________________ શતક-૨૪, ઉદેસી-૧ 429 મનુષ્ય પોતે જઘન્ય કાળની સ્થિતિવાળો હોય અને તે શર્કરા પ્રભામાં ઉત્પન્ન થાય તો તે સંબંધે ત્રણે ગમકમાં એ પૂર્વોક્ત વક્તવ્યતા કહેવી. પણ વિશેષ એ કે શરીરની ઉંચાઈ જઘન્યથી અને ઉત્કૃષ્ટ બેથી નવ હાથ સુધીની હોય છે, અને આયુષ જઘન્ય તથા ઉત્કૃષ્ટ વર્ષપૃથત્વ હોય છે. અનુબંધ પણ એ જ પ્રમાણે જાણવો. બાકી બધું સામાન્ય ગમકની પેઠે કહેવું. અને સર્વ સંવેધ પણ વિચારીને કહેવો. જો તે મનુષ્ય પોતે ઉત્કૃષ્ટ- કાળની સ્થિતિવાળો હોય અને તે શર્કરા પ્રભામાં નૈરયિક થાય તો તે સંબંધે ત્રણે ગમ- કોમાં આ પ્રમાણે વિશેષતા છે-શરીરની અવગાહના જધન્ય અને ઉત્કૃષ્ટ પાંચસો ધનુષની હોય છે, સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ પૂર્વકોટીની હોય છે, અનુબંધ પણ એ જ પ્રમાણે જાણવો. બાકી બધું પ્રથમ ગમકની પેઠે સમજવું. પણ વિશેષ એ કે નૈરયિકની સ્થિતિ અને કાયવેધ વિચારીને કહેવો. એ પ્રમાણે વાવતુ-છઠ્ઠી નરક પૃથિકી સુધી જાણવું. પણ વિશેષ એ કે નૈરયિકની સ્થિતિ અને કાયસંવેધ વિચારીને કહેવો. એ પ્રમાણે વાવતુ-છઠ્ઠી નરક પૃથિવી સુધી જાણવું. પણ વિશેષ એ છે કે ત્રીજી નરકથી માંડી તિર્યંચયોનિકની પેઠે એક એક સંઘયણ ઘટાડવું, અને કાળાદેશ પણ તેમજ કહેવો. પણ વિશેષ એ છે કે અહિં મનુષ્પોની સ્થિતિ કહેવી. [૮૪રહે ભગવન્! સંખ્યાતા વર્ષના આયુષવાળો પયણ સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય જે સપ્તમ નરક પૃથિવીના નૈરયિકોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે હે ભગવન્! કેટલા કાળની સ્થિતિવાળા નરયિકોમાં ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! તે જઘન્યથી બાવીશ સાગ રોપમની સ્થિતિવાળા અને ઉત્કૃષ્ટથી તેત્રીશ સાગરોપમની સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય. હે ભગવન્! તે જીવો એક સમયે કેટલા ઉત્પન્ન થાય ? બાકીની બધી વક્તવ્યતા શર્કરાખભા પૃથિવીના ગમકની પેઠે જાણવી. પરન્તુ વિશેષ એ છે કે સક્ષમ નરકમાં પ્રથમ સંઘયણવાળા ઉપજે છે, અને સ્ત્રીવેદવાળા નથી ઉપજતાં, બાકી બધું વાવતુ-અનુબંધ સુધી પૂર્વવતુ જાણવું. ભવાદેશથી બે ભવ, અને કાળાદેશથી જઘન્ય વર્ષપૃથક્વ અધિક બાવીશ સાગરોપમ તથા ઉત્કૃષ્ટથી પૂર્વકટી અધિક તેત્રીશ સાગરોપમ-એટલો કાળ યાવતું ગમનાગમન કરે. જો તે જ મનુષ્ય જઘન્યકાળ કે ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા સક્ષમ નરકમાં નૈરયિકપણે ઉત્પન્ન થાય તો તેને પણ એ જ વક્ત. વ્યતા કહેવી. પણ વિશેષ એ છે કે સંવેધ વિચારીને કહેવો. જે તે સંજ્ઞી મનુષ્યો પોતે જઘન્યકાળની સ્થિતિવાળો હોય અને સપ્તમ પૃથિવીના નૈરયિકોમાં ઉત્પન્ન થાય તો તેને ત્રણે ગમકોમાં એ જ વક્તવ્યતા કહેવી. પણ વિશેષ એ કે શરીરની અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટ બેથી નવ હાથ સુધી તથા સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ વર્ષપૃથક્વ હોય છે. એ પ્રમાણે અનુબંધ પણ જાણવો. તથા સંવેધ ધ્યાન રાખીને કહેવો. જો તે સંજ્ઞી મનુષ્ય પોતે ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળો હોય અને સપ્તમ નરક પૃથિવીમાં ઉત્પન્ન થાય તો તેને ત્રણે ગમકમાં એ જ પૂર્વોક્ત વક્તવ્યતા કહેવી. પરન્તુ વિશેષ એ છે કે શરીરની ઉંચાઈ જઘન્ય અને ઉત્કૃષ્ટ પાંચસો ધનુષની હોય છે, સ્થિતિ જધન્ય અને ઉત્કૃષ્ટ પૂર્વકટી. વર્ષની હોય છે. એ પ્રમાણે અનુબંધ પણ જાણવો. તથા ઉપર કહેલા નવે ગામોમાં નૈરવિકની સ્થિતિ અને સંવેધ વિચારીને કહેવો. યાવતુ-નવમાં ગમકમાં કાળની અપેક્ષાએ જધન્ય અને ઉત્કૃષ્ટ પૂર્વમોટી અધિક તેત્રીશ સાગરોપમ-એટલો કાળ સેવે. શતક૨૪-ઉદ્દેસોની અનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org