________________ - - - - ભગવઇ-૨૪-ર૮૪૩ પ્રમાણે અસંખ્યાત વર્ષના આયુષવાળા તિર્યંચયોનિ- કોની પેઠે પ્રથમ ત્રણ ગમતો જાણવા. પણ વિશેષ એ કે શરીરની ઉંચાઈ પ્રથમ અને દ્વિતીય ગમકમાં કાંઈક અધિક પાંચસો ધનુષ અને ઉત્કૃષ્ટથી ત્રણ ગાઉના હોય છે, ત્રીજા ગુમકમાં શરીરની ઉંચા ઈજઘન્ય અને ઉત્કૃષ્ટ પણ. ત્રણ ગાઉની જાણવી. બાકી બધું તિયચયોનિકની પેઠે જાણવું. જો તે પોતે જઘન્યકાળની સ્થિતિવાળો હોય તેને જઘન્યકાળની સ્થિતિવાળા તિર્યંચયો નિકો પેઠે ત્રણે ગમો કહેવા. પણ વિશેષ એ કે અહિં ત્રણ ગમમાં શરીરની ઉંચાઈ જઘન્ય અને ઉત્કૃષ્ટ કાંઈક અધિક પાંચસો ધનુષ જાણવી, બાકી બધું પૂવક્ત કહેવું. જો તે પોતે ઉત્પષ્ટકાળની સ્થિતિવાળો હોય તો તે સંબંધે પણ પૂર્વોક્ત છેલ્લા ત્રણે ગમો કહેવા. પણ વિશેષ એ કે ત્રણે ગમોમાં શરીરનું પ્રમાણ જઘન્ય અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉનું હોય છે. જો તે અસુરકુમાર સંખ્યાતા વર્ષના આયુષવાળા સંશી મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું પતિ સંખ્યાતા વર્ષના આયુષવાળા કે અપર્યાપ્ત વર્ષના આયુષવાળા સંશી મનુષ્યોતી. આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! પર્યાપ્ત સંખ્યાતા વર્ષના આયુષવાળા સંજ્ઞી મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય,પર્યાપ્ત સંખ્યાતા વર્ષના આયુષવાળો સંજ્ઞી મનુષ્યો, જે અસુરકમારો ઉત્પન્ન થવાને યોગ્યછેને કેટલાકાળની સ્થિતિવાળા અસુરકુમારોમાં ઉત્પન્ન થાય ? હે ગૌતમ! જઘન્ય દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ કાંઈક અધિક સાગરોપમ હે ભગવન્! તે જીવો એક સમયે કેટલા ઉત્પન્ન થાય ? એ પ્રમાણે જેમ રત્નપ્રભામાં ઉત્પન્ન થનાર મનુષ્યોના નવગમો કહ્યા તેમ અહિં પણ નવ ગમો કહેવા. પણ વિશેષ એ કે અહીં સંવેધ પૂર્વકોટ સહિત સાગરોપ-મનો કહેવો. શતક ૨૪-ઉદ્દેસા-મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ? (ઉદ્દેશકો-૩-૧૧) [૮૪૪-૮૪પ ભગવાનું! નાગકુમારો કયાંથી આવીને ઉત્પન્ન થાય છે. હે ગૌતમ! તેઓ તિર્યચોથી અને મનુષ્યોથી આવીને ઉત્પન્ન થાય છે. જો તેઓ તિર્યંચયોથી આવી ઉત્પન્ન થાય છે-ઈત્યાદિ જેમ અસુરકુમારોની વક્તવ્યતા કહી તેમ એઓની પણ વક્ત વ્યતા યાવતુ અસંશી સુધી કહેવ. જો સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકોથી આવી ઉત્પન્ન થાય તો શું સંખ્યાતા વર્ષના આયુષવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકોથી આવી ઉત્પન્ન થાય કે અસંખ્યાતા વર્ષના આયુષવાળા હે ગૌતમ ! તેઓ બન્ને પ્રકારના તિર્યંચયનિકોથી આવી ઉત્પન્ન થાય. હે ભગવન્! અસંખ્યાત વર્ષના આયુષવાળા સંજ્ઞી પંચે ન્દ્રિય તિર્યંચયોનિક, જે નાગકુમારોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કેટલા કાળની સ્થિતિ વાળા નાગકુમારોમાં ઉત્પન્ન થાય? તે જધન્યથી દશ હજાર વર્ષની ઉત્કૃષ્ટથી કાંઈક ન્યૂન બે પલ્યોપમની તે જીવો એક સમયે કેટલા ઉત્પન્ન થાય-ઈત્યાદિ અસુર- કુમારમાં ઉત્પન્ન થનાર અસંખ્યાતા વર્ષના આયુષવાળા તિર્યંચોનો યાવતુ-ભવાદેશ સુધી સમગ્ર પાઠ કહેવો. કાળની અપેક્ષાએ જઘન્ય કાંઈક અધિક પૂર્વકોટ સહિત દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ કાંઈ ન્યૂન પાંચ પલ્યોપમ-એટલો કાળ યાવતુ-ગમનાગમન કરે. તે જીવ જઘન્યકાળની ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા નાગકુમારમાં ઉત્પન્ન થાય તો તેને પણ એ જ વક્તવ્યતા કહેવી. પણ વિશેષ એ કે જઘન્ય સ્થિતિ કાંઈક ન્યૂન બે પલ્યોપમની અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની હોય છે. વાવત-ભવાદેશ સુધી જાણવુ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org