________________ શતક-૧૦, ઉદેસી-૪ 249 તે સમયે આ જંબૂદ્વીપના ભરતવર્ષમાં પલાશકસંનિવેશ હતો. તેમાં પરસ્પર સહાય કરનાર તેત્રીશ શ્રમણોપાસક રહેતા હતા-ઈત્યાદિ જેમ ચમર સંબધે કહ્યું તે પ્રમાણે થાવતુ તેઓ વિચારે છે. તેઓ પહેલાં અને પછી ઉગ્ર,ઉગ્રવિહારી, સંવિગ્ન અને સંવિગ્નવિહારી થઇને ઘણા વર્ષ સુધી શ્રમણોપાસકાયયિને પાળીને માસિક સંલેખનીવડે આત્માને સેવે છે, સેવીને સાઠ ભક્તો અનશન વડે વ્યતીત કરીને આલોચન, પ્રતિક્રમણ કરીને સમાધિને પ્રાપ્ત થાય છે, અને મરણ સમયે કાળ કરી યાવતું ત્રાયસ્ત્રિશકદેવપણે ઉત્પન્ન થાય છે. ઈત્યાદિ સર્વ વૃત્તાન્ત ચરમેન્દ્રના પ્રમાણે યાવતું “અન્ય છે ઍવે છે અને અન્ય ઉત્પન્ન થાય છે ત્યાંસુધી જાણવો. હે ભગવન્! ઈશાન ઇદ્રને ત્રાયશ્તિશક દેવો છે? શકની પેઠે ઈશાનેન્દ્રને પણ જાણવું; પરન્તુ વિશેષ એ છે કે તે ગૃહપતિઓ શ્રમણોપાસકો પલાશક સંનિવેશને બદલે ચંપાનગરીમાં ઉત્પન્ન થયેલાં છે. “જ્યારથી ચંપાના નિવાસી ત્રાયશ્વિકપણે ઉત્પન થયા'- ઈત્યાદિ પૂર્વોક્ત સર્વ વૃત્તાન્ત યાવતુ અન્ય ઉપજે છે ત્યાંસુધી જાણવો. હે ભગવન્! દેવોના રાજા દેવેંદ્ર સનકુમારને ત્રાયસ્ત્રિક-દેવો છે હા, ગૌતમ ! છે. હે ભગવન!આપ એ પ્રમાણે શા હેતુથી કહો છો? હે ગૌતમ!જેમ ધરણેન્દ્ર સંબધે કહ્યું તે પ્રમાણે અહીં જાણવું.એ રીતે યાવતુ પ્રાણતથી માંડીને અશ્રુતપર્યન્ત કહેવું. હે ભગવન્! તે એમજ છે ! તે એમજ છે. (એમ કહી ભગવાન ગૌતમ વિહરે છે.) | શતક ૧૦ઉદેસા૪નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] (ઉદેશો-૫) [488] તે કાલે-તે સમયે રાગૃહ નામે નગર હતું, અને ત્યાં ગુણસિલ નામે ચૈત્ય હતું. યાવતું સભા પાછી ગઈ. તે કાલે-તે સમયે શ્રમણભગવાન મહાવીરના ઘણા શિષ્યો સ્થવિરો જાતિસંપન-ઇત્યાદિ જેમ આઠમાં શતકના સાતમાં ઉદ્દેશકમાં કહ્યું છે તેમ યાવતુ વિહરે છે. ત્યારપછી તે સ્થવિરભગવંતો જાણવાની શ્રદ્ધાવાળા વાવતુ સંશયવાળા થઈને ગૌતમસ્વામીની પેઠે પર્યાપાસના કરતા આ પ્રમાણે બોલ્યા. હે ભગવન્ ! અસુરેંદ્ર અસુરકુમારના રાજા ચમરને કેટલી અઝમહિષીઓ કહી છે ? હે આ ! પાંચ પટ્ટરાણીઓ કહી છે. -કાલી રાજી, રજની, વિદ્યા અને મેધા. તેમાંની એક એક દેવીને આઠ આઠ હજાર દેવીઓનો પરિવાર કહ્યો છે. હે ભગવન્! શું તે એક એક દેવી આઠ આઠ હજાર દેવિઓના પરિવારને વિકુવિવા સમર્થ છે? હે આયો હા, ત્રુટિક હે ભગવન્! અસુરેંદ્ર અને અસુરકુમારોનો રાજા ચમર પોતાની ચમચંચારાજધાનીમાં સુધમસિભામાં ચમર નામે સિંહાસનમાં બેસી તે ત્રુટિક(સ્ત્રીઓના પરિવાર)સાથે ભોગવવાલાયક દિવ્યભોગોને ભોગવવા સમર્થ છે ? હે આય! એ અર્થ યોગ્ય નથી. હે ભગવન્! એ પ્રમાણે આપ શા હેતુથી કહો છો હે આયો અસુરેંદ્ર અને અસુરકુમારના રાજાચમરની ચમચંચા નામની રાજધાનીમાં સુધમાં સભામાં માણવક ચેત્યસ્તંભને વિષે વાજમય અને ગોળ-અને ડાબડામાં નાંખેલાં જિનના ઘણાં અસ્થિઓ છે, જે અસુરેંદ્ર અને અસુરકુમારના રાજાચમરને તથા બીજા ઘણાં અસુરકુમારદેવોને અને દેવીઓને અર્ચનીય, વંદનીય, નમસ્કાર કરવા યોગ્ય, પૂજવાયોગ્ય, સત્કાર કરવા યોગ્ય અને સમાન કરવા યોગ્ય છે, તથા કલ્યાણ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org