________________ 149 શતક-૭, ઉદેસી-૬ જીવાભિગમ સૂત્રમાં કહ્યું છે તે પ્રમાણે યાવતું “તે વિમાનોને ઉલ્લંઘી ન શકે. એટલા મોટા તે વિમાનો કહ્યા છે ત્યાં સુધી સર્વ જાણવું. યોનિસંગ્રહ, લેશ્યા; દૃષ્ટિ જ્ઞાન, યોગ, ઉપયોગ ઉપપાત સ્થિતિ- સમુઘાત, ચ્યવન, જાતિકુળકોટી. હે ભગવન્! તે એ પ્રમાણે છે, તે એ પ્રમાણે છે, એમ કહી ગૌતમ વિચરે છે. શતક: ૭-ઉદેસાઃ છની મુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (- ઉદ્દેશક :| [૩પપ રાજગૃહ નગરમાં ગૌતમ યાવતું એ પ્રમાણે બોલ્યા- હે ભગવન્! જે જીવ નારકને વિષે ઉત્પન્ન થવાને યોગ્ય છે, હે ભગવન્! તે જીવ શું આ ભવમાં રહીને નારકનું આયુષ બાંધે? ત્યાં-નારકમાં ઉત્પન્ન થતો નારકનું આયુષ બાંધે? કે ત્યાં ઉત્પન્ન થઈને નારકનું આયુષ બાંધે ? હે ગૌતમ ! આ ભવમાં રહીને નારકનું આયુષ બાંધે, પણ ત્યાં ઉત્પન્ન થતા નારકનું આયુષ ન બાંધે અને ઉત્પન્ન થઈને પણ નારકનું આયુષ ન બાંધે, એ પ્રમાણે અસુરકુમારોમાં અને વાવતું વૈમાનિકોમાં જાણવું. હે ભગવન્ ! જે જીવ નારકને વિષે ઉત્પન્ન થવાને યોગ્ય છે, હે ભગવન્! તે જીવ શું આ ભવમાં રહી નારકનું આયુષ વેદે, ત્યાં ઉત્પન્ન થતા નારકનું આયુષ વેદ, કે ત્યાં ઉત્પન્ન થઈને નારકનું આયુષ વેદે ? હે ગૌતમ ! આ ભવમાં રહી નારકનું આયુષ વેદે, પણ ઉત્પન્ન થતા અને ઉત્પન્ન થઈને નારકનું આયુષ વેદે. એ પ્રમાણે વાવતું વૈમાનિકોમાં પણ જાણવું. હે ભગવન્! જે જીવ નારકમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે, તે જીવ શું આ ભવમાં મહાવેદનાવાળો હોય ત્યાં ઉત્પન્ન થતા મહાવેદનાવાળો હોય, કે ઉત્પન્ન થયા પછી મહાવેદનાવાળો હોય ? હે ગૌતમ ! કદાચ તે આ ભવમાં મહાવેદનાવાળો હોય કે કદાચ અલ્પવેદનાવાળો હોય; કદાચ ઉત્પન્ન થતા મહાવેદનાવાળો હોય કે કદાચ અલ્પવેદનાવાળો હોય, પણ ઉત્પન્ન થયા પછી એકાન્ત દુ:ખરૂપ વેદનાને વેદે છે, અને કદાચિતું સુખને વેદે છે. હે ભગવનું ! જે જીવો અસુરકુમારમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે સંબન્ધી પ્રશ્ન. હે ગૌતમ ! તે કદાચ આ ભવમાં રહેલો મહાવેદનાવાળો હોય કે કદાચ અલ્પવેદનાવાળો હોય, ઉત્પન્ન થતા કદાચ મહાવેદનાવાળો હોય કે કાચ અલ્પવેદનાવાળો હોય; પણ ઉત્પન્ન થયા પછી એકાન્ત સુખરૂપ વેદનાને વેદે છે, અને કદાચ દુઃખને વેદે છે. એ પ્રમાણે યાવતું અનિતકુમારને વિષે જાણવું. હે ભગવનું જે જીવ પૃથિવીકાર્યમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે સંબન્ધી પ્રશ્ન. હે ગૌતમ ! આ ભવમાં રહેલો તે કદાચ મહાવેદનાવાળો હોય કે કદાચ અલ્પવેદનાવાળો હોય, એ પ્રમાણે ઉત્પન્ન થતાં પણ મહાવેદનાવાળો હોય કે અલ્પવેદનાવાળો હોય, પણ ઉત્પન્ન થાય પછી તે વિવિધ પ્રકારે વેદનાને વેદ છે. એ પ્રમાણે યાવતું મનુષ્યોમાં જાણવું. જેમ અસુરકુમારોને વિષે કહ્યું તેમ વાનવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવો વિશે જાણવું. [35] હે ભગવન્! શું જીવો આભોગથી-આયુષનો બંધ કરે કે અનાભોગથી આયુષનો બંધ કરે ? હે ગૌતમ ! જીવો આભોગથી આયુષનો બન્ધ ન કરે, પણ અનાભોગથી બન્ધ કરે. એ પ્રમાણે નારકો પણ જાણવા, યાવતુ વૈમાનિકો જાણવા. [૩પ૭] હે ભગવન્! શું એમ છે કે જીવોને કર્કશવેદનીય બંધાય છે? હા, ગૌતમ! એમ છે. હે ભગવન્! જીવને કર્કશવેદનીય કર્મ કેમ બંધાય ? હે ગૌતમ ! પ્રાણાતિપાત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org