________________ विनिवृत्तपराशानामिहैव मोक्षः सुविहितानाम् / / પરાશાથી નિવૃત્ત થયેલા સુવિહિત મુનિવરોને અહીં જ મોક્ષ છે. પરની આશા બે પ્રકારની, (1) પૌદ્ગલિક અને (2) સહવર્તી વગેરેની. બન્ને આશા, અપેક્ષા, પરવશતા, સત્તહાનિ અને આર્ત-રૌદ્રધ્યાનકારક બને છે. સારી વસ્તુની અપેક્ષા એ પણ પરાશા છે. તે મળે એટલે અનુકૂળતાજન્ય આનંદ થાય, અને ન મળે, પ્રતિકૂળ મળે એટલે અરતિ થાય. આ રીતે રતિ-અરતિમાં ફંગોળાતો જીવ સમતા-સુખને મેળવી શકતો નથી. એવી જ રીતે કોઇપણ વ્યક્તિ પાસેથી સારા વર્તન-વચન-સેવા-સહાનુભૂતિ-વાત્સલ્ય કે પ્રેમની અપેક્ષા હોય અને તે જો મળે તો જીવ સંતોષ પામે, અને ન મળે તો જીવ ઉદ્વિગ્ન બને. આ રીતે રતિઅરતિમાં જીવ ભમ્યા કરે છે. માટે ક્યાંય શાંતિ-સુખ-સમતા-પ્રસન્નતા નથી હોતી. સારાની આશા રાખ્યા પછી નરસી વસ્તુની પ્રાપ્તિથી અણગમો આવે છે. આ પણ પરાશા છે. માટે નરસી વસ્તુ તેમજ વિપરીત કરનાર કે ન માનનાર વ્યક્તિ પાસેથી અનુકૂળ વર્તનની આશા ન રાખવી. શ્રી સ્થાનાંગસૂત્રમાં ચાર પ્રકારની દુઃખશયા અને ચાર પ્રકારની સુખશા બતાવી છે. (1) મોક્ષમાર્ગમાં અશ્રદ્ધા, (2) કામભોગની સ્પૃહા, (3) પર લાભની ઇચ્છા અને (4) સ્નાનની ઇચ્છા. આ ચાર દુઃખશપ્યા છે, અને આ ચારથી પ્રતિપક્ષ ચાર સુખશય્યા છે. પ્રથમ સિવાયની ત્રણ પરઆશારૂપ છે અર્થાત્ જે પર વ્યક્તિ અને પર પુદ્ગલની આશા-સ્પૃહા-અપેક્ષાભાવ રાખે છે તે દુઃખના કારણમાં વર્તે છે, માટે દુ:ખરૂપ શયામાં સૂવે છે. જે એ પર અપેક્ષાનો ત્યાગ કરે છે તે સુખરૂપ શયામાં સૂવે છે, સુખના કારણમાં રહે છે, સુખમગ્ન બને છે. પર લાભની વહેચ્છા એ જેમ દુઃખનું કારણ છે તેમ પોતાના કોઇપણ કાર્ય માટે પરની અપેક્ષા-પોતાની સાથેના પરના વ્યવહારમાં અનુકૂળ વ્યવહારની અપેક્ષા અને પોતાને નહીં ગમતા વ્યવહારના ત્યાગની અપેક્ષા, બીજાના તમામ વ્યવહારમાં અમુક રીતે ન વર્તવાની અપેક્ષા, અમુક રીતે વર્તવાની અપેક્ષા, આ