________________ શતક-૨૪, ઉદેસી-૧ 421 કોથી આવી ઉત્પન્ન થતા નથી, પણ પંચેન્દ્રિય તિર્યંચયોનિકોથી આવી ઉત્પન્ન થાય છે. હે ભગવન જે નૈરયિકો પંચેન્દ્રિય તિર્યંચયોનિકોથી આવે તો શું સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયો નિકોથી કે અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયનિકોથી આવી ઉત્પન્ન થાય છે ? હે ગૌતમ ! બંનેથી હે ભગવન્! જે અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકથી આવી ઉત્પન્ન થાય છે તો શું જલચરોથી, સ્થલચરોથી કે ખેચરોથી ? હે ગૌતમ ! ત્રણેથી. જો તેઓ ત્રણેથી આવી ઉત્પન્ન થાય છે તો શું તે પતિ કે અપર્યાપ્તા જલચર, સ્થલચરો કે ખેચરોથી આવી. ઉત્પન્ન થાય છે? હે ગૌતમ! પતિ જલચરો અને ખેચરોથી આવી ઉત્પન્ન થાય છે, પણ અપર્યાપ્તથી આવી ઉત્પન્ન થતા નથી. પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવ, જે નરયિકોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કેટલી નરકમૃથિવીમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ ! તે પ્રથમ પ્રભા નરકમૃથિવીમાં ઉત્પન્ન થાય. હે ભગવનું છે તે કેટલા કાળના આયુષવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય? હે ગૌતમીતે જઘન્ય દસ હજારવર્ષ અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગની સ્થિતિ વાળાનૈરયિકોમાં તેઓએકસમયે કેટલા ઉત્પન્ન થાય?હે ગૌતમીજઘન્યથી એક,બેક ત્રણ અને ઉત્કૃષ્ટા સંખ્યાતા કે અસંખ્યાતા. તે અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચોના શરીર ક્યાં સંઘયણવાળા હોય?હે ગૌતમ ! સેવાસંઘયળવાળાં. તે જીવોની કેટલી મોટી શરીર વગાહના-હોય?હે ગૌતમ!જઘન્ય અંગુલના અસંખ્યાતમાં ભાગની અને ઉત્કૃષ્ટ એક હજાર યોજનની. તેઓના શરીરોનું ક્યું સંસ્થાન હોય છે? હે ગૌતમ ! હુડકસંસ્થાન. હે ભગવન્! (અસંજ્ઞી પંચેન્દ્રિયતિર્યંચોને કેટલી વેશ્યાઓ કહી છે? ત્રણ કૃષ્ણ લેશ્યા, નીલલેશ્યા, અને કાપોતલેશ્યા. હે ભગવન! શું તે જીવો સમ્મદ્રષ્ટિ છે, મિથ્યા દ્રષ્ટિ છે કે સમ્યુગ્મિધ્યાવૃષ્ટિ છે? હે ગૌતમ! તેઓ સમ્યવૃષ્ટિ કે સમ્યગ્મધ્યાવૃષ્ટિ નથી, પણ મિથ્યાદ્રષ્ટિ છે. હે ભગવન્તે જીવો જ્ઞાની છે કે અજ્ઞાની ? હે ગૌતમ ! તેઓ જ્ઞાની નથી, પણ અજ્ઞાની છે અને તેઓને અવશ્ય બે અજ્ઞાન હોય મતિ જ્ઞાન અને શ્રુત અજ્ઞાન. હે ભગવાન! તેઓ મનયોગવાળા, વચનયોગળાળા કે કાયયોગવાળા છે ? હે ગૌતમ! તેઓ મનોયોગવાળા નથી પણ વચનયોગ અને કાયયોગવાળા છે. હે ભગવન્! તે જીવો સાકાર ઉપયોગવાળા છે કે અનાકાર ઉપયોગવાળા છે? બંને. હે ભગવનું ! તે જીવોને કેટલી સંજ્ઞાઓ હોય છે ? ચાર. આહારસંજ્ઞા, યાવતુ પરિગ્રહસંજ્ઞા. હે ભગવન ! તે જીવોને કેટલા કષાયો હોય છે? ચાર. ક્રોધકષાય, યાવતું લોભકષાય. તે જીવોને કેટલી ઈન્દ્રિયો હોય છે ? પાંચ. શ્રોત્રેન્દ્રિય, યાવતુ-સ્પર્શેન્દ્રિય. તે જીવોને કેટલા સમુદ્ધાતો કહ્યા છે? ત્રણ. વેદનાસમુદ્ધાત, કષાયસમુદ્ધાત અને માર રાન્તિક સમુદ્ધાત.હે ભગવીશું તે જીવો સાતા-અનુભવે છે કે અસાતા અનુભવે છે? હે ગૌતમ! બંને. હે ભગવન! તે જીવોને ક્યો વેદ છે ? હે ગૌતમ ! નપુસંકવેદ છે. હે ભગવન્ તેઓની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ થી પૂર્વકોટીની. તેઓના અધ્યવસાયસ્થાનો કેટલા કહ્યાં છે ? હે ગૌતમ! અસંખ્યાતા. તે અધ્યવસાયસ્થાનો પ્રશસ્ત છે કે અપ્રશસ્ત છે? હે ગૌતમ! બંને. હે ભગવન્! તે જીવ પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિફરુપે કેટલા કાળ સુધી રહે? હે ગૌતમ ! જઘન્યથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org