________________ શતક-૮, ઉદેસો 185 ચાવતુ દશ સંસ્તારકવડે ઉપનિમંત્રણ કરે, યાવતુ તેને પાઠવે. [47] કોઈ નિગ્રન્થો ગૃહપતિના ઘરે આહાર પ્રહણ કરવાના ઇરાદાથી પ્રવેશ કરતા કોઈ અકૃત્ય સ્થાનનું પ્રતિસેવન કર્યું હોય, પછી તે નિર્ગસ્થના મનમાં એમ થાય કે પ્રથમ હું અહીંજ આ કાર્ય સ્થાનનું આલોચન. પ્રતિક્રમણ, નિન્દા અને ગહ કરું, છે, વિશુદ્ધ કરું, પુનઃ ન કરવા માટે તૈયાર થાઉં, અને યથાયોગ્ય પ્રાયશ્ચિતરૂપ તપ કર્મનો સ્વીકાર કરે. ત્યારપછી સ્થવિરોની પાસે જઈને આલોચના કરીશ, યાવતુ તપકર્મનો સ્વીકાર કરીશ.” (એમ વિચારી) તે નિર્ઝન્ય સ્થવિરોની પાસે જવા નીકળે અને ત્યાં પહોંચ્યાં પહેલાં તે સ્થવિરો મૂક થઈ જાય-બોલી ન શકે અથતુિ પ્રાયશ્ચિત્ત ન આપી શકે તો હે ભગવન્! શું તે નિર્ઝન્ય આરાધક છે કે વિરાધક છે? હે ગૌતમ! તે નિર્મન્થ આરાધક છે પણ વિરાધક નથી. હવે તે નિર્ઝન્ય સ્થવિરોની પાસે જાય અને ત્યાં પહોંચ્યા પહેલા તે (નિઝેન્થ) મૂક થઈ જાય તો હે ભગવન્! શું તે નિગ્રન્થ આરાધક છે કે વિરાધક છે? હે ગૌતમ ! તે નિર્ગુન્થ આરાધક છે પણ વિરાધક નથી. તે નિગ્રન્થ સ્થવિરોની પાસે જવા નીકળે અને તે પહોંચ્યા પહેલાં તે સ્થવિરો કાળ કરે તો હે ભગવન! આરાધક છે કે વિરાધક છે? હે ગૌતમ! તે નિગ્રંથ આરાધક છે પણ નિરાધક નથી. હવે સ્થવિરોની પાસે જવા નિકળેલો તે નિર્ગસ્થ સ્થવિરોની પાસે પહોંચ્યા પહેલા પોતે કાળ કરી જાય તો? હે ગૌતમ! તે નિગ્રન્થ આરાધક છે પણ વિરાધક નથી. તે નિર્ધી સ્થવિરોની પાસે જવા નીકળે અને પહોંચતા વાર તે સ્થવિરો મૂક થઈ જાય, તો હે ભગવન્! તે શું નિર્મન્થ આરાધક છે કે વિરાધક છે ? હે ગૌતમ ! તે નિર્ઝન્ય આરાધક છે પણ વિરાધક નથી. હવે તે નિર્ગસ્થ સ્થવિરોની પાસે જાય અને ત્યાં પહોંચતાં વાર તે નિર્ઝન્થ) મૂક થઇ જાય તો શું તે નિર્ઝન્ય આરાધક છે કે વિરાધક છે? ઇત્યાદિ સંપ્રાપ્ત (પહોંચેલા) નિગ્રન્થના ચાર આલાપક અસંપ્રાપ્ત (નહિ પહોંચેલા) નિર્ગન્યની પેઠે કહેવા. કોઈ નિર્મળે નિહારભૂમિ કે વિહારભૂમિ તરફ જતાં કઈ એક અત્યસ્થાનનું પ્રતિસેવન કર્યું હોય, પછી તેને એમ થાય કે હું પ્રથમ અહીં તેનું આલોઅનાદિ કરે - ઇત્યાદિ પૂર્વની પેઠે અહીં પણ તેજ આલાપક કહેવા, નિર્ચન્થ ગ્રામાનુગ્રાવિહાર કરતાં કોઈ એક અત્યસ્થાનનું પ્રતિસેવન કર્યું હોય, પછી તેને એમ થાય કે, હું પ્રથમ તેનું આલોચનાદિ કરું-ઇત્યાદિ પૂર્વવતુ અહીં પણ તેજ આઠ આલાપક કહેવા, કોઈ સાધ્વીએ આહાર ગ્રહણ કરવાના ઈરાદાથી ગૃહપતિના ઘરે પ્રવેશ કરતા કોઈ એક અકૃત્યસ્થાનનું પ્રતિસેવન કર્યું. પછી તેને એમ થાય કે હું પ્રથમ આ કૃત્યસ્થાનનું આલોચન કરે. યાવતુ તપકર્મનો સ્વીકાર કર્યું. ત્યારપછી પ્રવતિની (વૃદ્ધ સાધ્વી) ની પાસે આલોચના કરીશ, યાવતુ તપકર્મનો સ્વીકાર કરીશ, (એમ વિચારી) તે સાધ્વી તે પ્રવર્તિનીની પાસે જવા નિકળે, અને ત્યાં પહોંચ્યા પહેલાં તે પ્રવર્તિની મુંગી થઈ જાય, તો હે ભગવન્! શું તે સાધ્વી આરાધક છે કે વિરાધક છે? હે ગૌતમ! તે સાધ્વી આરાધક છે પણ વિરાધક નથી, જેમ નિગ્રંથને ત્રણ આલાપકો કહ્યા છે તેમ ત્રણ આલાપકો સાથ્વીને કહેવા. યાવતું તે આરાધક છે પણ વિરાધક નથી.” હે ભગવન્! એ પ્રમાણે આપ શા હેતુથી કહો છો કે તેઓ આરાધક છે પણ વિરાધક નથી ? હે ગૌતમ ! જેમ કોઈ એક પુરુષ એક મોટા ઊનનાં, ગજના લોમના, શણના રેસાના, કપાસના રેસાના, તૃણના અગ્રભાગના બે, ત્રણ કે સંખ્યાત છેદ કકડા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org