________________ 320 ભગવઈ-૧૩-૯૫૯૪ યજ્ઞોપવિતની વક્તવ્યતા પણ કહેવી. હે ભગવનું ! જેમ કોઈ એક જળો હોય અને તે પોતાના શરીરને પાણીમાં પ્રેરી પ્રેરીને ગમન કરે, એ પ્રમાણએ ભાવિતાત્મા અનગાર તેવું રુપ વિકુવ આકાશમાં ગમન કરે? બાકી બધું વાગુલીનો પેઠે જાણવું. હે ભગવન્! જેમ કોઈ એક બીજબીજક પક્ષી હોય, અને તે પોતાના બન્ને પગને ઘોડાની પેઠે સાથે ઉપા ડતું ગમન કરે, એ પ્રમાણે ભાવિતાત્મા અનગાર ઉડે ? બધું પૂર્વની પેઠે જાણવું. જેમ કોઈ એક બિલાડક નામે પક્ષી હોય, અને તે એક વૃક્ષની બીજા વૃક્ષે જતું, બીજા વૃક્ષથી ત્રીજા વૃક્ષે જતુ ગતિ કરે. એ પ્રમાણે ભાવિતાત્મા અનગાર કરે? હા ગમન કરે. બાકી બધું પૂર્વ પ્રમાણે જાણવું. જેમ કોઈ એક જીવંજીવક નામે પક્ષી હોય, અને તે પણ પોતાના બન્ને પગ ને ઘોડાની પેઠે સાથે ઉપાડતું ગતિ કરે, એજ પ્રમાણે ભાવિતાત્મા અનગાર પણ આકાશ માં ઉડે? બાકી બધું પૂર્વ પેઠે જાણવું. જેમ કોઈ એક હંસ હોય અને તે આ કાંઠેથી બીજે કાંઠે રમતો રમતો ગતિ કરે, એ પ્રમાણે ભાવિતાત્મા અનગાર પણ ગગનમાં ઉડે? જાણવું. જેમ કોઈ એક સમુદ્રવાસ હોય અને તે એક તરંગથી બીજા તરંગ જતો ગતિ કરે, એ પ્રમાણે ભાવિતાત્મા સાધુ પોતે એવા આકારે ગગનમાં ગતિ કરે છે તે પ્રમાણે જાણવું.. જેમ કોઈ એક પુરુષ ચક્રને લઈને ગતિ કરે, એજ પ્રમાણે ભાવિતાત્મા અનગાર પોતે આકાશમાં ઉડે? બધું પૂર્વે કહેલી દોરડાથી બાંધેલ ધાટિકાની પેઠે જાણવું. એજ પ્રમાણે છત્ર તથા ચામરને લઈને ગમન કરે, જેમ કોઈ એક પુરુષ રત્નને લઈને ગમન કરે, એ પ્રમાણે વજ, વૈર્ય, યાવતુરિઝ એ પ્રમાણે ઉત્પલને હસ્તગત કરી, પાને હસ્તગત કરી, એ પ્રમાણે વાવતુ-કોઈ એક પુરુષ સહસ્રપત્રને લઈને ગતિ કરે, તેમ ભાવિતાત્મા અનગાર પોતે એવા આકારે આકાશમાં ગતિ કરે? એ પ્રમાણે જાણવું. હે ભગવન્! જેમ કોઈ એક પુરુષ -કમળની ડાંડલીને તોડી તોડીને ગતિ કરે, તે પ્રમાણે અનુગાર પણ પોતે બિસકૃત્યને પ્રાપ્ત કરી- ગગનમાં ગમન કરે? પૂર્વવત જાણવું. જેમ કોઈ એક કમલનો છોડ પાણીમાં કાયને ડુબાડી રહે એ પ્રમાણે ભાવિતાત્મા અનગાર પોતે એવા આકારે ગગનમાં ઉડે ? બાકી બધું વાગુલીને પેઠે જાણવું. જેમ કોઈ એક વનખંડ હોય, અને તે. કાળો, કાળા પ્રકાશવાળો, વાવ, મેઘના સમૂહરુપ, પ્રસન્નતા દેનાર હોય, એ જ પ્રમાણે ભાવિતાત્મા અનગાર પણ પોતે વનખંડના કૃત્યને પ્રાપ્ત કરી ગગનમાં ઉડે? બાકી બધું પૂર્વ પ્રમાણે જાણતું. જેમ કોઈ એક પુષ્કરિણી-વાવ હોય, અને તે ચોખંડી સમાન કાંઠાવાળી, જેને અનુક્રમે સુશોભિત વપ્ર-વંડી છે એવી, પોપટ વગેરે પક્ષીઓના મોટા શબ્દવાળી, તેઓના મધુર સ્વરવાળી અને પ્રસન્નતા આપનાર હોય. એ પ્રમાણે ભાવિતા ત્મા અનગાર પણ પુષ્કરિણીના કૃત્યને પ્રાપ્ત કરી આકાશમાં ઉડે? હા ઉ૩. હે ભગવન્! ભાવિતાત્મા અનગાર પુષ્કરિણીના કૃત્યને પ્રાપ્ત કેટલાં પો વિકુર્વિવાને સમર્થ થાય ? બાકી પૂર્વ પ્રમાણે જાણવું, પણ તે સંપ્રાપ્તિથી યાવતુ-વિફર્વશે નહિ. પૂર્વોક્ત રુપ) માયાવાળો વિકર્યું કે માયારહિત (અનગાર) વિકર્વે ? હે ગૌતમ માયાવાળો વિફર્વે, પણ માયારહિત સાધુ ન વિદુર્વે. માયાવાળો સાધુ વિદુર્વવાળારુપ પ્રમાદ સ્થાનકની આલોચના અને પ્રતિક્રમણ કર્યા સિવાય કાળ કરે-ઈત્યાદિ તૃતીય શતકના ચોથા ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે જાણવું. હે ભગવન્! તે એમજ છે, હે ભગવન્! તે એમજ છે શતક ૧૩-ઉદેસા-હનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org