Book Title: Agam Satik Part 03 Suygadanga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 25
________________ ૧/૧/૧/૩,૮ ૩૫ ૩૬ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ રૂપ વિજ્ઞાનની ઉત્પત્તિની શક્તિ વડે તે ચક્ષનું પણ અનુમાન કરાય જ છે. તે રીતે પૃથ્વી આદિ અસાધારણ ચૈતન્યગુણની પ્રાપ્તિ વડે આત્મા પણ છે, એમ અનુમાન થાય છે અને ચૈતન્ય તે અસાધારણ ગુણ છે. ચૈતન્ય આત્માનો જ ગુણ છે. આત્મા છે. બધી ઇન્દ્રિયોના ઉપલબ્ધ અર્ચની સંકલના પ્રત્યયનો સદુભાવ હોવાથી, આત્મા અર્થનો દટા છે, ઇન્દ્રિયો નથી. ઇન્દ્રિયો નાશ પામે તો પણ પૂર્વે જોયેલા પદાર્થોનું સ્મરણ કાયમ રહે છે. અથપતિથી આત્મા સિદ્ધ થાય છે. જેમકે - પૃથ્વી આદિ પાંચે ભૂત સમુદાય હોવા છતાં લેપકર્મથી બનેલ મૂર્તિ આદિમાં સુખ, દુ:ખ આદિનો સદ્ભાવ નથી, એ કારણથી પણ જણાય છે કે - જે વિધમાન છે, ભૂતથી જુદો છે, કોઈ પણ સુખ દુ:ખ ઇચ્છાદિ ક્રિયાઓનો સમવાયી કારણ પદાર્થ છે અને તે જ આમાં છે - X - X - આ રીતે પ્રત્યક્ષ, અનુમાન અને અર્થપતિથી આત્મા સિદ્ધ થયો. હવે આગમ પ્રમાણથી આત્માનું અસ્તિત્વ બતાવે છે - જેમકે આગમ વચન છે કે - “મારો આત્મા ઉપપાતિક છે.” આવું આગમમાં પ્રત્યક્ષ વચન છે, ત્યાં બીજા આગમ પ્રમાણની શી જરૂર છે ? વળી જૈિનાચાર્ય કહે છે - બધાં પ્રમાણમાં મુખ્ય પ્રત્યક્ષ પ્રમાણ વડે જ આત્મા જણાય છે, તેના ગુણ જ્ઞાનના પ્રત્યક્ષપણાથી, જ્ઞાન ગુણ તે ગુણથી અનન્યપણે રહે છે તેથી પ્રત્યક્ષથી આત્મા છે જ. • x • હું સુખી, હું દુઃખી એવા હું પ્રત્યયથી ગ્રાહ્ય આત્મા પ્રત્યક્ષ છે. શરીરમ્યી ભિન્નતા આદિ બીજા પ્રમાણો પણ જીવની સિદ્ધિ માટે વિચારી લેવા. * * * આત્મા ભૂતોથી જુદો તથા જ્ઞાનનો આધાર છે. શંકા - જ્ઞાન આધાર ભૂત આત્મા વડે જ્ઞાનથી ભિન્ન આશ્રિત વડે શું પ્રયોજન છે ? કેમકે જ્ઞાનથી જ સર્વ સંકલના પ્રત્યય વગેરે સિદ્ધ થાય છે, વચ્ચે આત્માની કલાના શા માટે ? કેમકે જ્ઞાન જ ચિપ છે. અચેતન ભૂત જે કાયાકારે પરિણમ્યા છે, તેની સાથે સંબંધ થતાં સુખ-દુઃખાદિ ક્રિયા ઉત્પન્ન થાય છે ઇત્યાદિ, પછી આત્માની કલાના કેમ ? સમાધાન - આત્માને આધારભૂત માન્યા વિના સંકલના પ્રત્યય ન ઘટે. જેમ બધી ઇન્દ્રિયો જુદા વિષયને જાણે, પણ મેં પાંચ વિષયને જાયા એવા આત્માના સંકલના પ્રત્યયનો જ અભાવ થઈ જાય. વળી જ્ઞાનરૂપ ગુણ ગુણી સિવાય એકલો ન હોય તેથી અવશ્ય આત્મારૂપ ગણીને માનવો જોઈએ. વળી આત્મા સર્વવ્યાપી નથી. આ આભા શ્યામાક તંદુલ કે અંગુઠાના પર્વ જેટલો નાનો નથી. પણ જે શરીર તેણે પ્રાપ્ત કર્યું છે, તેની વયા સુધી આત્મા વ્યાપેલો છે. કર્મના સંબંધ થકી સૂફમ-બાદર એકેન્દ્રિય, બે-ત્રણ-ચાર-પાંચ ઇન્દ્રિય પર્યાપ્ત-પર્યાપ્ત વગેરે બહુ પ્રકારની અવસ્થા પ્રગટ થાય છે. આત્માને ક્ષણિક માનતા ધ્યાન, અધ્યયનાદિનો અભાવ થાય અને એકાંત નિત્ય માનતા ચાર ગતિના પરિણામનો અભાવ થાય તેથી આભા કંઈ અંશે અનિત્ય, કંઈ અંશે નિત્ય છે. હવે આત્મા એક જ છે, એવા અદ્વૈતવાદને - x - બતાવે છે– • સૂત્ર-૯ : જેમ એક જ પૃથ્વી સમૂહ વિવિધરૂપે દેખાય છે, તેમ જુઓ ! સકલ લોકમાં એક જ આત્મા વિવિધરૂપે દેખાય છે. • વિવેચન : દેટાંત વડે જણાવે છે - x • x - ‘એક’ને અંતર રહિત સમજવું. પૃથ્વી સૂપ એટલે પૃથ્વીના સમૂહ નામનો અવયવી પદાર્થ. તે એકલો પણ નદી, સમુદ્ર, પર્વત, નગર, સંનિવેશ આદિના આધારરૂપે વિચિત્ર દેખાય છે. વળી તે નીચી, ઉંચી, કોમળ, કઠણ આદિ ભેદવાળી દેખાય છે. આવા ભેદોથી પૃથ્વીતવમાં કંઈ ભેદ ગણાતો નથી. એ રીતે બીજાને આમંત્રણ કરી (વાદી કહે છે-] સકલ લોક ચેતન-અચેતનરૂપ એક વિદ્વાન વર્તે છે. અર્થાત્ એક જ આત્મા વિદ્વાન્ જ્ઞાનપિંડ પૃથ્વી આદિ ભૂતાદિ આકારે જુદો જુદો દેખાય છે. તે આત્માના તેટલા ભેદ નથી. તેથી કહે છે • નિષે એક જ આત્મા છે, તે જુદા જુદા ભૂતોમાં વસેલો છે, પણ જળમાં દેખાતા ચંદ્ર માફક જુદો જુદો દેખાય છે. અહીં વેદ-પદ દ્વારા આત્માના અદ્વૈતવાદનો પૂર્વપક્ષ બતાવ્યો છે. હવેના સૂર [ગાથા દ્વારા આ અદ્વૈતવાદીને ઉત્તર આપે છે. • સૂત્ર-૧૦ : કોઈ કહે છે. આત્મા એક જ છે, પણ આરંભમાં આસક્ત રહેનારા પાપકર્મ કરીને એકલો જ તીવ્ર દુઃખ ભોગવે છે. • વિવેચન : અનંતર સૂત્રમાં અદ્વૈતવાદ બતાવ્યો. કેટલાક પુરુષકારણ વાદીઓ - પ્રતિપાદન કરે છે. તેઓ કેવા છે ? જડ અર્થાત્ સમ્યક્ પરિજ્ઞાનરહિત. મંદવ તેમનું યુતિરહિત આત્માનો અદ્વૈતપક્ષ ગ્રહણ કરવાથી સિદ્ધ થાય છે. હવે તેનો ઉત્તર આપે છે— જો આત્મા એક જ હોય અને અનેક ન હોય તો ખેતી આદિ કરનારા પ્રાણીઓ જીવોનો નાશ કરનારા વ્યાપારમાં આસક્ત, સંબદ્ધ, અધ્યપપ બની તેના સંરભ, સમારંભ, આરંભ વડે આત્માથી અશુભપ્રકૃતિરૂપ અસાતાના ફળને દેનારા તીdદુ:ખના અનુભવ સ્થાનરૂપ નરકાદિમાં જાય છે. તે આભમાં આસક્ત જીવો નિશયથી નકમાં જાય છે. બીજે નહીં. આત્મા એક માનીએ તો આમ બનવું શક્ય ન બને. વળી આત્મા એક માનીએ તો એક જીવ અશુભ કર્મ કરે તો બીજા શુભ અનુષ્ઠાન કરનારને પણ નરકમાં જવું પડે. પણ આવું જોવા મળતું નથી. તેથી કહે છે કે • કોઈ સમજણ વિનાનો એકલો જ તેવી વિડંબના અનુભવતો જોવા મળે છે, બીજી નહીં. તથા આત્મા સર્વગત માનીએ તો આત્માના બંધ અને મોક્ષનો અભાવ થશે. •X - X - આ અને ટેકો આપતી નિયુક્તિ બતાવે છે–

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112