________________ न मोहोद्रिक्तताभावे स्वाग्रहो जायते क्वचित् / / મોહની તીવ્રતા વગર ક્યાંય પણ જીવને પોતાનો આગ્રહ થતો નથી. આ વાત-એમ સૂચવે છે કે દુનિયા કાર્યકારણભાવ ઉપર ચાલે છે આપણા આગ્રહથી ક્યાંય કશું બનતું નથી. દૂધપાક કઢી ન બને, કઢી દૂધપાક ન બને; રોટલો મહેસુર ન બને, મહેસુર રોટલો ન બને. માટે જીવને મોહ, અજ્ઞાન, કષાયનો આવેશ ન હોય તો કર્તવ્યઅકર્તવ્ય, ઉચિત-અનુચિત, શક્ય-અશક્યનો વિચાર કરી શકે. આવેશ હોય તો એ વિચારને અવકાશ જ નથી રહેતો. યુગલિકના પહેલા, બીજા અને ત્રીજા આરાના અંત સિવાયના કાળમાં યુગલિયાને સાધુપણુ મળે ? જો સુખી માણસ, ઉપાધિ વગરના માણસ ધર્મ કરી શકતા હોય તો યુગલિકો સુખી છે, ઉપાધિ વગરના છે છતાં કરી શકતા નથી માટે સુખી અને ઉપાધિમુક્ત વ્યક્તિ જ ધર્મ કરી શકે, આવો આગ્રહ કરનાર કલ્પનાની દુનિયામાં જ રાચે છે. સુખના કારણભૂત ક્ષેત્ર અને કાળના પ્રભાવના કારણે સર્વવિરતિની ત્યાં અયોગ્યતા છે. મહાવિદેહમાંથી જંઘાચારણ મુનિ આવીને પણ સર્વવિરતિ ન આપી શકે. એ રીતે છઠ્ઠા આરામાં અતિ દુઃખમાં પણ ધર્મ ન થાય. | ઉગ્ર સંયમ-તપવાળા સ્વચ્છંદ જ્ઞાનવાળાને પણ ધર્મ નથી, કેમકે જ્ઞાનીને પરતંત્રને જ ધર્મ હોય. માટે પરમાત્મા કે લબ્ધિધારીઓ પણ અભવ્યને, દુર્ભવ્યને, કાળ પરિપાક ન થયો હોય તેને ધર્મ આપી શકતા નથી. ચોથા આરામાં પણ ભગવાન કે બીજા મહાપુરૂષો આગ્રહથી કશું કરાવતા નથી. આગ્રહ અનેક રીતનો હોય. શક્ય-અશક્ય, સાધ્ય-અસાધ્ય, ઉચિત-અનુચિત. નિશ્ચય નયના હિસાબે કોઈ પણ આગ્રહ એ મોહનો ઉદય છે. જે ઇચ્છામાં-આગ્રહમાં મોહનો ઉદય ભળવા છતાં ક્ષયોપશમ, વિવેક પ્રધાન રહે, ભળેલા રહે તો તેને વ્યવહાર નય મોહનો ઉદય માનવા છતાં મોહનો ઉદ્રક નથી માનતો. તેવી ઇચ્છા કે આગ્રહ કર્તવ્ય બને છે માટે મોક્ષના યોગાંગ