________________ શતક-૭, ઉદેસી-૧૦ 159 હે ગૌતમ ! તે મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિને પામશે,[સર્વ દુઃખોનો] અખ્ત કરશે. હે ભગવન્! તે એ પ્રમાણે છે, એમ કહી ગૌતમ યાવત્ વિચરે છે. શતક૭-ઉદેસા ૯નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ (- ઉદ્દેશક 10:-). [377 તે કાલે તે સમયે રાજગૃહ નામે નગર હતું. ગુણશીલ ચૈત્ય હતું. યાવતું પૃથિવીશિલાપટ્ટ હતો. તે ગુણશીલચૈત્યની પાસે થોડે દૂર ઘણા અન્યતીથિકો રહે છે. કાલોદાયી, શૈલોદાયી, સેવાલોદાયી, ઉદય, નામોદય, નદય, અન્યપાલક, શૈલપાલક, સંખપાલક અને સુહસ્તી ગૃહપતિ. ત્યારપછી અન્ય કોઇ સમયે એકત્ર આવેલા, બેઠેલા, સુખપૂર્વક બેઠેલા તે અન્યતીર્થિકોનો આવા પ્રકારનો આ વાર્તાલાપ થયોશ્રમણ જ્ઞાતપુત્રપાંચ અસ્તિકાયોને પ્રરૂપે છે. જેમકે, ધમસ્તિકાયાયાવતું આકાશાસ્તિકાય. તેમાં શ્રમણ જ્ઞાતપુત્ર ચાર અસ્તિકાય અવકાયછે એમ જણાવે છે. ધમસ્તિકા, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય ને પુદ્ગલાસ્તિકાય. એક જીવાસ્તિકાયને શ્રમણ જ્ઞાતપુત્ર અરૂપી જીવકાય જણાવે છે. તે પાંચ અતિકાયમાં શ્રમણ, જ્ઞાતપુત્ર ચાર અસ્તિકાયને અરૂપિકાય જણાવેછે. ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય અને જીવાસ્તિકાય. એક પુદ્ગલાસ્તિકાયને શ્રમણ જ્ઞાતપુત્ર રૂપિકાય અને અજીવ કાય જણાવે છે. એ પ્રમાણે આ કેમ માની શકાય? તે કાલે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીર યાવતુ ગુણશિલ ચૈત્યમાં સમોસય. યાવતુ પરિષતુ પાછી ગઈ. તે કાલે અને તે સમયે શ્રમણ ભગવનું મહાવીરના મોટા શિષ્ય ગૌતમ ગોત્રી ઇન્દ્રભૂતિ અનગાર બીજ શતકના નિર્ચન્થોદ્દેશકમાં કહ્યા પ્રમાણે ભિક્ષાચયએ ભમતા. થથાપર્યાપ્ત ભક્ત પાનને ગ્રહણ કરીને રાજગૃહ નગર થકી યાવતું ત્યરારહિતપણે, અચલપણે. અસંભ્રાન્તપણે ઈર્ષા સમિતિને વારંવાર શોધતા તે અન્યતીથિંકોની થોડે દૂર જાય છે. ત્યારે તે અન્યતીથિકો ભગવાન્ ગૌતમને થોડે દૂર જતાં જુએ છે, જોઈને એક બીજાને બોલાવે છે, આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયો ! આપણને આ કથા અપ્રકટ-અજ્ઞાત. છે; અને આ ગૌતમ આપણાથી થોડે દૂર જાય છે, માટે હે દેવાનુપ્રિયો ! આપણે આ અર્થ ગૌતમને પુછવો શ્રેયસ્કર છે. એમ કહી તેઓ એક બીજાની પાસે એ વાતનો સ્વીકાર કરે છે; સ્વીકાર જ્યાં ભગવાન ગૌતમ છે ત્યાં આવે છે, ભગવાન ગૌતમને આ પ્રમાણે કહ્યુંહે ગૌતમ ! તમારા ધર્માચાર્ય, ધર્મોપદેશક શ્રમણ જ્ઞાતપુત્ર પાંચ અતિકાય પ્રરૂપેછેધમસ્તિકાય, યાવતું આકાશાસ્તિકાય, યાવતુ રૂપિકાય અજીવકાર્યાને જણાવે છે. હે પૂજ્ય ગૌતમ! એ પ્રમાણે શી રીતે હોય? ત્યારે તે ભગવાન્ ગૌતમે તે અન્યતીથિકોને એ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયો ! અમે અસ્તિભાવને નાસ્તિ કહેતા નથી, તેમ નાતિભાવને અસ્તિ કહેતા નથી. હે દેવાનુપ્રિયો ! સર્વ અસ્તિભાવને અતિ કહીએ છીએ, અને નાસ્તિભાવને નાસ્તિ કહીએ છીએ. માટે હે દેવાનુપ્રિયો ! જ્ઞાનવડે તમે સ્વયમેવ એ અર્થનો વિચાર કરો. એમ કહીને ગૌતમે] તે અન્યતીથિકોને એ પ્રમાણે કહ્યું કે એ પ્રમાણે છે. હવે ભગવાન ગૌતમ જ્યાં ગુણશિલત્ય છે, જ્યાં ઋણભગવાનુમહાવીર છેત્યિાં આવીને નિગ્રન્થોદ્દેશકમાં કહ્યા પ્રમાણે વાવતું ભક્ત પાનને દેખાડે છે. શ્રમણ ભગવાનું મહાવીરને વંદન કરે છે, નમસ્કાર કરે છે, વાંદી, નમસ્કાર કરી બહુ દૂર નહિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org