________________ બધી પરાપેક્ષા છે. પર વ્યક્તિ પર કોઈપણ પ્રકારના નિયંત્રણની અપેક્ષા તે પરાપેક્ષા. તેનાથી મુક્ત એટલે તેવી અપેક્ષારહિત જીવો એ ભાવમુક્ત છે. માટે તે સુનિહિત અગ્રણીઓને અહીં જ મોક્ષ બતાવ્યાં છે. ' પરંતુ આ અવસ્થા લાવવા માટે જેમ જીવની અપેક્ષા છોડવાની તેમ પુદ્ગલની અપેક્ષાનો મોક્ષ પણ લાવવો પડે. પુદ્ગલ અપેક્ષા મોક્ષના બે વિભાગ પડ્યા, (1) કામભોગ અને (2) સ્વચ્છતા. અનુકૂળતા સ્વીકારવી-પ્રતિકૂળતા છોડવી, અનુકૂળતામાં ઠંડક, પ્રતિકૂળતામાં ઉકળાટ, અનુકૂળ વસ્તુ સંઘરવી-વાપરવી, પ્રતિકૂળ વસ્તુથી દૂર ભાગવું, વારંવાર સ્નાન-ધોવું-સાફસુફ કરવું આ બધી પુદ્ગલ આશા છે. આ જીવ-આશા અને પુત્રલ-આશા છોડવા માટે તત્ત્વની સચોટ શ્રદ્ધા જોઇએ. જેને મોક્ષની, આત્મસ્વરૂપની, તેના કારણરૂપે વૈરાગ્ય-ત્યાગ-જ્ઞાન-સંયમસહનશીલતાની શ્રદ્ધા છે તે જ પુદ્ગલ-આશાને નુકસાનકારી-દુઃખરૂપ માને. જેને આત્માના શુદ્ધ સ્વરૂપની શ્રદ્ધા નથી તે ભવાભિનંદી જીવ પુગલ-આશા અને જીવ-આશામાં સદા ગળાબૂડ ડૂબેલો હોય છે. માટે પ્રથમ અશ્રદ્ધારૂપી દુઃખશધ્યા જાય ત્યારે પુગલ-આશા, કામભોગ-આશા ઘટતી જાય-હાસ પામે. તે જેમ હાસ પામે તેમ અન્ય જીવો તરફની આશા પણ હ્રાસ પામે. આમ જીવ, આશા છોડનારે બાકીની આશા છોડેલી છે તેથી તે મુક્ત ન હોવા છતાં મોક્ષની જેમ અહીં પણ સ્વસ્થ છે. માટે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી નિરપેક્ષવૃત્તિવાળાને અહીં જ મોક્ષ છે. સંયમમાં આ અપ્રતિબદ્ધતા મેળવવાની-ભાવવાની-આત્મસાત્ કરવાની છે. મહાત્મા વગર આ સ્થિતિ આવતી નથી. પરાશામાં પકડાયેલા મહાત્માઓને પણ મોક્ષ જેવું સુખ મળતું નથી. પરાશામાંથી છૂટવાનો-આત્માને છોડાવવાનો પ્રયત પણ મહાત્માઓએ મુખ્યતયા કરવાનો છે. તેથી આ ઉક્તિના સારરૂપે આરાધક આત્માઓએ આંતરસુખ અને આંતરિક સાધનામાં આગળ વધવા પરાશા છોડવા સદા તત્પર બનવું જરૂરી છે. મોક્ષનું સ્વરૂપ સમજવા માટે પણ પરાશા અમુક રીતે તોડવી જ પડે. જ્યાં પર એજ સ્વ અને સ્વીયરૂપે સમજાય ત્યાં તેનાથી ભિન્ન સ્વ અને સ્વીય શી રીતે સમજાય ? આવી દ્રષ્ટિ સુવિહિત સાધુ મહાત્માની હોય છે. સુવિહિતનો અર્થ (1) સારી રીતે તત્ત્વને જાણનાર, હેય-શેય-ઉપાદેય-આશ્રવસંવર વગેરેના દ્રવ્ય-ભાવ-ભેદો જાણનાર. તેથી સહજ રીતે પરાશા છૂટી જાય