Book Title: Agam Satik Part 03 Suygadanga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 27
________________ ૧/૧/૧/૩ so અમૂર્ત હોવાથી આકાશની માફક તેનું નિક્રિયપણું છે. તથા કહ્યું છે કે આત્મા અકત, નિર્ગુણ, ભોક્તા છે. એમ સાંખ્ય મતમાં કહ્યું છે. આ પ્રમાણે આત્મા અકારક છે. તે સાંખ્યમતવાળા તેનાથી પણ વિશેષ ધૃષ્ટતા ધરીને વારંવાર કહે છે. પ્રકૃતિ કરે છે તે પુરુષ ભોગવે છે. બુદ્ધિથી નિશ્ચય કરાયેલો અર્થ પુરષ સમજે છે. આ અકાકવાદીનો મત છે. હવે તે જીવ-શરીર અને કાકવાદી મતનું ખંડન કરે છે– સૂઝ-૧૪ - જે લોકો આત્માને આકdf કહે છે, તેમના મતે આ લોક કઈ રીતે સિદ્ધ થશે ? તે પ્રમત્ત અને આરંભમાં આસકત લોકો એક અજ્ઞાન અંધકારમાંથી બીજ અજ્ઞાનઅંધકારમાં જાય છે. • વિવેચન : હવે પૂર્વોક્ત તે જીવ - તે શરીરવાદી, ભૂતોથી અવ્યતિક્તિ આત્મા એ મતનું નિરાકરણ કરે છે તેઓ કહે છે . “શરીચી આત્મા ભિન્ન નથી’ એ અયોગ્ય છે, કેમકે તેનું સાધક પ્રમાણ છે, તે આ પ્રમાણે - [વૃત્તિનો સાર રજૂ કરેલ છે—| જેનો આકાર પ્રતિનિયત છે, તેનો કત વિધમાન છે. જેમકે ઘડો, તેનો કd કુંભાર છે. જેનો મત અવિધમાન છે, તેનો આકાર પ્રતિનિયત નથી. જેમકે આકાશ, દંડ, ચક વગેરેનો અધિષ્ઠાતા છે અને અધિષ્ઠાતા સિવાય કરણપણાની ઉપપત્તિ નથી. ઇન્દ્રિયોનો અધિષ્ઠાતા આભ છે, તે આત્મા ઇન્દ્રિયોથી જુદો છે. વળી જ્યાં જ્યાં આદાન-આદેયા સદ્ભાવ ત્યાં ત્યાં વિધમાન આદાતા [ગ્રાહક] જણાય છે. જેમકે - સાણસો અને લોઢાનો પિંડ, એ બંનેથી જુદો “લુહાર' છે. તેમ ઈન્દ્રિયો એ કરણ છે, તેના વડે વિષયોનો ગ્રાહક તે તેનાથી ભિન્ન આત્મા છે. વિધમાન ભોગવવા યોગ્ય શરીર છે. વળી તમે “સત્વો ઉપપાતિક નથી” એમ કહો છો, તે પણ અયુક્ત છે કેમકે તે જ દિવસે જન્મેલો બાળક સ્તનપાન કરવાને ઇચ્છે છે - X - તે બાળક જ્યાં સુધી. સ્તનનો નિશ્ચય ન કરે ત્યાં સુધી રોવાનું છોડતો નથી, પછી સ્તનમાં મુખ લગાડે છે, તેથી સિદ્ધ થાય છે કે બાળકમાં વિજ્ઞાન છે, તે અન્ય વિજ્ઞાનપૂર્વક છે અને તે વિજ્ઞાન એ પૂર્વભવનું જ્ઞાન છે. તેથી સત્વ ઉપપાતિક જન્મ લેનાર) છે, વળી તમે કહો છો વિજ્ઞાન ધન પૂર્વ તૈયાર નો અર્થ પણ આવો છે. વિજ્ઞાનના સમૂહરૂપ આત્મા, પૂર્વકર્મ વશ તેવા કાર્યો આકાર રૂપે પરિણત ભૂત સમુદાયમાં પૂર્વકર્મ ફળ ભોગવીને, પછી તેનો વિનાશ થતાં આત્મા પણ તે કાયા આકારે વિનાશ પામીને બીજા પર્યાય વડે ઉત્પન્ન થાય છે, પણ શિરીર નાશ પામતા] તેની સાથે આત્મા વિનાશ પામતો નથી. વળી તમે કહ્યું કે - ધર્મી [આત્મા ના અભાવથી ધર્મ અથતુ પૂન્ય-પાપનો પણ અભાવ છે, તે પણ અયોગ્ય છે. કેમકે ધર્મી અર્થાત્ આત્મા પૂર્વે બતાવ્યા પ્રમાણે સિદ્ધ કર્યો છે, તે સિદ્ધ થતાં તેના ધર્મો એવા પૂન્ય-પાપ પણ સિદ્ધ જ છે, કેમકે સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ જગતમાં તેવું વૈવિષ્ય દેખાય જ છે. વળી તમે સ્વભાવને આશ્રીને પત્થરનું ષ્ટાંત આપ્યું. તે પણ તેના ભોગવનારના કર્મના વશથી જ તે તે પ્રમાણે સંવૃત છે તેથી પૂન્ય અને પાપનો સદ્ભાવ નિવારી શકાય તેમ નથી. [પૂન્ય, પાપ છે.] -x-x - ભૂતોથી વ્યતિરિક્ત અને પરલોકગામી આત્મા સિદ્ધ કરેલો હોવાથી તમે જે દેટાંતો આપો છો તે વ્યર્થ બકવાસ જ છે. ભૂતોથી અલગ આત્મા નથી તેમ કહેનારા ચતુર્ગતિરૂપ સંસારમાં ભવ-ભ્રમણ કરનાર છે, તે પૂર્વે બતાવ્યું છે - સુભગ, દુર્ભગ, સુરૂપ કુરૂપ, ઘની, નિર્ધન આદિ કારણે જગત વિચિત્ર લક્ષણો આ લોક છે. આત્માને ન સ્વીકારવાથી આવો લોક કઈ રીતે થાય? કઈ રીતે ઘટી શકે ? તે નાસ્તિકો પરલોકગામી જીવ ન માનવાથી પૂન્ય-પાપનો અભાવ માની વ્યર્થ અજ્ઞાનરૂપ અંધકારમાંથી બીજા અંધકારમાં જાય છે અને ફરી પણ જ્ઞાનાવરણીયાદિ રૂ૫ મહા અંધકારને એકઠો કરે છે. અથવા દુ:ખસમૂહ વડે સતુ-અસત વિવેક નાશ થવાથી યાતના સ્થાનથી વિશેષ અંધકાવાળા સ્થાને અર્થાત્ સાતમી નકપૃથ્વીમાં રૌરવ, મહારૌરવ, કાલ, મહાકાલ, અપ્રતિષ્ઠાન નરકાવાસમાં જાય છે. તે જડ-મૂ, આત્મા સિદ્ધ હોવા છતાં અસઆગ્રહથી આત્માનો અભાવ માનીને જેને વિવેકીજનો એ નિંદેલ છે તેવા જીવ-ઘાતક આરંભમાં નિશ્ચયથી-નિત્ય સંબદ્ધ થઈને પૂન્ય-પાપનો અભાવ માની, પરલોકનો અભાવ માની આરંભમાં અતિ ક્ત બને છે. તથા તે જીવ-તે શરીરવાદીના મતનું નિર્યુક્તિકારે પણ નિર્યુક્તિ-૩૩માં ખંડના કર્યું છે. હવે અકારવાદીના મતને ફરી કહે છે જે આ અકારવાદી આત્માના અમૂર્તત્વ, નિત્યત્વ, સર્વવ્યાપીત્વ હેતુઓથી નિક્રિયપણું માની બેઠા છે તેઓના આ જરા-મરણ-શોકાદિ લક્ષણવાળો, નકાદિ ચાર ગતિરૂપ જે લોક છે - X - X - તે કઈ રીતે સિદ્ધ થાય ? - X - તેથી તેઓ પૂર્વોક્ત નકાદિ યાતના સ્થાનમાં જાય છે. કેમકે તે જડ લોકો પ્રાણીને દુ:ખ દેનાર આરંભમાં રક્ત છે. હવે નિયુક્તિકાર અકારવાદી મતનું ખંડન કરવા કહે છે [નિ.૩૪] આત્માનું અકતૃત્વ હોવાથી આત્માએ કર્યું નથી, ત્યારે ન કરેલાનું વેદન કોણ કરે? વળી અક્રિયપણામાં વેદન ક્રિયા પણ ન ઘટે તથા ન કરેલાનું પણ અનુભવેલ માનો તો ન કરેલાનું આવવું અને કરેલાનો નાશ એવી આપત્તિ આવશે. તેનાથી એકે કરેલ પાપને બઘાં પ્રાણીએ ભોગવવાનો વખત આવશે અને પુન્યથી સુખ આવશે. પણ આવી વાત દેખાતી નથી તથા આત્માના વ્યાપિવ અને નિત્યત્વ થકી આત્માની નરક, તિર્યચ, દેવ, મનુષ્ય, મોક્ષ પાંચ ગતિ છે, તે પણ નહીં થાય. તેથી તમારા સાંખ્યમતીને કપાય વસ્ત્રો, શિરમુંડન, દંડધારણ, ભિક્ષાભોજન આદિ અનુષ્ઠાન - X - X - ઇત્યાદિ સર્વે નિષ્ફળ થશે. વળી • દેવ, મનુષ્યાદિ ગતિ - આગતિ નહીં થાય કેમકે આત્માનું તમે

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112