________________ પ૬ ભગવઈ - 2 -પ/૧૩૨ ચાર, અને પાંચ શેરી મળે તેવા રસ્તામાં રાજમાર્ગ તથા સામાન્ય શેરીઓમાં વિસ્તાર પામી. તેથી તે નગરીમાં રહેલા શ્રમણોપાસક તે વાતને સાંભળીને હર્ષીત થયા ને સંતુષ્ટ થયા, તથા તેઓએ એક બીજા શ્રમણોપાસકને બોલાવી આ પ્રમાણે વાતચીત કરી કે - હે દેવાનુપ્રિય ! પાર્શ્વનાથના શિષ્ય-સ્થવિર ભગવંતો યથાપ્રતિરૂપ અવગ્રહને ધારણ કરી સંયમ અને તપવડે આત્માને ભાવતા વિચારે છે. તો હે દેવાનુપ્રિય! તથારૂપ સ્થવિર ભગવંતોનું નામ કે ગોત્ર પણ મોટું ફળ છે, તો પછી તેઓની સામે જવાથી, તેઓને વાંદવાથી, નમવાથી, કુશલ વર્તમાન પૂછવાથી અને તેઓની સેવા કરવાથી તો કલ્યાણ થાય તેમાં આશ્ચર્ય શું ? માટે હે દેવાનુપ્રિય! આપણે બધા તે સ્થવિર ભગવંત પાસે જઈએ અને તેઓને વાંદીએ નમીએ અને તેઓની પપાસના કરીએ. એ કાર્ય આપણને આ ભવ અને પરભવમાં હિતરૂપ છે તથા પરંપરાએ કલ્યાણરૂપ થશે એ પ્રમાણે વાર્તાલાપ કરી તથા પરસ્પર સ્વીકાર કરી અને પછી તેઓ પોતાના ગૃહ તરફ જાય છે. ઘરે જઈ નાન કરી, ગોત્રદેવીનું પૂજન કરી, કૌતુક અને મંગલરૂપ પ્રાયશ્ચિત કરી બહાર જવાને યોગ્ય અને મંગલરૂપ શુદ્ધ વસ્ત્રોને ઉત્તમતાપૂર્વક પહેરી તેઓ પોતપોતાને ઘરેથી બહાર નીકળે છે અને તે બધા એક ઠેકાણે મળે છે. પછી પગે ચાલીને શહેરના મધ્યભાગની વચ્ચેથી નીકળે છે, જે તરફ પુષ્પવતી ચિત્ય છે ત્યાં આવી સ્થવિર ભગવંતોને પાંચ પ્રકારના અભિગમ છે તે આ પ્રમાણે :- સચિત્તદ્રવ્યોને બાજુએ મૂકે છે, અચિત્તદ્રવ્યને સાથે રાખે છે, એક શાટિક ઉત્તરાસંગા કરે છે, તેમને જુએ કે તરતજ હાથ જોડે છે, અને મનને એકાગ્ર કરે છે. એ પ્રમાણે પાંચ અભિગમો સાચવી તે શ્રમણોપાસકો તે સ્થવિર ભગવંતોની પાસે જઈ, ત્રણ પ્રદક્ષિણા દે છે ત્રણ જાતની સેવાવડે પર્યપાસના કરે છે. [133] પછી તે સ્થવિર ભગવંતોએ તથા તે મોટામાં મોટી સભાને ચાર મહાવ્રતવાળા ધર્મનો ઉપદેશ ક્યો અને કેશિસ્વામીની પેઠે તે શ્રમણોપાસકે પોતાની શ્રમણોપાસકતા વડે તે સ્થવિર ભગવંતોની આજ્ઞાનું આરાધન કર્યું અને એ પ્રમાણે ધર્મ કહ્યો. તે શ્રમણોપાસકો તે સ્થવિર ભગવંતો પાસેથી ધર્મને સાંભળી, અવધારી, હર્ષવાળા, સંતુષ્ટ, અને વિકસિત હૃદયવાળા થયા અને તેઓએ તે સ્થવિરોને ત્રણવાર પ્રદક્ષિણા કરી ત્રણ જાતની સેવાવડે તે સ્થવિરોની પર્યાપાસના કરી આ પ્રમાણે કહ્યું કે - હે ભગવન્! સંયમનું ફળ શું છે? હે ભગવન્! તપનું ફળ શું છે? ત્યારપછી તે સ્થવિર ભગવંતોએ તે શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું કે - હે આર્યો ! સંયમનું ફળ આસવરહિતપણું છે અને તપનું ફળ વ્યવધાન છે. હે ભગવન્! દેવ દેવલોકમાં ઉત્પનું થાય છે તેનું શું કારણ ? આ પ્રશ્નનો ઉત્તર દેવા તે વિરોમાંના કાલિકપુત્ર નામના સ્થવિરે તે શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું કે - હે આર્યો! પૂર્વના તપવડે દેવો દેવલોકમાં ઉત્પન્ન થાય છે. પછી તે સ્થવિરોમાંના મેધિલ નામના સ્થવિરે તે શ્રમણોપાસકોને આ પ્રમાણે કહ્યું કે - હે આર્યો ! પૂર્વના સંયમવડે દેવો દેવલોકમાં ઉત્પન્ન થાય છે. પછી તેમાંના આનંદરક્ષિત નામના સ્થવિરે તે શ્રમણો પાસકોને આ પ્રમાણે કહ્યું કે- હે આર્યો ! કમિપણાને લીધે દેવો દેવલોકમાં ઉત્પન્ન થાય છે અને પછી તેમાંના કાશ્યપ સ્થવિરે તે શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું કે - હે આર્યો ! સંગિપણાને લીધે દેવો દેવલોકમાં ઉત્પન્ન થાય છે. એ વાત સાચી છે માટે કહી છે. પણ અમે અમારા અભિમાનથી કહેતા નથી. પછી જ્યારે તે સ્થવિર ભગવંતોએ તે શ્રમણોપાસકોને એ પૂર્વ પ્રકારના જવાબો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org