________________ (2) ધર્મના આચારો, ધર્મ આચારના લાભો, પાપની જુગુપ્સા, પાપ આચારના નુકસાનો, આત્માનું સ્વરૂપ, આત્માના ગુણો-બના સુચક દ્રષ્ટાંતો વાંચવા, યાદ રાખવા, તેનો વારંવાર પાઠ કરવોં. ' (3) જાપથી મોહવિષ નાશ પામે, તેમ અનિત્યાદિ ભાવનાઓ અને ઉપરોક્ત અર્થસૂચક ગ્રન્થો, શ્લોકો વાંચવાનું વિચારવાથી મોહવિષ નાશ પામે. (4) પાપની પ્રવૃત્તિઓ જેટલી ઘટાડાય તેટલી ઘટાડવી, જે કરવી પડે તેમાં જયણા રખાય, તેના ઉપર અરુચિ, તિરસ્કાર રહે તો મોહવિષ ઉતરે. આનંદ, પ્રસન્નતા એ મોહવિષ વધારે. પવન ગમે, સારું ખાવાનું ગમે, માનપાન ગમે તો મોહવિષ વધે. (5) આથી વિપરીત, ધર્મ આચારોમાં પ્રવર્તન, આનંદ, આદર, અનુમોદના, વિશેષ-પ્રવર્તન વગેરે પણ મોહવિષ ઉતારે. (6) ભાવનાઓ યુક્ત જે કાંઈ પ્રાસંગિક વિચારણા, પ્રવૃત્તિઓ તે પણ મોહવિષ ઉતારે. આ બધી વાતો આજ્ઞા સ્વરૂપ છે, આજ્ઞા છે. આજ્ઞા એ ઉત્સર્ગરૂપ-અપવાદરૂપ ભિન્નભિન્ન દ્રવ્યાદિકમાં જરૂરી ફેરફારવાળી હોય છે. જેમ આધાકર્મી વગેરે વ્યવહારો પ્રથમ, અંતિમ અને મધ્યમ જિનોમાં ફેરફારવાળા હોય છે તેમ એક જ શાસનમાં અનેક સંયોગથી આગંતુક ફેરફાર વગેરે જે માર્ગરક્ષક, રાગદ્વેષહાનિકારક ગીતાર્થદેશિત આચાર હોય તે બધું આજ્ઞામાં સમાવિષ્ટ થાય છે. જીવણજીણg૧૦૫ક્ષgષણgષા,