________________ 55 શતક-૨, ઉસો-૫ ધનવાળા અને દેદીપ્યમાન હતા. તેઓનાં રહેવાનાં આવાસો મોટા અને ઉંચાં હતાં તથા તેઓની પાસે પથારીઓ, આસનો, ગાડાં વગેરે વહાણો અને બળદ વગેરે વાહનો પુષ્કળ હતાં, તેઓની પાસે ધન, સોનું અને રૂપું પણ ઘણું હતું તેઓ વ્યાપાર વાણીજ્ય કરી ધનને વધારવામાં તેમજ બીજી અનેક કળાઓમાં કુશળ હતા. વળી તેઓને ત્યાં ભોજન સામગ્રી ઘણી થતી હતી કારણકે તેઓને ઘરે અનેક માણસો ભોજન કરતાં હતા. વળી વિવિધ પ્રકારનાં ખાનપાનાદિ હતાં તેઓને ત્યાં અનેક નોકરો અને ચાકરડીઓ ગાયો, પાડાઓ, અને ઘૂંટાઓનો સમૂહ હતો. બીજા ઘણા માણસોની અપેક્ષાએ તેઓ ચઢીયાતા હતા તેઓ જીવ અને અજીવના સ્વરૂપને સારી રીતે સમજતા હતા, વળી પુન્ય અને પાપનો ખ્યાલ હતો તેઓ આસવ, સંવર, નિર્જર, કિયા, અધિકરણ, બંધ અને મોક્ષ, તેમાં કયું ગ્રાહ્ય અગ્રાહ્ય છે એ સારી પેઠે જાણતા હતા. તેઓ કોઈપણ કાર્યમાં પરાવલંબી ન હતા, તેઓ નિગ્રંથના પ્રવચનમાં એવા તો ચુસ્ત હતા કે સમર્થ દેવો. અસુરો, નાગો, જ્યોતિષ્કો, યક્ષો, રાક્ષસો, કિંનો કિં૫રૂષો, સુવર્ણ- કુમારો, ગંધવો અને મહારોગ વિગેરે બીજા દેવો પણ તેઓને નિગ્રંથના પ્રવચનથી કોઈ રીતે ચલાયમાન કરી શકતા નહીં. તેઓ નિગ્રંથના પ્રવચનમાં શંકા અને વિચિકિત્સા વિનાના હતા, તેઓએ શાસ્ત્રના અથોને મેળવ્યા હતા, શાસ્ત્રના અર્થને ચોક્કસતાપૂર્વક ગ્રહ્યા હતા, શાસ્ત્રના અર્થમાં સંદેહવાળાં ઠેકાણા પૂછી નિર્ણત કર્યા હતાં. શાસ્ત્રના અર્થોને અભિગમ્યા હતા અને શાસ્ત્રોના અર્થનું રહસ્ય તેઓએ નિર્ધાપૂર્વક જાણયું હતું. તથા તેઓને સાધુઓના પ્રવચન ઉપર અનહદ પ્રેમ વ્યાપી ગયો હતો, તેને લઈને તેઓ એમ કહેતા હતા કે “હે ચિરંજીવ ! આ નિગ્રંથનું પ્રવચન એજ અર્થ અને પરમાર્થરૂપ છે અને બાકી બીજું સર્વ અનર્થરૂપ છે, વળી તેઓની ઉદારતાને લીધે તેઓના દરવાજાની પછવાડે રહેતો ઉલાળીયો હંમેશાં ઉંચો જ રહેતો હતો. વળી તે શ્રાવકો જેને ઘરે કે જેના અંતઃપુરમાં જતા તેઓને પ્રીતિ ઉપજાવતા, તથા શીલવત ગુણવ્રત, વિરમણ, પ્રત્યાખ્યાન, પૌષધ અને ઉપવાસો વડે ચૌદશ, અઠ્ઠમ, અમાસ, તથા પૂનમને દિવસે પરિપૂર્ણ પૌષધને સારી રીતે આચરતા તથા શ્રમણ નિગ્રંથોને નિદોષ અને ગ્રાહ્ય ખાન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, પાત્ર, કામળ, રજોહરણ, પાટીયું, શવ્યા, સંથારો અને ઔષધ. એ બધું આપી યથાપ્રતિગૃહીત તપકર્મવડે આત્માને ભાવતા વિહરે છે. [131] તે કાળે તે સમયે પાર્શ્વનાથ પ્રભુની પરંપરાવાળા સ્થવિર ભગવંતો કે જેઓ ઉત્તમ જાતિવાળા, ઉત્તમ બળવાળા, ઉત્તમ રૂપવાળા, વિનયમાળા, જ્ઞાનવાળા, દર્શનવાળા, ચારિત્રવાળા,લજ્જા-સંજમવાળા,લાઘવ ઓછી. ઉપધિવાળા,મનના બળવાળા, તેજવાળ, બોલવામાં નિપુણ, તેમજ ક્રોધ, માન, માયા, અને લોભ, ઈદ્રિય અને પરિષહોને જીતનારા તથા જીવવાની ઈચ્છા અને મરણનો ભય એ બન્નેથી રહિત ભાવ-ત્રણ જગતની વસ્તુઓ મળે તેવી દુકાન જેવા પ્રભાવવાળા બહુ શ્રત, ઘણા પરિવારવાળા એવા હતા, તેઓ પાંચસે સાધુઓની સાથે પરિવારવાળા અનુક્રમે ચાલતા ગામેગામ વિહાર કરતા સુખે સંયમ પાળતા જે સ્થળે તુંગિયા નગરી છે, જે સ્થળે પુષ્પવતી નામનું ચૈત્ય છે ત્યાં પધાર્યા અને આવી સાધુને લાયક એવી જગ્યાની માગણી કરીને સંયમ અને તપથી આત્માને વાસીત કરતા થકા વિચરે છે. [13] એવી વાત તુંગિકા નગરીના સિંઘોડાના આકારવાળા રસ્તામાં, ત્રણ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org