________________ गर्हितेषु गाढमप्रवृत्तिरिति રો-ઝવેરાત-સોનામહોરો જેવી કિંમતી ચીજોને સાચવવા પેટી-ડબ્બોતિજોરી વગેરે સુરક્ષિત સાધનો જોઇએ અને વિનાશક વસ્તુથી દૂર રહેવું જોઈએ. એમ આત્મગુણોના ખજાનાના રક્ષણ માટે શુભ પ્રવૃત્તિ જોઈએ અને અશુભનો ત્યાગ જોઈએ. વિનાશક જે પ્રવૃત્તિ હોય એમાં પ્રવૃત્ત થાવ એટલે રક્ષણ થાય નહિ. શાહુકાર, પોલીસ, ચોકીદાર, સુપ્રીન્ટેન્ડન્ટ વગેરે સાથે ભાઈબંધી કરીએ તો રક્ષણ થાય, અને ગુંડા સાથે ભાઈબંધી કરીએ તો સીધો ચાલે ત્યાં સુધી તો રક્ષણ કરે પણ પડે તો એ જ ખૂન કરે. ધર્મી આત્મા જે હોય એને શું કરવું પડે કે જેથી એનો ધર્મ જાય નહિ ? કેટલા પૈસા મેળવ્યા પછી પૈસા ખાલી ન થઈ શકે ? છે કોઈ નિયમ ? એવી રીતે આપણે કેટલો ધર્મ કર્યા પછી ધર્મભ્રષ્ટ ન થઈએ? ગમે તેટલા પાપ કરીએ, પાપ લાગે જ નહિ, એવી ભૂમિકા ક્યાં મળે ? ક્યાંય નહિ. રાજા હોય તે જેમ તેમ રાજ્યવ્યવહાર ચલાવે તો રાજભ્રષ્ટ ન થાય એવું બને ? ન બને. ઉપરના કે નીચેના બધા માટે આ કાયદો લાગે કે હિતેષ પઢિપ્રવૃત્તિપિતિ એટલે જાણી જોઇને પાપમાર્ગે પ્રવર્તન કરવું નહિ. ભૂલથી થઈ જાય તો પાછા ફરવું. જેમાં એક ટૂંકો અને એક લાંબો રસ્તો હોય, ટૂંકા રસ્તે અર્ધી ફર્લોગનું અંતર કાપતાં લાગે કે આ તો ભારોભાર કાંટાથી ભરેલો છે, તો માણસ અર્થે ફર્લાગ પાછા ફરીને પણ લાંબો, સારો રસ્તો પકડે છે. તેમ રસ્તો ખરાબ હોય, વાંકો હોય તો પણ છોડવો પડે. ધર્મમાં વાંકી વસ્તુ કઈ ? ધર્મી આત્માનો સંસાર ધર્મમાં વિઘ્ન ન કરે એવો હોય અને સંસારી આત્માનો ધર્મ સંસારમાં વિઘ્ન ન કરે એવો હોય. અહીંયા ગાઢમપ્રવૃત્તિરિતિ કહે છે. તો સામાન્યથી ગહિતમાં પ્રવૃત્તિવાળો સંસારી હોય. ગહિત કોને કહેવાય? સંસારી આત્મા હોય તો તે બીજો કોઈ સ્વાર્થ આવે એટલે બહાનું બતાવે, કારણો બતાવીને ધર્મ પ્રવૃત્તિમાંથી છટકે. ધર્મી એ પ્રવૃત્તિને ફરજ સમજી પૂરી કરે. એટલે યોગ્ય વ્યક્તિ પાસે, પ્રસંગે ન જવું એ પણ ગર્પિત છે. માંદા માણસની શાતા પૂછવા કોણ ન જાય? સામાન્યથી