પરિણતને શુદ્ધ ચિત્ત હોતું નથી, તેથી પૂર્વવાદી જે કહે છે કે માત્ર મનના દ્વેષથી કર્મબંધ ન થાય તે અસત્ય છે. મન અશુદ્ધ હોવાથી તે સંવૃત્તયારી નથી. વળી તેમણે જે કહ્યું છે કે કર્મબંધમાં મન પ્રધાન કારણ છે અને તેમણે જ મનરહિત કેવલ કાયાથી કર્મબંધ કહ્યો. પણ જેના છતાં પણામાં સિદ્ધ થાય તે પ્રધાન કારણ હોવાથી તેના અભાવમાં સિદ્ધ ન થાય. - ૪ - x - વળી તેઓ જ કહે છે કે ભાવશુદ્ધિથી નિર્વાણ થાય, તેનાથી મનનું એકલાનું જ પ્રધાનપણું સિદ્ધ થાય છે. બીજે પણ કહ્યું છે કે - રાગ આદિ કલેશથી વાસિત મન છે, તે જ સંસાર છે, તેનાથી મુક્ત [આત્મા] તે ભવાંત કહેવાય છે. બીજા પણ કહે છે કે - “હે વૈભવી મન ! તને નમસ્કાર છે, કેમકે સમાન પુરુષપણામાં એકમાં તું શુભ અંશે, બીજામાં અશુભ અંશે તું પરિણમે છે. તારે લીધે કેટલાંક નકમાં ગયા અને કેટલાંક - x - મોક્ષમાં ગયા. તેથી જૈનાચાર્ય કહે છે કે તમારા મતે જ ક્લિષ્ટ મન પ્રવૃત્તિ કર્મબંધને માટે થાય છે. વળી ઇર્યાપથમાં અનુપયોગ થતાં વ્યગ્ર ચિત્તથી કર્મબંધ થાય જ અને ઉપયોગપૂર્વક અપ્રમત્ત રહેતા કર્મબંધ ન થાય. તેથી જ કહ્યું છે કે ચાલવા માટે ઇસિમિતિવાળો પગ ઉંચો કરે, તે સમયે પોતાના મોતે આવેલ કોઈ જીવ મરે, તો તે મુનિને તે નિમિત્તે સૂક્ષ્મ પણ કર્મબંધ થતો નથી તેમ સિદ્ધાંતમાં કહ્યું છે, કેમકે તે શુદ્ધ ભાવે ચાલનાર છે. સ્વપ્ન સંબંધી પણ અશુદ્ધ ચિત્તવાળાને અલ્પ બંધ થાય છે એવું તમે અવ્યક્ત સાવધથી સ્વીકાર્યું છે, તે જ પ્રમાણે એકલા ક્લિષ્ટ મનથી કર્મબંધનો સદ્ભાવ હોવાથી તમે કહેલ પ્રાણી, પ્રાણીજ્ઞાન બધું રદ થાય છે. વળી તમે “પિતા-પુત્રને હણે’ ઇત્યાદિ કહ્યું, તે પણ વણવિચાર્યુ જ છે. કેમકે “મારું” એવા ચિત પરિણામ વિના કોઈ મારતું નથી, આવી ચિત્તની પરિણતિ છતાં અક્લિષ્ટતા કઈ રીતે માનો છો? સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ ચિતક્લેશથી અવશ્ય કર્મબંધ છે. તે આપણે બંનેને સંમત છે. વળી બીજાનું મારેલું માંસ - ૪ - ખાતાં પણ અનુમોદન તો થાય જ છે, તેથી કર્મબંધ થવાનો છે. અન્યમતવાળા પણ આ વિષયમાં કહે છે કે - અનુમોદક, મારક, કહેનાર આદિ ઘાતક છે. પ વળી કૃત, કારિત, અનુમોદિત રૂપ આદાન ત્રય છે તેમ તેમનું કહેવું જૈન મતના અંશના આસ્વાદરૂપ જ છે. આ રીતે કર્મ ચતુષ્ટયનું ઉપયય ન થાય, એવું કહેનારા વાદી કર્મ ચિંતાથી નષ્ટ થાય છે. હવે તે ક્રિયાવાદીની અનર્થ પરંપરા બતાવે છે - “પૂર્વોક્ત ચારથી કર્મ ન બંધાય' એમ માનનારા વાદીઓ સુખશીલતામાં આસક્ત, જે મળે તે ખાનારા, અમારો મત સંસાર તવામાં સમર્થ શરણ છે તેમ માનતા વિપરીત અનુષ્ઠાન કરી પાપ કરે છે. એ પ્રમાણે વ્રતોને ગ્રહણ કરવા છતાં તે સામાન્ય ગૃહસ્થ જેવા જ છે. આ અર્થ બતાવનાર દૃષ્ટાંત કહે છે - છિદ્રવાળી નાવમાં બેસનાર અંધ પાર જવાને ઇચ્છે તો તે નાવના કાણામાંથી પાણી આવતા મધ્યે જ ડૂબી જાય છે અને મરણ પામે છે, હવે દૃષ્ટાંતનો અર્થ કહે છે જેમ અંધ કાણી નાવમાં બેસી પાર પામતો નથી, તેમ શાક્યાદિ શ્રમણો, મિથ્યાર્દષ્ટિઓ તથા માંસ ભોજન અનુમોદક અનાર્યો સ્વદર્શનના રાગથી મોક્ષે જવા ઇચ્છે તો પણ ચતુર્વિધ કર્મચયનો અભાવ સ્વીકારવા સંસારની ચાર ગતિમાં ભ્રમણ કરે છે. વારંવાર તેમાં જ જન્મ, જરાદિ કલેશ ભોગવતા અનંતકાળ રહેશે, પણ મોક્ષ નહીં પામે. તેમ હું કહું છું. અધ્યયન-૧ 'સમય'ના ઉદ્દેશા-નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિત અનુવાદ પૂર્ણ અધ્યયન-૧ ઉદ્દેશો-૩ ૦ બીજા ઉદ્દેશા પછી ત્રીજાનો આરંભ કરે છે. તેનો સંબંધ આ પ્રમાણે - અધ્યયન અધિકાર જૈન સિદ્ધાંત અને પરમતની પ્રરૂપણા છે. પહેલા બે ઉદ્દેશામાં તે કર્યુ, અહીં પણ એ જ કરે છે અથવા પહેલા બે ઉદ્દેશામાં કુદૃષ્ટિઓ અને તેના દોષ બતાવ્યા, અહીં પણ તેમનો આચારદોષ બતાવે છે. આ સંબંધે આવેલા ઉદ્દેશાનું સૂત્ર કહે છે. • સૂત્ર-૬૦ થી ૬૩ શ્રદ્ધાળુ ગૃહસ્થે આગંતુક મુનિને માટે બનાવેલ આહાર-આધાકર્મી આહારસાધુ હજાર ઘરના આંતરેથી લાવીને ખાય, તો તે ગૃહસ્થ અને સાધુ એ બંને પક્ષોનું સેવન કરે છે... તે એકોવિદ ભિક્ષુ આ વિષમતાને નથી જાણતા પાણીના પૂરમાં વિશાળ મત્સ્ય પણ તણાઈને કિનારે આવી જાય છે...પાણીના પ્રભાવથી કિનારે આવેલા તે પૂર ઓસરી જતાં માંસભક્ષી ઢંક-કૈંક પક્ષી દ્વારા દુઃખી થાય

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112