________________ તત્વો, આચારો વગેરે વારંવાર યાદ કરવાથી પાપના પક્ષપાતનું-પાપસ્થાનોમાં ગુણદષ્ટિનું મોહવિષ નાશ પામે છે, સમ્યગ્દર્શન ન હોય તો પ્રગટ થાય છે, હોય તો નિર્મળ થાય છે. માટે સમ્યકત્વ નહિ પામેલ અપુનર્બન્ધકથી માંડી બધાનું અને સમ્યકત્વ પામેલાનું મિથ્યાત્વ વિષ શાસ્ત્ર સ્વાધ્યાયથી ઉતરતું જાય છે, એટલે કે મિથ્યા માન્યતાઓમાં મિથ્યાપણું દેખાય છે, એના ઉપર આદર નાશ પામી અનાદર થાય છે. તથા શાસ્ત્રશ્રવણ, પઠન, ચિંતન, પરાવર્તનથી આચારો અને અનાચારો વારંવાર ધુંટાય છે અને એથી આચારો પ્રત્યે આદર થાય છે, જે ચારિત્રમોહનીયનો લયોપશમ કરે છે, અનાચાર પ્રત્યે જે અરુચિ અને જુગુપ્સા છે તે શાસ્ત્રપઠનથી વધતા જાય છે અને તે પણ ચારિત્રમોહનીય કર્મનો ક્ષયોપશમ કરે છે. જૈનાચાર્યો સાથે વારંવાર વાદમાં પરાસ્ત થયા બાદ બીજો કોઈ ઉપાય ન દેખાવાથી કટ્ટર દ્વેષી એવા પણ ગોવિંદ બ્રાહ્મણે નબળી કડીઓ જાણવાના દઢ નિર્ધાર સાથે ચારિત્ર લીધું. ગુરુદેવનો વિનય કરવા પૂર્વક અધ્યયન પણ ચાલુ કર્યું. પોતાને ક્યાંક નબળી કડી દેખાય તે એક કાગળમાં ઉતારવાનું ચાલુ કર્યું. ચકોર ગુરુદેવશ્રીના હાથમાં તે કાગળ આવી જતાં જરાય વિચલિત થયા વિના અધ્યાપન ચાલુ રખાવ્યું અને આચારાંગના શસ્ત્રપરિજ્ઞા અધ્યયનનો અભ્યાસ ચાલુ કરાવ્યો. તેમાં પજીવનિકાયની સિદ્ધિ માટે આપેલી સચોટ યુક્તિઓ જોઈ હૈયુ ઝૂકી ગયું. પશ્ચાત્તાપ થયો. “અહા ! શાસ્ત્રને મેં શસ્ત્ર બનાવ્યું !" ગુરુદેવ પાસે આલોચના કરી શુદ્ધિ કરી માર્ગમાં સ્થિર થયા. 2) શક્ય એટલા આચારનું પાલન, તેની ચોક્કસાઈ પણ પ્રતિક્ષણ દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય કર્મ ખપાવે છે અને મોહ વિષનો નાશ કરે છે. તીવ્ર જ્ઞાનાવરણીયના ઉદયથી શ્રુત ચડતું નથી, શાસ્ત્રનો જરૂરી અભ્યાસ થતો નથી, પણ અભ્યાસ કરવાનો સતત તીવ્ર પુરુષાર્થ, ગુરુદેવના વચનનું પાલન, પોતાની ભૂલ બતાવનાર પ્રત્યે અહો ભાવના કારણે માપતુષ મુનિને વીતરાગતાની પ્રાપ્તિ થઈ. 3) બીજાઓના આચાર જોઇને આનંદ પામવો, બીજાને આચાર બતાવવો, શાસ્ત્ર ભણાવવા, આચારપાલનમાં સહાયક થવું, આચારની તેમજ આચારપાલનની પ્રશંસા કરવી, અનાચારથી પાછા વાળવા વગેરે આપણી વાચિક, કાયિક પ્રવૃત્તિ