Book Title: Agam Satik Part 03 Suygadanga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 34
________________ ૧/૧/૨/૪૪ થી ૪૬ ૫૪ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ • વિવેચન : જેનામાં જ્ઞાન નથી તે અજ્ઞાની. -x- અજ્ઞાનીઓમાં જ્ઞાન જ શ્રેય છે એવું બોલનારા તે વાદીનો આ વિચાર કે મિમાંસા -x - અજ્ઞાન વિષયમાં અવતરતી નથી, યોજતી નથી. આવી મિમાંસા સત્ય છે કે અસત્ય ? “જેમ જ્ઞાન જ શ્રેય છે. જેમ જેમ જ્ઞાનાતિશય તેમ તેમ દોષનો અતિરેક” એવી જેની મિમાંસા છે તેઓ બોધ પામતા નથી. કેમકે આવી વિચારણા તે જ્ઞાનરૂપ છે વળી તે અજ્ઞાનવાદી પોતાના પ્રધાન અજ્ઞાનવાદને બીજાને બતાવવા સમર્થ નથી. કેમકે પોતે અજ્ઞાનનો પક્ષ લીધો છે, પોતે અજ્ઞાન હોય તો બીજાને જ્ઞાનમાર્ગ કઈ રીતે બતાવે? વળી તમે છિન્નમૂલવ તથા મ્લેચ્છ અનુભાષણ આદિ દૃષ્ટાંતો આપો છો તે પણ નકામા છે. કેમકે અનુભાષણ પણ જ્ઞાન વિના ન થાય. વળી પારકાની યિતવૃત્તિ સમજવી દુર્લભ હોવાથી અજ્ઞાન જ શ્રેય છે, તે બોલવું પણ ખોટું છે કેમકે તમે અજ્ઞાનને જ શ્રેય માનીને પનો ઉપદેશ આપો ત્યારે પરના જ્ઞાનને સ્વીકારો જ છો. * * * * * આ રીતે અજ્ઞાની આત્માને અને પરને બોધ આપવા સમર્થ નથી. વનમાં જેમ કોઈ મૂઢ પ્રાણી દિશા ભૂલી જાય, તે બીજા એવા જ મૂઢ નેતાને અનુસરે ત્યારે બંને સમ્યગુ જ્ઞાનમાં નિપુણ ન હોવાથી નિશ્ચયથી અસહ્ય ગહન શોકમાં ડુબે છે. કેમકે બંને અજ્ઞાની છે. આ પ્રમાણે તે અજ્ઞાનવાદી પોતાનાં માનિ સારો અને પર મતને ખરાબ માનીને પોતે મૂઢ હોવા છતાં બીજાને પણ ફસાવે છે. જેમ અંધ પોતે બીજા અંધને રસ્તે લઈ જતાં બીજે રસ્તે ચડી જાય, વળે રસ્તે દોરે અથવા ઉત્પથે ચડી જાય પણ યોગ્ય સ્થાન ન પામે. • સૂત્ર-૪૭,૪૮ : આ પ્રમાણે કોઈ મોક્ષાર્થી કહે છે . અમે ધમરાધક છીએ, પણ તેઓ અધર્મન જ આચરણ કરે છે. તેઓ સરળ માર્ગે ચાલતા નથી...કોઈ કોઈ વિતકને લીધે જ્ઞાનવાદીની સેવા કરતા નથી, તેઓ પોતાના વિતર્કોને લઈને અજ્ઞાનવાદ જ સરળ માર્ગ છે તેવું માને છે. • વિવેચન - એ પ્રમાણે ભાવમૂઢ-ભાવ અંધ આજીવિકા મતવાળા વગેરે મોક્ષ કે સદ્ધર્મના અર્થી પોતે સારા ધર્મના આરાધક થવા દીક્ષા લેવા છતાં પૃથ્વી, પાણી, વનસ્પતિ આદિ કાયોનું ઉપમર્દન કરી પચન-પાયનાદિ ક્રિયામાં પ્રવૃત્ત થઈ પોતે તેવા અનુષ્ઠાન કરે છે અને બીજાને પણ ઉપદેશ આપે છે. જેનાથી મોક્ષ પ્રાપ્તિથી ભ્રષ્ટ થાય છે. અથવા મોક્ષનો અભાવ તો દૂર રહ્યો પણ આરંભ કરીને પાપ ઉપાર્જન કરે છે. -x - તેઓને બીજા અનર્થો સંભવે છે. - x - આ પ્રમાણે અસત્ અનુષ્ઠાનથી આજીવિકાદિ ગોશાલક મતાનુસાર અજ્ઞાનવાદમાં પ્રવૃત્ત તેઓ સર્વ પ્રકારે વિવક્ષિત મોક્ષ ગમનમાં હજુ એટલે સરળ માર્ગ એવા સંયમ કે સદ્ધર્મને પામતા નથી અથવા સર્વક તે સત્ય, તેને તે અજ્ઞાનથી અંધ જ્ઞાનના વિરોધી ન બતાવે. આ જ્ઞાનવાદીના ૬૩ ભેદો કહે છે - જીવ, અજીવ આદિ નવ dવો. સત્, અસત, સદસત, અવક્તવ્યસદવક્તવ્ય, અસરવક્તવ્ય, સદસરવક્તવ્ય તે સાત ભેદો વડે નવતત્વને જાણવાનું શક્ય નથી અને જાણવાથી કંઈ લાભ નથી - તે આ પ્રમાણે ભાવવા-જીવ છે એ કોણ જાણે છે ? તે જાણવાથી શું લાભ ? જીવનથી એ કોણ જાણે છે ? તે જાણવાથી શો લાભ? એ પ્રમાણે અજીવાદીમાં પણ લેવું. ઇત્યાદિ પૂર્વના ૬૩ ભેદમાં પાછલા ચાર ઉમેરવાથી ૬૩ ભેદ થાય છે. તે ચાર ભાવ આ પ્રમાણે - વિધમાન ભાવની ઉત્પત્તિ કોણ જાણે છે ? તે જાણવાથી શું લાભ ? એ પ્રમાણે અસતી સદ્ગત્ય વક્તવ્યા ભાવોની ઉત્પત્તિને કોણ જાણે છે ? અથવા તે જાણવાથી શું લાભ છે ? તેમાં “જીવ છે તેમ કોણ જાણે છે ?' એનો પરમાર્થ આ છે - કોઈને એવું વિશિષ્ટ જ્ઞાન નથી કે જે અતીન્દ્રિય જીવાદિ પદાર્થોને સાક્ષાત જાણે - X - X - ઇત્યાદિ. તેથી અજ્ઞાન જ શ્રેષ્ઠ છે. એિમ તેઓ કહે છે.] આ પ્રમાણે પર્વોક્ત અજ્ઞાનવાદીઓ વિતર્કો વડે પોતાની માનેલી અસતું કલાના વડે અન્ય આરંતુ આદિ જ્ઞાનવાદીઓને માનતા નથી અને પોતાના મંતવ્યમાં લીન બનીને અમે જ તવજ્ઞાની છીએ બીજા કોઈ નથી, એ રીતે બીજાને માનતા નથી તથા પોતાના વિતર્કોથી અમારો અજ્ઞાનમાર્ગ જ શ્રેષ્ઠ છે, નિર્દોષ હોવાથી સ્પષ્ટ છે, બીજા દ્વારા ખંડન ન થાય તેવો છે, ગુણકારક છે એવા વચનો બોલે છે. કેમકે તેઓ દુમતિવાળા છે - હવે જ્ઞાનવાદી આ અજ્ઞાનવાદના અનર્થો કહે છે • સૂત્ર-૪૯ : આ પ્રમાણે તર્ક દ્વારા આ મતને મોક્ષપદ સિદ્ધ કરdf ધર્મ, અધર્મને ન જણનાર અજ્ઞાનવાદી પાંજરાના પક્ષી માફક દુઃખને નિવારી શકતા નથી. • વિવેચન : એ પ્રમાણે પોતાના વિકલ્પો વડે ક્ષાંતિ આદિ ધર્મ અને જીવના ઉપમદનરૂપ પાપને જાણવામાં અનિપુણ દુ:ખ અથવા દુ:ખના હેતુરૂપ મિથ્યાત્વાદિ વડે બંધાતું કમી તોડવા અસમર્થ છે. અહીં દષ્ટાંત કહે છે. જેમ પાંજરામાં રહેલ પક્ષી પાંજરુ તોડવામાં • પાંજરાના બંધનથી પોતાને મુક્ત કરવામાં સમર્થ નથી, તેમ અજ્ઞાનવાદી પણ સંસારરૂપી પાંજરામાંથી પોતાને મુક્ત કરવા સમર્થ નથી. હવે સામાન્યથી એકાંતવાદી મતના દૂષણો કહે છે• સૂમ-૫૦ - પોત-પોતાના મતની પ્રશંસા અને બીજાના વચનોની નિંદા કરતાં જે અન્યતીર્થિકો પોતાનું પાંડિત્ય દેખાડે છે, તે સંસારે જ ભમે છે. વિવેચન : પોત-પોતાના દર્શન-મતને પ્રશંસતા કે સમર્થન કરતા તથા પરમતને નિંદતા સાંખ્યમતવાળા બધાંનો પ્રગટ કે છુપો ભાવ કહે છે, તે ક્ષણિક વાદ તથા નિરવયા વિનશ્વર માનનાર બૌદ્ધ મતનું ખંડન કરે છે. બૌદ્ધો પણ સાંખ્યવાદીની - x - નિત્યતામાં દોષ કાઢે છે. એ પ્રમાણે બીજા વાદી પણ કરે છે. એ રીતે એકાંતવાદીઓ

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112