________________ શતક-૭, ઉસો-૭ 153 જાણવા, બેઇન્દ્રિય જીવો એ પ્રમાણે જાણવા, પરન્તુ તેઓ જિહુવા અને સ્પર્શેન્દ્રિયની અપેક્ષાએ ભોગી છે. તેઈન્દ્રિય જીવો પણ એ પ્રમાણે જાણવા, પણ પ્રાણ, જિલ્લા અને સ્પર્શેન્દ્રિયની અપેક્ષાએ તેઓ ભોગી છે. ચઉરિન્દ્રિય જીવોનો પ્રશ્ન. હે ગૌતમ ! ચઉરિન્દ્રિય જીવો કામી પણ છે અને ભોગી પણ છે. હે ભગવન! શા હેતુથી યાવતુ ભોગી પણ છે? તે ચઉરિન્દ્રિય જીવો ચક્ષની અપેક્ષાએ કામી, ધ્રાણ, જિહુવા અને સ્પર્શેન્દ્રિયની અપેક્ષાએ ભોગી છે; બાકીના યાવતુ વૈમાનિક સુધીના જીવો જેમ સામાન્ય જીવો કહ્યા તેમ જાણવા. હે ભગવન્! કામભોગી, નોકામી નો ભોગી અને ભોગી જીવોમાં કયા જીવો કયા જીવોથી યાવત્ વિશેષાધિક છે ? હે ગૌતમ ! કામભોગી જીવો સૌથી થોડા છે, નોકામીનો ભોગી જીવો અનન્તગુણ છે, અને ભોગી જીવો અનન્તગુણ છે. [33] હે ભગવન્! છદ્મસ્થ જે કોઈપણ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થવાને યોગ્ય છે તે ક્ષીણભોગી - ઉત્થાનવડે, કર્મવડે, બલવડે, વીર્યવર્ડ અને પુરુષાકાર પરાક્રમવડે વિપુલ એવા ભોગ્ય ભોગોને ભોગવવા સમર્થ છે? હે ભગવન્! ખરેખર આ અર્થને આ પ્રમાણે કહો છો? હે ગૌતમ ! આ અર્થ યોગ્ય નથી. તે ઉત્થાનવડે પણ, કર્મવડે પણ, બલવડે પણ, વીર્યવડે પણ અને પુરુષકાર પરાક્રમવડે પણ કોઈપણ વિપુલ એવા ભોગ્ય ભોગોને ભોગવવા સમર્થ છે, તે માટે તે ભોગી ભૌગોનો ત્યાગ કરતો મહાનિર્જરાવાળો અને મહાપર્યવસાન થાય છે. હે ભગવન્! નિયતક્ષેત્રના અવધિજ્ઞાનવાળો મનુષ્યો જે કોઈપણ દેવલોકમાં દેવપણ ઉત્પન્ન થવાને યોગ્ય છે તે ક્ષીણભોગી પુરષાકાર પરાક્રમવડે વિપુલ ભોગોને ભોગવવા સમર્થ છે? એ પ્રમાણે છદ્મસ્થની પેઠે વાવતું તે મહાપર્યવસાન- થાય છે. હે ભગવનુ ! પરમાવધિજ્ઞાની મનુષ્ય જે તેજ ભવમાં સિદ્ધ થવાને વાવતુ (સર્વ દુઃખોનો) અન્ન કરવાને યોગ્ય છે, હે ભગવન્! ખરેખર તે ક્ષીણભોગી વિપુલ ભોગોને ભોગવવા સમર્થ છે ?(ગૌતમ) બાકીનું સર્વ છવાસ્થની પેઠે જાણવું. કેવલજ્ઞાની મનુષ્ય જે તેજ ભવમાં સિદ્ધ થવાને યાવત્ (દુઃખોનો) અન્ત કરવાને યોગ્ય છે તે વિપુલ ભોગોને ભોગવવા સમર્થ છે? પરમાવધિજ્ઞાની પેઠે જાણવું, યાવતુ તે મહાપર્યવસાન મહાફળવાળો થાય છે. [364 હે ભગવન્! જે આ અસંજ્ઞી મનરહિત પ્રાણીઓ છે, જેમકે, પૃથિવીકાયિકો વાવતુ વનસ્પતિકાયિકો અને છઠ્ઠા કેટલાએક (સંમૂર્ણિમ) ત્રસ જીવો, જેઓ અંધઅજ્ઞાની, મૂઢ, અજ્ઞાનાન્ધકારમાં પ્રવેશ કરેલા, અજ્ઞાનરૂપ આવરણ અને મોહજાલવડે ઢંકાયેલા છે તેઓ અકામનિકરણ-અનિચ્છાપૂર્વક વેદના વેદે છે એમ કહેવાય ? હા, ગૌતમ ! એમ કહેવાય. હે ભગવન્! શું એમ છે કે સમર્થ છતાં પણ જીવ અનિચ્છાપૂર્વક વેદનાને વેદે? હે ગૌતમ! હા એમ છે. હે ભગવન્! સમર્થ છતાં પણ જીવ અનિચ્છાપૂર્વક વેદનાને કેમ વેદે ? હે ગૌતમ! જે સમર્થ છતાં અંધકારમાં પ્રદીપ સિવાય રૂપો જોવાને સમર્થ નથી, જે અવલોકન કર્યા સિવાય આગળ રહેલા રૂપો જેવાને સમર્થ નથી, જે અવેક્ષણ કર્યા વિના પાછળ રહેલા રૂપો જોવા સમર્થ નથી, જે આલોચન કર્યા સિવાય આગળ રહેલા રૂપો જેવાને સમર્થ નથી, જે અવેક્ષણ કર્યા વિના પાછળ રહેલા રૂપો જેવા સમર્થ નથી, જે આલોચન કયાં શિવાય ઉપરના રૂપો જોવાને સમર્થ નથી. જે આલોચન કર્યા સિવાય નીચેના રૂપો જોવાને સમર્થ નથી; હે ગૌતમ ! તે આ અર્થ સમર્થ છતાં પણ અનિચ્છિતપૂર્વક વેદનાને વેદે છે. હે ભગવન્ ! એમ છે કે સમર્થ પણ પ્રકામ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org