________________ શતક-૧૮, ઉદેસો-૨ વામાં આવ્યું છે તેવા મુનિસુવ્રત તીર્થકર સમોસ અને યાવતુ-પક્ષએ પર્યપાસના કરી. ત્યારબાદ કાતિકશેઠ ભગવંત આવ્યાની વાત સાંભળી હર્ષવાળો અને સંતુષ્ટ થયો-ઈત્યાદિ જેમ અગીયારમાં શતકમાં કહેવામાં આવ્યું છે એવા સુદર્શન શેઠની પેઠે વાંદવા નીકળ્યો અને વાવત્ તેણે ભગવંતની પર્યપાસના કરી વગેરે બધું કહેવું. પછી મુનિસુવ્રત અહત કાર્તિક શેઠને ધર્મકથા કહી, યાવતુ-પરિષદ્ પાછી ગઈ. યાવતું આપ જે પ્રમાણે કહો છો. પરતુ હે દેવાનુપ્રિય ! એક હજાર આઠ વણિકોને પૂછી મોટા પુત્રને કુટુમ્બનો ભાર સોંપી દેવાનુપ્રિય એવા આપની પાસે પ્રવજ્યા લેવા ઈચ્છું છું. શ્રી મુનિ સુવ્રત ભગવંતે કહ્યું કે, “જેમ સુખ થાય તેમ કરો, યાવતુ-પ્રતિબંધ ન કરો.” ત્યારબાદ કાર્તિક શેઠ યાવતુ ત્યાંથી નીકળી જ્યાં હસ્તિનાગપુર નગર છે, યાવતુ-પ્રવ્રયા લેવા ઈચ્છું છું. માટે હે દેવાનુપ્રિયો ! તમે શું કરવા ઈચ્છો છો, શી પ્રવૃત્તિ કરવા ધારો છો, તમારા હૃદયને શું ઈષ્ટ છે, અને તમારું સામર્થ્ય શું છે?” ત્યારબાદ તે એક હજાર આઠ વણિકોએ તે કાર્તિકશેઠને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો! અમે પણ સંસારભયથી ઉદ્વિગ્ન થયા છીએ, જન્મ અને મરણથી ભય પામ્યા છીએ. તો આપની સાથે મુનિસુવ્રત અહિતની પાસે મુંડ થઈને ગૃહત્યાગ કરી અનગારપણું ગ્રહણ કરીશું. ત્યારબાદ તે કાતિકશેઠે તે એક હજાર આઠ વણિકોને આ પ્રમાણે કહ્યું કે, હે દેવાનપ્રિયો ! યાવતુવ્રજ્યા લેવા ઈચ્છતા હો તો તમે તમારે ઘેર જાઓ, અને પુષ્કળ અશનાદિ યાવત્ તૈયાર કરાવી, મિત્ર જ્ઞાતી વગેરેને બોલાવી લાવતુ જ્યેષ્ઠ કુટુમ્બનો ભાર સોંપી અને મિત્રાદિક તથા જ્યેષ્ઠ પુત્રને પૂછી હજાર પુરુષો વડે ઉચકી શકાય તેવી શિબિકામાં બેસી, અને માર્ગમાં તમારી પાછળ ચાલતા મિત્ર જ્ઞાતિ વાવતુ-પરિવાર વડે અને જ્યેષ્ઠ પુત્ર વડે અનુસરાયેલા, સર્વત્રદ્ધિથી યુક્ત યાવત-વાદ્યોના ઘોષપૂર્વક વિલંબ કર્યા સિવાય મારી પાસે આવો. ત્યાર પછી કાર્તિક શેઠના એ કથનને વિનયપૂર્વક સ્વીકારી તે બધા વણિકો પોતપોતાને ઘેર ગયા યાવતું-સર્વ ઋદ્ધિયુક્ત વાઘના ઘોષપૂર્વક તેઓ તુરત કાર્તિક શેઠની પાસે હાજર થયા. ત્યારબાદ તે કાર્તિક શેઠે ગંગદત્તની પેઠે પુષ્કળ અશનચાવતુ તૈયાર કરાવ્યા. યાવતુ-વાઘના ઘોષપૂર્વક ગંગદત્તની પેઠે નીકળ્યો, અને શ્રી મુનિસુવ્રત અહત આ પ્રમાણે બોલ્યો- હે ભગવન્! આ સંસાર ચોતરફ સળગી રહેલો છે, આ સંસાર અત્યન્ત. પ્રજ્વલિત થઈ રહેલો છે. આ સંસાર ચો તરફ અત્યંત પ્રજ્વલિત થઈ રહેલો છે. માટે આપની પાસે પ્રધ્વજ્યા ગ્રહણ કરવી એ મને શ્રેયપ થશે તેથી તે ભગવન્! આ એક હજાર આઠ વણિકો સાથે હું આપની પાસે સ્વયમેવ પ્રવ્રજ્યા લેવાને અને આપે કહેલ ધર્મ સાંભળવાને ઈચ્છું છું.' ત્યારપછી શ્રી મુનિસુવ્રત અહંત તે કાર્તિક શેઠને એક હજાર આઠ વણિકો સાથે પ્રવજ્યા આપી અને યાવતુ-ધમોપદેશ કર્યો- હે દેવાનુપ્રિયો ! આ. પ્રમાણે રહેવું ઈત્યાદિ યાવતુ આ પ્રમાણે સંયમનું પાલન કરવું.' ત્યારબાદ તે કાતિકશેઠે એકહજાર આઠવણિકો સાથે મુનિસુવ્રત અહિત કહેલા આવા પ્રકારના ધાર્મિક ઉપદે શોનો સારી રીતે સ્વીકારી કર્યો. અને તેણે તેમની આજ્ઞા પ્રમાણે તેવીજ રીતે આચરણ કર્યું, યાવતુ-સંયમનું પાલન કર્યું. ત્યાર બાદ તે કાર્તિકશેઠ એકહજારઆઠ વણિકો સાથે અનગાર થયા, ઈયસમિતિયુક્ત અને વાવતુ-ગુપ્ત બ્રહ્મચારી- થયા. પછી તે કાર્તિક અનગારે મુનિસુવતઅહતના તેવા પ્રકારના સ્થવિરોની પાસે સામયિકથી આરંભી ચૌદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org