________________ 258 ભગવાઈ * 11-9Nos બહાર ઉતરપૂર્વ દિશામાં-સહસ્ત્રાપ્રવન ઉદ્યાન હતું. તે ઉઘાન સર્વ ઋતુના પુષ્પ અને ફલથી સમૃદ્ધ, રમ્ય અને નંદનવન સમાન હતું. તેની છાયા સુખકારક અને શીતળ હતી. તે મનોહર, સ્વાદિષ્ટફલવાળું, કટકરહિત, પ્રસન્નતા આપનાર, વાવતુ પ્રતિરૂપ-સુન્દરહતું. તે હસ્તિનાપુર નગરમાં શિવ નામે રાજા હતો, તે મોટા હિમાચલ પર્વતની પેઠે શ્રેષ્ઠ હતો, તે શિવ રાજાને ધારિણી નામે પટ્ટરાણી હતી. તેના હાથ પગ સુકમાલ હતા, તે શિવરાજાને ધારિણી રાણીથી ઉત્પન્ન થયેલો શિવ ભદ્ર નામે પુત્ર હતો, તેના હાથ પગ સુકુમાલ હતા-ઇત્યાદિ કુમારનું વર્ણન સૂર્યકાંત રાજ- કુમારની પેઠે કહેવું. યાવત્ તે કુમાર તો જોતો વિહરે છે. હવે કોઈ એક દિવસે શિવરાજાને પૂર્વરાત્રિના પાછલા ભાગમાં રાજ્યકારભારનો વિચાર કરતા આ આવો અધ્યાવસાય-સંકલ્પ ઉત્પન્ન થયો કે મારા પૂર્વ પુણ્યકર્મોનો પ્રભાવ છે, ઈત્યાદિ તામિલ તાપસની પેઠે કહેતું, જે વાવત્ હું પુત્રોવડે, પશુઓવડે, રાજ્યવડે, રાષ્ઠવડે બલવડે, વાહનવડે, કોલવડે કોષ્ઠાગારવડે, પરવડે અને અન્તઃપુરવડે વૃદ્ધિ પામું છું વળી પુષ્કળ ધન, કનક, રત્ન યાવત્ સારભૂત દ્રવ્યવડે અતિશય અત્યંત વૃદ્ધિ પામું છું તો શું હવે હું મારા પૂર્વ પુણ્યકર્મોના ફલરૂપ એકાત્ત સુખને ભોગવતો જ વિહરું? તે માટે જ્યાં સુધી હું હિરણ્યથી વૃદ્ધિ પામું છું, યાવત્ પૂર્વે કહ્યા પ્રમાણે વૃદ્ધિ પામું છું જ્યાં સુધી સામંત રાજાઓ મારે તાબે છે, ત્યાંસુધી મારે કાલે પ્રાતઃકાળે સૂર્ય દેદીપ્યમાન થયે છતે ઘણી લોઢી, લોહના કડાયાં કડછા અને ત્રાંબાના બીજી તાપસના ઉપકરણોને ઘડાવીને શિવભદ્ર કુમારને રાજ્યમાં સ્થાપીને ઘણી લોઢીઓ, લોહના કડાયાં, કડછા અને ત્રાંબાના તાપસના ઉપકરણો લઈને, જે આ ગંગાને કાંઠે વાનપ્રસ્થ તપો રહે છે, તે આ પ્રકારે અગ્નિહોત્રી, પોતિક-વસ્ત્ર ધારણ કરનારાઇત્યાદિ ઉવવાઅ” સૂત્રમાં કહ્યા પ્રમાણે યાવતુ જેઓ કાષ્ઠથી શરીરને તપાવતા વિચરે. છે, તે તાપસોમાં જે તાપસી દિશા પ્રોક્ષક છે, તેઓની પાસે મારે મુંડ થઈને દિલ્મોક્ષમતા પસપણે પ્રવજ્યા અંગીકાર કરવી શ્રેય છે, પ્રવજ્યા ગ્રહણ કરીને હું આ આવા પ્રકારનો અભિગ્રહ ગ્રહણ કરીશ. તે આ પ્રકારે-વાવજીવ નિરંતર છઠ્ઠ છઠ્ઠ કરવાથી દિક્યક્ર વાલ તપકર્મ વડે ઉંચા હાથ રાખીને રહેવું મને કહ્યું એમ વિચારે છે. એ પ્રમાણે વિચારીને પ્રાતઃકાળે સૂર્ય દેદીપ્યમાન થયે છતે, અનેક પ્રકારના લોઢી, કડાયા વગેરે તાપસના ઉપકરણો. તૈયાર કરાવી પોતાના કૌટુંબિક પરષોને બોલાવે છે. આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો ! શીધ્ર આ હસ્તિનાપુર નગરની બહાર અને અંદર જલ છંટકાવી સાફકરાવો-ઇત્યાદિ યાવતું તેમ કરી તેઓ તેની આજ્ઞાને પાછી આપે છે. ત્યારપછી તે શિવરાજા ફરીને પણ તે કૌટુંબિક પુરુષોને બોલાવે છે, તેણે આ પ્રમાણે કહ્યુંહે દેવાનુપ્રિયો ! શીધ્ર શિવભદ્ર કુમારના મહાઅર્થવાળા વાવતુ વિપુલ રાજ્યાભિષેકની તૈયારી કરો. ત્યારબાદ તે કૌટુંબિક પુરુષો તે પ્રમાણે વાવતું રાજ્યાભિષેકની તૈયારી કરે છે, ત્યારપછી તે શિવરાજા અનેક ગણનાયક, દંડનાક, યાવતુ સંધિપાલના પરિવાર યુક્ત શિવભદ્ર કુમારને ઉત્તમ સિંહાસન ઉપર પૂર્વ દિશા સન્મુખ બેસાડે છે, બેસાડીને એકસોસાઠ સેનાના કલશોવડે, યાવતું એકસો આઠ માટીનાકલશોવડ, સર્વઋદ્ધિથી યાવતુ વાજિંત્રાદિકના શબ્દો વડે મોટા રાજ્યાભિષેકથી અભિષેક કરે છે. ત્યારપછી પાંપણ જેવા સુકમાલ અને સુગંધી ગંધવસ્ત્રવડે તેનાં શરીરને સાફ કરે છે, સરસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org