________________ શતક-૮, ઉદેસો-૨ 173 પ્રમાણે યાવતું પર્યાપ્ત સહસ્ત્રાર કલ્યોપપન્નક દેવ યાવતુ કમશીવિષ નથી. પણ અપર્યાપ્ત સહસ્ત્રારકલ્પોપપનક દેવ યાવતુ કમશીવિષ છે. . [39o] છદ્મસ્થ સવભાવથી-આ દશ વસ્તુઓને જાણતો નથી, તેમ જોતો નથી, ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકા શાસ્તિકાય, શરીરરહિત જીવ, પરમાણુપુદ્ગલ, શબ્દ, ગંધ, વાયુ, આ જીવ જિન થશે કે નહિ? અને આ જીવ સર્વ દુઃખોનો અન્ત કરશે કે નહિ ? એ દશ સ્થાનોને ઉત્પન્ન જ્ઞાન-દર્શનને ધારણ કરનાર અહંનું, જિન, કેવલી. સર્વભાવથી જાણે છે અને જુએ છે. [31] હે ભગવન! જ્ઞાન કેટલાં પ્રકારે કહ્યું છે? હે ગૌતમ! જ્ઞાન પાંચ પ્રકારે કહ્યું છે. અભિનિબોધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃપ્રયવજ્ઞાન અને કેવલજ્ઞાન. હે ભગવન્! આભિનિબોધિક જ્ઞાન કેટલા પ્રકારે છે? હે ગૌતમ ! આભિનિબોધિક જ્ઞાન ચાર પ્રકારે છે, અવગ્રહ, ઈહા, અપાય અને ધારણા. જેમ રાયપસેણિયમાં જ્ઞાનોના પ્રકાર કહ્યા છે તેમ અહીં પણ કહેવા; હે ભગવન્! અજ્ઞાન કેટલા પ્રકારે કહ્યું છે? હે ગૌતમ ! અજ્ઞાન ત્રણ પ્રકારે કહ્યું છે, મતિઅજ્ઞાન, કૃતઅજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન હે ભગવન્! મતિઅજ્ઞાન કેટલા પ્રકારે કહ્યું છે? હે ગૌતમ! પતિઅજ્ઞાન ચાર પ્રકારનું છે. તે આ પ્રમાણે- અવગ્રહ, યાવતુ ધારણા. અવગ્રહ કેટલા પ્રકારે છે ? અવગ્રહ બે પ્રકારનો કહ્યો છે. અથવિગ્રહ અને વ્યંજનાગ્રહએ પ્રમાણે જેમ નંદીસૂત્રમાં આભિનિબોધિકજ્ઞાન સંબંધે કહ્યું છે તેમ અહીં પણ જાણવું. પરન્તુ ત્યાં આભિનિબોધિકજ્ઞાન પ્રસંગે અવગ્રહાદિના એકાર્થિક સમાનાર્થક શબ્દો કહેલા છે. તે સિવાય યાવતુ નોઇન્દ્રિયધારણા સુધી કહેવું, એ પ્રમાણે મતિઅજ્ઞાન કહ્યું. શ્રુતજ્ઞાન કેવા પ્રકારનું છે? “જે અજ્ઞાની એવા મિથ્યાવૃષ્ટિઓએ પ્રરૂપ્યું છે”-ઈત્યાદિ નંદીસૂત્રમાં કહ્યા પ્રમાણે યાવતું સાંગોપાંગ ચાર વેદ તે શ્રુતઅજ્ઞાન, એ પ્રમાણે શ્રુતજ્ઞાને કહ્યું. હે ભગવન્! વિર્ભાગજ્ઞાન કેટલા પ્રકારનું કહ્યું છે ? વિર્ભાગજ્ઞાન અનેક પ્રકારનું કહ્યું છે, તે આ પ્રમાણે-ગ્રામને આકારે, વર્ષ ને આકારે, વર્ષધરપર્વતને આકાર, પર્વતને આકારે, વૃક્ષના આકારે, સ્તૂપના આકાર, ઘોડાના આકારે, હાથીના આકારે, મનુષ્યના આકારે, કૅિનરના આકારે, ઝિંપુરુષના આકારે, મહોરગના આકારે, ગંધર્વના આ કારે, વૃષભના આકાર, પશુ, પક્ષી અને વાનરના આકારે એ પ્રમાણે અનેક આકારે વિલંગજ્ઞાન કહેલું છે. હે ભગવન્! શું જીવો જ્ઞાની છે કે અજ્ઞાની છે? હે ગૌતમ! જીવો જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે. જે જીવો જ્ઞાની છે તેમાં કેટલાએક બે જ્ઞાનવાળા, કેટલાએક ત્રણ જ્ઞાનવાળા, કેટલાક ચાર જ્ઞાનવાળા અને કેટલાક એક જ્ઞાનવાળા છે, જે બે જ્ઞાનવાળા છે તે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનવાળા જે ત્રણ જ્ઞાનવાળા છે તે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અને અવધિજ્ઞાનવાળા છે, અથવા મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને મન પવિજ્ઞાનવાળા. છે, જે ચારજ્ઞાનવાળા છે તે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનવાળા છે. જે એક જ્ઞાનાવળા છે તે અવશ્ય એક કેવળજ્ઞાનવાળા છે. જે જીવો અજ્ઞાની છે તેમાં કેટલાક બે અજ્ઞાનવાળા અને કેટલાક ત્રણ અજ્ઞાનવાળા છે. જે બે અજ્ઞાનવાળા છે તે મતિઅજ્ઞાન, અને મૃતઅજ્ઞાનવાળા છે, અને જેઓ ત્રણ અજ્ઞાનવાળા છે તેઓ મતિ અજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અને વિર્ભાગજ્ઞાનવાળા છે. હે ભગવન્! નારકો શું જ્ઞાની છે કે અજ્ઞાની? હે ગૌતમ ! નારકો જ્ઞાની પણ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org