________________ શતક-૨૦, ઉદેસો-પ સમજવા. વણની પેઠે રસો કહેવો, અને સ્પર્શના ભાંગા ચતુષ્પદેશિકની પેઠે કહેવા. હે ભગવન્! નવ પ્રદેશિક સ્કંધ કેટલા વર્ણવાળો હોય ?-ઈત્યાદિ પ્રશ્ન, હે ગૌતમ! અષ્ટપ્રદેશિક સ્કંધની પેઠે કદાચ એક વર્ણવાળો યાવતુ-કદાચ ચાર સ્પર્શવાળો હોય છે.” જો તે એક વર્ણવાળો ઈત્યાદિ હોય તો એક, બે, ત્રણ અને ચાર વર્ણના ભાંગાઓ અષ્ટપ્રદેશિક સ્કંધની પેઠે જાણવા. હવે જો તે પાંચવર્ણવાળો હોય તો કદાચ એક દેશ કાળો, લીલો, રાતો, પીળો અને ધોળો હોય, એ પ્રમાણે ક્રમ પૂર્વક એકત્રીશ ભાંગાઓ કહેવા. એમ વર્ણને આશ્રયી અસંયોગી, દ્વિસંયોગી, ત્રિકસંયોગી, ચતુઃસંયોગી અને પંચસંયોગી-બધા મળીને બસો ને છત્રીસ ભાંગા થાય છે. ગંધસંબંધે અષ્ટપ્રદેશિકની જેમ કહેવું. રસ સંબંધે પોતાના વર્ષની જેમ જાણવું અને સ્પર્શ સંબંધે ચતુષ્પદેશિક કંપની પેઠે કહેવું. હે ભગવન્! દશપ્રદેશિક સ્કંધ સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! નવપ્રદેશિક સ્કંધની પેઠે કદાચ એક વર્ણવાળો હોય, યાવતુ-કદાચ ચાર સ્પર્શવાળો હોય. જો તે એક વર્ણવાળો ઈત્યાદિ હોય તો, એક, બે, ત્રણ અને ચાર વર્ણ સંબંધે નવપ્રાદેશિક સ્કંધની જેમ કહેવું. જો તે પાંચ વર્ણવાળો હોય તો પણ નવપ્રદેશિકની પેઠે જ જવું. પણ વિશેષ એ કે. અહિ બત્રીશમો ભાંગો અધિક કહેવો. એ પ્રમાણે અસંયોગી, દ્વિકસંયોગી, ત્રિકસંયોગી, ચતુઃસંયોગી અને પંચસંયોગી-બધા મળીને બસોને સાડત્રીશ ભાંગા થાય છે. ગંધ સંબંધે નવપ્રદેશિક સ્કન્ધની પેઠે ભાંગા કહેવા. રસના ભાંગા પોતાના વર્ણની પેઠે જાણવા. અને સ્પર્શ સંબંધી ભાંગા ચતુwદેશિક પેઠે જાણવા. જેમ દશપ્રાદેશિક સ્કંધ કહ્યો તેમ સંખ્યાતપ્રદેશિક, અસંખ્યાતપ્રદેશિક અને સૂક્ષ્મ- પરિણામવાળો અનંત પ્રદેશિક સ્કંધ પણ જાણવું. 7i87] હે ભગવનું ! બાદરપરિણામવાળો (ધૂળ) અનંતપ્રદેશિક સ્કંધ કેટલા વર્ણવાળો હોય ?-ઈત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ ! અઢારમાં શતકમાં કહ્યા પ્રમાણે વાવતુ તે કદાચ આઠ સ્પર્શવાળો પણ કહ્યો છે ત્યાં સુધી જાણવું. તેના વર્ણ, ગંધ અને રસના ભાંગાઓ શિપ્રાદેશિક સ્કંધની પેઠે જાણવા. હવે જો તે ચારસ્પર્શવાળો હોય તો, કદ્ધચ સર્વ કર્કશ, સર્વ ગુરુ, સર્વ શીત અને સર્વ સ્નિગ્ધ હોય, કદાચ સર્વ કર્કશ, સર્વ ગુરુ, સર્વ શીત અને સર્વ રુક્ષ હોય, કદાચ સર્વ કર્કશ, સર્વ ગુરુ, સર્વ ઉષ્ણ અને સર્વ સ્નિગ્ધ હોય. કદાચ સર્વ કર્કશ, સર્વ ગુરુ, સર્વ ઉષ્ણ અને સર્વ રુક્ષ હોય, કદાચ સર્વ કર્કશ, સર્વ લધુ, સર્વ શીત અને સર્વ સ્નિગ્ધ હોય, કદાચ સર્વ કર્કશ, સર્વ લઘુ સર્વ સર્વ શાંત અને સર્વ રુક્ષ હોય, કદાચ સર્વ કર્કશ, સર્વ લઘુ, સર્વ ઉષ્ણ અને સર્વ સ્નિગ્ધ હોય કદાચ સર્વ કર્કશ, સર્વ લઘુ, સર્વ ઉષ્ણ અને સર્વ રુક્ષ હોય, કદાચ સર્વ મૃદુકોમળ, સર્વ ગુરુ, સર્વ શીત અને સર્વ સ્નિગ્ધ હોય, કદાચ સર્વ મૃદુ, સર્વ ગુરુ, સર્વ શીત અને સર્વ રુક્ષ હોય, કદાચ સર્વ મૃદુ, સર્વ ગુરુ, સર્વ ઉષ્ણ અને સર્વ સ્નિગ્ધ હોય, કદાચ સર્વ મૃદુ, સર્વ ગુરુ, સર્વ ઉણ અને સર્વ ક્ષ હોય, કદાચ સર્વ મૃદુ, સર્વ લઘુ, સર્વ શીત અને સર્વ નિધ હોય, કદાચ સર્વ મૃદુ, સર્વ લઘુ, સર્વ શીત અને સર્વ રુક્ષ હોય, કદાચ સર્વ મૃદુ, સર્વ લઘુ સર્વ મૃદુ, સર્વ લઘુ, સર્વ ઉષ્ણ અને સર્વ સ્નિગ્ધ હોય, કદાચ સર્વ મૃદુ, સર્વ લઘુ, સર્વ ઉષ્ણ અને સર્વ રુક્ષ હોય. એ સોળ ભાંગાઓ જાણવા. હવે જો તે પાંચસ્પર્શવાળો હોય તો સર્વ કર્કશ, સર્વ ગુરુ, સર્વ શીત, એક દેશ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org