________________ - - - - - - - - - - - શતક-૫, ઉદેસો 121 અને દિવસના પ્રમાણ વિષે શ્રીપાશ્વજિનના શિષ્યોના પ્રશ્નો અને દલલોકને લગતા પ્રશ્નો આ ઉદેશમાં એટલા વિષયો આવેલા છે. તે એ પ્રમાણે છે, એમ કહી યાવતુ વિહરે છે. | [શતક ૫-ઉદ્સો ૯નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂણી | (ઉદ્દેશક 10:-) [71] તે કાલે, તે સમયે ચંપા નામે નગરી હતી. પ્રથમ ઉદ્દેશક કહ્યો તેમ આ ઉદેશક સમજવો. વિશેષ એ કે. ચંદ્રો કહેવા. શિતક ૫-ઉદેસી ૧૦નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ | શતક-પ-ગુર્જરછાયાપૂર્ણ શતક:૬ - ઉદ્દેશકઃ 1 - [72] વેદના, આહાર, મહાઆશ્રવ, સપ્રદેશ, તમસ્કાય, ભવ્ય, શાલી, પૃથિવી, કર્મ, અને અન્યયૂથિકવક્તવ્યતા, એ પ્રમાણે દશ ઉદ્દેશા આ છઠ્ઠા શતકમાં છે. . [73] હે ભગવન્! જે મહાદેવનાવાળો હોય તે મહાનિર્જરાવાળો હોય ને જે મહાનિર્જરાવાળો હોય તે મહાવેદનાવાળો હોય અને મહાવેદનાવાળામાં તથા અલ્પવેદનાવાળામાં તે જીવ ઉત્તમ છે જે પ્રશરતનિરાવાળી છે ? હા ગૌતમ ! એ પ્રમાણેજ જાણવું. હે ભગવન્! છઠ્ઠી અને સાતમી પૃથિવીમાં નરયિકો મોટી વેદનાવાળા છે? હા, છે. હે ભગવન્! તે છઠ્ઠી અને સાતમી પૃથિવીમાં રહેનારા નૈરયિકો શ્રમણ નિગ્રન્થો કરતાં મોટી નિર્જરાવાળા છે? હે ગૌતમ! અર્થ સમર્થ નથી હે ભગવન્! તે એમ શા હેતુથી કહેવાય છે કે, જે મહાવેદનાવાળો છે યાવતુ પ્રશસ્તનિર્જરાવાળો છે? હે ગૌતમ! તે જેમ કે, કોઈ બે વસ્ત્રો હોય, તેમાંથી એક વસ્ત્ર કદમના રંગથી રંગેલું હોય, અને એક વસ્ત્ર ખંજનના રંગથી રંગેલું હોય, હે ગૌતમ! એ બે વસ્ત્રોમાં ક્યાં વસ્ત્ર દુધોતતર-દુઃખથી ધોવાય તેવું, દુવમ્પિતર-જેના ડાઘાઓ દુઃખોથી જાય તેવું અને દુષ્પતિકમતર-કષ્ટ કરી જેમાં ચળકાટ અને ચિત્રામણ થાય તેવું છે? અને કયું વસ્ત્ર સુધૌતતર, સુવાખ્યતર, અને સુપરિકમેતર છે? હે ભગવન ! તે બેમાં જે એ કદમના રંગથી રંગ્યું છે તે વસ્ત્ર દુર્ધાતતર. દુર્લામતર અને દુષ્પતિકર્મતર છે, જો એમ છે તો હું ગૌતમ ! એજ પ્રમાણે નૈરિકોનાં પાપ કમ ગાઢીકૃત-ગાઢ કરેલાં છે, ચિક્કણીકૃતચિકણાં કરેલાં છે, શ્લિષ્ટ કરેલાં છે, ખિલીભૂતનિકાચિત કરેલાં છે માટે જ તેઓ સંપ્રગાઢ પણ વેદનાને વેદતા મોટી નિર્જરાવાળા નથી, મોટા પર્યવસાનવાળા નથી. અથવા જેમ કોઈ એક પુરુષ, મોટા મોટા શબ્દવડે, મોટા મોટા ઘોષવડે, મોટા નિરંતરઘાતવડે એરણને કૂટતો-એરણ ઉપર ટીપતો હોય પણ તે (પુરુષ) તે એરણના સ્કૂલ પ્રકારના પગલોને પરિશટિત-નષ્ટ કરવા સમર્થ થતો નથી, હે ગૌતમ! એજ પ્રકારનાં નૈરયિકોનાં પાપકમાં ગાઢ કરેલાં યાવતું મહાપર્યવસાન નથી અને હે ભગવન્! તેમાં જે વસ્ત્ર ખંજનના રંગથી રંગેલું છે તે સુધૌતતર છે, સુવાગ્યેતર છે, અને સુપ્રતિકમતર છે એજ પ્રમાણે હે ગૌતમ ! શ્રમણ નિગ્રંથોના સ્કૂલતર સ્કંધરૂપ કર્મો, શિથિલિકૃત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org