________________ પ૦ ભગવઈ - 24/1/114 પછી શ્રમણ ભગવંત મહાવીરની અનુમતિ લઈ તે સ્કંદક અનુગાર હર્ષવાળા થઇ યાવતુ-શ્રી મહાવીરને નમી માસિક ભિક્ષપ્રતિમાને ધારણ કરી વિહરે છે. ત્યારબાદ તે સ્કંદક અનગાર માસિક ભિક્ષપ્રતીમાને સૂત્રને અનુસાર, આચારને અનુસાર, માર્ગને અનુસારે સત્યતાપૂર્વક અને સારી રીતે કાયાવડે સ્પર્શે છે, પાળે છે, શોભાવે છે, સમાપ્ત કરે છે, અને તેને આજ્ઞાપૂર્વક આરાધે છે, તથા તેને કાયવડે સ્પર્શીને યાવત-આરાધીને, જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજ્યા છે ત્યાં આવીને, યાવતુ નમીને શ્રી સ્કંદક અનગાર આ પ્રમાણે બોલ્યા - હે ભગવન્! જો તમે અનુમતિ આપે તો હું દ્વિમાસિક ભિક્ષપ્રતિમાને ધારણ કરીને વિહરવા ઈચ્છું છું. હે દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરો, વિલંબ ન કરો. એ પ્રમાણે ત્રિમાસિક, ચતુમ- સિક, પંચમાસિક, છમાસિક, પ્રથમ સાત રાત્રિદિવસની, બીજી સાતરાત્રિદિવસની ત્રીજી સાતરાત્રિદિવસની ચોથી અહોરાત્રિની અને પાંચમી રાત્રીદિવસની એ પ્રમાણે બાર ભિક્ષપ્રતિમાને આરાધે છે. તથા છેલ્લી એક રાત્રિદિવસની ભિક્ષપ્રતિમાને સૂત્રાનુસારે આરાધી, જ્યાં શ્રમણ- ભગવંત મહાવીર બિરાજ્યા છે ત્યાં આવી, નમી, તે સ્કંદક અનગાર આ પ્રમાણે બોલ્યા :- હે ભગવનું ! જો તમે અનુજ્ઞા આપો તો હું ગુણરત્ન સંવત્સર તપ કરવા ઈચ્છું છું. હે દેવાનુપ્રિય! જેમ ઠીક પડે તેમ કરો, વિલંબ ન કરો. પછી તે સ્કંદુક અનગાર શ્રમણ ભગવંત મહાવીરની અનુમતિ લઈ, વાવત-તેમને નમી ગુણરત્ન સંવત્સર નામના તપકીને ધારણ કરીને વિહરે છે. (તે તપનો વિધિ) આ પ્રમાણે :- પહેલા માસમાં નિરંતર ઉપવાસ કરવા, અને દિવસે સૂર્યની સામી ના માંડી જ્યાં તડકો આવતો હોય તેવી જગ્યામાં ઉભડક બેસી રહેવું. તથા રાત્રિએ કાંઇપણ વસ્ત્રો ઓઢ્યા કે પહેર્યા વિના વીરાસને બેસી રહેવું. એ પ્રમાણે, બીજે મહિને નિરંતર 3 ઉપવાસ કરવા. ચોથે માસે ચાર ચાર ઉપવાસ, પાંચમે માસે પાંચ ઉપવાસ, છ માસે છ ઉપવાસ, સાતમે મારે સાત, આઠમે માસે આઠ, નવમે માસે નવ, દશમે માસે દશ, અગી- યારમે માસે અગીયાર, બારમે માસે બાર, તેરમે માસે તેર, ચૌદમે માસે ચૌદ, પંદરમે માસે પંદર. અને સોળમે માસે સોળ ઉપવાસ કરવા. અને સૂર્યની સામી નજર માંડી તડકાવાળી જગ્યાએ ઉભડક બેસી તડકો લેવો તથા રાત્રીએ કાંઇપણ પહેર્યો કે ઓલ્યા શિવાય વિરાસને બેસી રહેવું, પછી તે સ્કંદક અનગાર ગુણરત્નસંવત્સર નામના તપકમને સૂત્રોનુસાર, આચારાનુસાર, આરાધીને જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજ્યા છે ત્યાં આવી શ્રમણ ભગવંત મહાવીરને વાંદી, નમી અનેક ઉપવાસ છઠ્ઠ, અઠ્ઠમ, દશમ, તથા દ્વાદશ રૂપ તપકર્મવડે અને માસ ખમણ તથા અધમાસખમણરૂપ વિચિત્ર તપકર્મવડે આત્માને ભાવતા વિહરે છે. હવે તે સુંદર અણગાર પૂર્વોક્ત પ્રકારના ઉદાર, વિપુલ પ્રદત્ત, પ્રગૃહીત, કલ્યાણરૂપ, શિવરૂપ, ધન્યરૂપ. મંગલરૂપ, શોભાયુક્ત, ઉત્તમ, ઉદાત્ત, ઉજ્જવલ, સુંદર ઉદાર, અને મોટા પ્રભાવવાળા તપકર્મથી શુષ્ક થયા. રૂક્ષ થયા.યાવતુ. તેના શરીર ઉપર બધી નાડીઓ તરી આવી હવે તે માત્ર પોતાના આત્મબળથી જ ગતિ અને સ્થિતિ કરે છે. એવા દુર્બળ થયા છે કે બોલતા પણ કષ્ટ પડે છે, જેમ કોઈ એક લાકડાથી ભરેલ કે પાંદડાથી ભરેલ કે બીજા કોઈ સુકા સામાનથી ભરેલી કે એરડા આદિના લાકડાથી ભરેલ સગડી હોય તે બધી સગડીને તડકે સુકવ્યા પછી ઢસડવામાં આવે ત્યારે તે સગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org