________________ શતક-૨૫, ઉદેસો-૮ 491 પ્રકારે તે જીવોનો શીધ્ર ગતિવિષય છે. તે જીવો પોતાના પરિણામરૂપ અને મને વગરના વ્યાપારરૂપ કર્મબંધના હેતુ દ્વારા પરભવનું આયુષ બાંધે છે. તે જીવોના આયુષનો ક્ષય થવાથી, તે જીવોના ભવનો ક્ષય થવાથી અને તે જીવોની સ્થિતિનો નાશ થવાથી તે જીવોની ગતિ પ્રવર્તે છે. હે ભગવન્! તે જીવો શું પોતાની ઋદ્ધિથી-શક્તિથી ઉપજે છે કે પારકી ઋદ્ધિથી ઉપજે છે ? હે ગૌતમ ! તે જીવો પોતાની ઋદ્ધિથી ઉપજે છે, પણ પરની ઋદ્ધિથી ઉપજતા નથી. હે ગૌતમ! તે જીવો પોતાના કર્મથી ઉપજે છે, પણ પારકા કર્મથી નથી ઉપજતા. હે ગૌતમ ! તે જીવો પોતાના પ્રયોગથી ઉપજે છે, પણ પારકા પ્રયોગથી ઉપજતા નથી. હે ગૌતમ ! જેમ નૈરયિક વિષે કહ્યું તેમ બધું અસુરકુમાર સંબંધે પણ જાણવું, વાવતુ-તેઓ પોતાના પ્રયોગથી ઉત્પન્ન થાય છે, પણ પરપ્રયોગથી ઉત્પન્ન થતા નથી.’ એ પ્રમાણે એકેદ્રિય સિવાય યાવતુ- વૈમાનિક સુધી બધા જીવો સંબંધે સમજવું. એકેંદ્રિયો વિષે પણ તેજ પ્રકારે જાણવું, માત્ર વિશેષ એ કે, તેઓની વિગ્રહગતિ ચાર સમયની હોય છે. (શતક ર૫ ઉદેશક૯થી 12H- ) [71] હે ભગવન્! ભવસિદ્ધિક નૈરયિકો કેવી રીતે ઉત્પન્ન થાય છે? હે ગૌતમ! જેમ કોઈ એક કૂદનારો કૂદતો કૂદતો- ઇત્યાદિ પૂર્વોક્ત સમજવું. બાકી બધું તે જ રીતે થાવતુ-વૈમાનિક સુધી સમજવું. હે ભગવન્! તે એમજ છે, હે ભગવન! તે એમજ છે.' [972] હે ભગવન્! અભયસિદ્ધિકનૈરયિકો કેવી રીતે ઉત્પન્ન થાય? હે ગૌતમ ! જેમ કોઈ એક કૂદનારો કૂદતો કૂદતો-ઇત્યાદિ બાકીનું બધું પૂવક્ત જાણવું, અને એ રીતે થાવતુ-વૈમાનિક સુધી સમજવું. હે ભગવન્! તે એમજ છે, હે ભગવન્! તે એમજ છે.' [973) હે ભગવન્! સમ્યવૃષ્ટિ નૈરયિકો કેવી રીતે ઉપજે? હે ગૌતમ! જેમ કોઈ કૂદનાર ફૂદતો કૂદતો-ઇત્યાદિ બાકીનું બધું પૂર્વોક્ત જાણવું. એ પ્રમાણે એકેન્દ્રિય સિવાય થાવતુ-વૈમાનિક સુધી જાણવું. હે ભગવન્! તે એમજ છે.' [974] મિથ્યાવૃષ્ટિ નૈરયિકો કેવી રીતે ઉપજે? હે ગૌતમ ! જેમ કોઈ કૂદનાર કૂદતી કૂદતો-ઇત્યાદિ બાકીનું બધું વૈમાનિક સુધી જાણવું. હે ભગવન્! તે એમજ છે. શતકઃ ૨૫-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ | (9: શતક 26:-) ઉદ્દેશો-૧ - 9i75] આ શતકમાં અગિયાર ઉદ્દેશકો છે અને તેમાં પ્રત્યેક ઉદ્દેશકે જીવો, લેશ્યાઓ, પાક્ષિકો દ્રષ્ટિ, અજ્ઞાન, જ્ઞાન, સંજ્ઞા, વેદ, કષાય, યોગ અને ઉપયોગ-એમ. અગિયાર સ્થાનો-વિષયોને આશ્રયી બન્ધવક્તવ્યતા કહેવાની છે. [૯૭૬હે ભગવન્! શું જીવે પાપકર્મ બાંધ્યું, બાંધે છે અને બાંધશે? અથવા શું જીવે પાપકર્મ બાંધ્યું, બાંધે છે અને નહીં બાંધશે? અથવા શું જીવે પાપકર્મ બાંધ્યું નથી બાંધતો અને બાંધશે? અથવા શું જીવે પાપકર્મ બાંધ્યું, નથી બાંધતો અને નહીં બાંધશે? હે ગૌતમ ! કોઈ જીવે પાપકર્મ બાંધ્યું છે, બાંધે છે અને બાંધશે, કોઇ જીવે પાપકર્મ બાંધ્યું છે, બાંધે છે અને બાંધશો નહીં. કોઈ જીવે પાપ કર્મ બાંધ્યું છે, નથી બાંધતો અને બાંધશો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org