Book Title: Agam Satik Part 03 Suygadanga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 30
________________ ૪૫ ૧/૧/૧/૧૮ અંશે જુદો જ છે તથા કંઈક અંશે શરીર સાથે આત્મા એકરૂપ થતો હોવાથી ભેગો જ છે. વળી આત્મા સહેતુક પણ છે કેમકે-નારકાદિ ભવને આપનાર કર્મો વડે વિકાર થતો હોવાથી પર્યાયરૂપે સ્વીકારે છે; તથા આત્મા અહેતુકપણ છે કેમકે તે આત્મસ્વરૂપથી અપસ્યત અને નિત્ય છે. વળી અમે આત્માને શરીરથી જુદો સિદ્ધ કરેલો હોવાથી ચતુઘતિક માત્ર શરીરરૂપ જ આત્મા છે તે તમારો બકવાસ માત્ર છે. હવે પંચભૂતાત્મા આદિના દર્શનનું ફળ કહે છે. • સૂત્ર-૧૯ : ગૃહસ્થ હોય, વનવાસી હોય કે પdજિત હોય; અમારા દર્શનને અંગીકાર કરે છે, તે સર્વે દુઃખોથી મુક્ત થઈ જાય છે. • વિવેચન - ઘરમાં વસનાર-ગૃહસ્થ, વનમાં રહેનાર-તાપસ આદિ અને દીક્ષા લીધેલાશાક્ય આદિ એવું કહે છે કે અમારા દર્શન-મતમાં આવેલા સર્વ દુઃખોથી મુક્ત થાય છે, તે આ રીતે - “પાંચભૂત', “તે જીવ - તે શરીર” - માનનારા વાદીઓનો આવો અભિપ્રાય છે કે અમારા દર્શનનો આશ્રય કરનારા ગૃહસ્યો હોય તો પણ માથુ અને દાઢી મૂછ મુંડાવે. દંડ રાખે, જટા રાખે, કષાયી વસ્ત્રો પહેરે, કેશકુંચન કરે, તપ કરે ઇત્યાદિથી કાય કલેશરૂપ દુઃખોથી મુક્ત થાય છે. તથા કહે છે કે - તપ કરવો તે વિવિધ યાતના છે, સંયમ એ ભોગ-વંચના છે, અગ્નિહોત્રાદિ કર્મ તો બાલક્રિડા સમાન છે. સાંખ્ય આદિ મોક્ષવાદી આ પ્રમાણે કહે છે– જેઓ અમારું દર્શન, અકતૃત્વ આભ અદ્વૈત, પાંચસ્કંધ આદિ માનનારા અને દીક્ષા લેનારા છે, તે બધાં જન્મ; જરા, મરણ, ગર્ભ પરંપરા. એ અનેક શારીરિક, માનસિક તીવ્ર અશાતા ઉદયરૂપ દુઃખોથી મુક્ત થાય છે. સકલ બંદ્ધથી મુકત એવો મોક્ષ મેળવે છે. હવે સુગકારશ્રી તેઓના અફલવાદીત્વને જણાવે છે • સૂઝ-૨૦ થી ૨૫ - જ્ઞાનાવરણ આદિ કર્મોની સંધિને ન જાણનાર લોકો ધમવિદ્દ થઈ જતાં નથી, જેઓ એમ કહે છે [મિથ્યા સિદ્ધાંત પરૂપે છે) - તેઓ (૨૦) - દુઃખના પ્રવાહનો પાર પામી શકતા નથી. (૨૧) - સંસારને પાર કરી શકતા નથી. (૨૨) - ગર્ભનો પર પામી શકdf નથી. (૩) : જન્મનો પર પામી શકતા નથી. (૨૪) - દુઃખનો પર પામી શકતા નથી. (૫) : મૃત્યુનો પર પામી શકતા નથી. • વિવેચન :- [૨૦ થી ૫ તે પંચભૂતવાદી આદિ [સર્વે પૂર્વોક્ત વાદીઓ] સંધિ અર્થાત્ છિદ્ર, આ છિદ્ર બે ભેદે છે - (૧) દ્રવ્યથી - ભીંત આદિની, (૨) ભાવથી-જ્ઞાનાવરણાદિ કર્મ સંબંધી, તેને ન જાણવાથી, દુ:ખ મુક્તિ માટે ઉધમ કરવા છતાં આમા તથા કર્મની સંધિ ના સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ જાણવાથી તે બીયારા - મોક્ષ પામતા નથી] - x • અથવા સંધિ એટલે ઉત્તરોત્તર પદાર્થ પરિજ્ઞાન તેને ન જાણીને ઉધમ કરનારા, સખ્ય ધર્મ જાણવામાં તે પંચભૂતવાદી, લોકો નિપુણ નથી. કેમકે ક્ષાંતિ આદિ દશવિધ ધર્મને જાણતા ન હોવાથી બીજી-બીજી રીતે ધર્મનું પ્રતિપાદિત કરે છે. ફળના અભાવથી તેમનું અફલવાદીત્વ-જે આગળ કહેવાશે, તેથી જણાશે કે ભવ ઓઘણી અર્થાત્ સંસારથી કે આઠ પ્રકારના કર્મોથી તે નાસ્તિકાદિ તસ્વાના નથી. તથા તે વાદીઓ સંસાર, ગર્ભ, જન્મ, દુ:ખ, મૃત્યુનો પાર પામનાર થતા નથી. વળી તેઓ કેવા ફળ ભોગવશે તે કહે છે • સૂત્ર-૨૬,૨૭ - પૂિવક્ત મિથ્યા સિદ્ધાંત પરપકવાદી] મૃત્યુ, વ્યાધિ, જરાથી કુલ સંસાર ચક્રમાં વારંવાર વિવિધ દુઃખોને ભોગવે છે. જ્ઞાતપુત્ર જિનોત્તમ મહાવીર કહ્યું છે કે પૂર્વોક્ત નાસ્તિકાદિ ઉંચી-નીચે ગતિઓમાં ભ્રમણ કરશે અને અનંત ગર્ભ પ્રાપ્ત કરશે - તેમ હું કહું છું. • વિવેચન : ઘણાં પ્રકારના સાતા ઉદય લક્ષણ દુ:ખોને વારંવાર અનુભવે છે. જેમકે - નરકમાં કરવતથી વેરાવું, કુંભીપાક, ગરમ લોઢું, શાલ્મલી વૃક્ષાને સમાલિંગન આદિ, તિર્યંચ યોનિમાં ઠંડી, તાપ, દમન, તાડન આદિ મનુષ્યોમાં ઈષ્ટ વિયોગ, અનિષ્ટ સંયોગાદિ, દેવોમાં આભિયોગ, ઇર્ષ્યા, કિબિષિકત્વ આદિ અનેક દુ:ખો આ વાદીઓ વારંવાર અનુભવે છે . બાકી સુગમ છે. અધમ, ઉત્તમ વિવિધ પ્રકારના સ્થાને જાય છે, એ રીતે ભમતા એક ગર્ભથી બીજા ગર્ભમાં જાય છે અને અનંત દુઃખ ભોગવે છે. એ પ્રમાણે સુધમસ્વિામી જંબૂસ્વામીને કહે છે. અર્થાત તીર્થકર આજ્ઞાથી કહે છે, પોતાની બુદ્ધિથી નહીં. હું તે કહું છું. જે મેં તીર્થંકર પાસેથી સાંભળેલ છે - આ રીતે ક્ષણિકવાદનું ખંડન કર્યું. શ્રુત.૧ના અધ્યયન-૧ ‘સમય’ના ઉદ્દેશા-૧નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ર્ક અધ્યયન-૧ ઉદ્દેશો-૨ ૬ • ઉદ્દેશો-૧ કહ્યો. હવે બીજો કહે છે - તેનો સંબંધ આ પ્રમાણે છે - ઉદ્દેશા૧ માં સમય, પરસમય પ્રરૂપણા કરી, આ અધ્યયનમાં પણ તે જ કહે છે. અથવા પૂર્વ ઉદ્દેશામાં ભૂતવાદાદિ મતને જણાવી તેનું નિરાકરણ કર્યું, અહીં પણ એવા જ બાકી રહેલા નિયતિવાદ આદિ મિથ્યાદેષ્ટિ મતોને જણાવી તેનું ખંડન કરે છે અથવા પૂર્વ ઉદ્દેશમાં કહેલ બંધન નિયતિવાદીના અભિપ્રાય પ્રમાણે થતું નથી તે કહે છે - એ રીતે અનેક સંબંધે આવેલા ઉદ્દેશામાં - x - x • સૂત્ર કહે છે • ગ-૨૮ - કોઈ કહે છે - જીવ પૃથક પૃથક ઉત્પન્ન થાય છે, સુખ દુઃખનો અનુભવ

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112